Cash Money keep At Your House: ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે, તેમ છતાં મોટાભાગના લોકો હજી પણ રોકડ વ્યવહાર કરવાનું વધારે પસંદ કરે છે. ભારતમાં મોટાભાગના પરિવારો હજુ પણ ઘરમાં રોકડ પૈસા રાખવાની પરંપરાગત રીત પર આધાર રાખે છે. જેથી જરૂર પડ્યે ત્યારે સરળતાથી રોકડ રકમનો ઉપયોગ કરી શકાય. શું તમે જાણો છો કે તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો જેથી કરીને તમારા પર આવકવેરા વિભાગની કાર્યવાહીનો સામનો ન કરવો પડે? તમારે આવકવેરા અધિકારીઓને જવાબ આપવાની જરૂર ન પડે.
આવકવેરાનો નિયમ શું છે? (Income Tax Rules)
ઈન્કમ ટેક્સ એક્ટ મુજબ ઘરમાં રાખેલા રોકડ નાણાં પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવાના કિસ્સામાં, વ્યક્તિએ રોકડ નાણાં ક્યાંથી આવ્યા એટલે કે તેનો સ્ત્રોત જાહેર કરવો પડશે. તમારી પાસે તમારી આવક કરતાં વધુ રોકડ ન હોવી જોઈએ. જો તમે તમારી આવક કરતાં વધુ ઘરમાં રાખેલી રોકડ રકમનો હિસાબ આપી શકતા નથી, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવકવેરાના અધિકારી તમને દંડ પણ ફટકારી શકે છે. આવા કિસ્સામાં તમારી રોકડ રકમ જપ્ત પણ થઇ જશે અને કુલ રોકડ નાણાંના 137 ટકા સુધી જેટલો દંડ ચૂકવવો પડી શકે છે.

" class="wp-image-246732" srcset="https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg 1600w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=300,169 300w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=768,432 768w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=1024,576 1024w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=1536,864 1536w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=310,174 310w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=1200,675 1200w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=81,45 81w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=100,56 100w, https://images-gujarati.indianexpress.com/2024/01/Income-Tax-Acts.jpg?resize=650,366 650w" sizes="auto, (max-width: 1024px) 100vw, 1024px" />
ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય? જાણો ઇન્કમ ટેક્સનો નિયમ (How Much Cash Money keep At Your House)
કોઇ પણ વ્યક્તિને લોન કે થાપણ માટે 20,000 રૂપિયા કે તેનાથી વધારે રોકડ રકમ સ્વીકારવાની મંજૂરી નથી. આ નિયમ સ્થાવર સંપત્તિના ટ્રાન્સફરના કિસ્સામાં પણ લાગુ પડે છે.
કોઈપણ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુના કેશ ટ્રાન્ઝેક્શન પર પણ દંડ લાદવામાં આવી શકે છે, જો તેના સ્ત્રોત અને હિસાબની જાણકારી ન હોય.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશન (સીબીડીટી) અનુસાર, બેંક એકાઉન્ટમાંથી એક સમયે 50,000 રૂપિયાથી વધુ જમા કરવા અથવા ઉપાડવા માટે PAN નંબરની વિગતો આપવી જરૂરી છે.
જો કોઈ ખાતાધારક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કરાવે છે, તો તે PAN અને આધારની માહિતી આપવા માટે જવાબદાર રહેશે.
જો કોઈ પણ ભારતીય નાગરિક સંપત્તિની ખરીદી કે વેચાણ 30 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મારફતે કરે તો તપાસ એજન્સીના રડારમાં આવી શકે છે.
આ પણ વાંચો | બજેટ 2024માં LTCGમાં છુટછાટ અને 80Cની મર્યાદા વધારવા માંગણી, આ ઘોષણાથી શેરબજારમાં તેજી વધશે
જો કોઈ કાર્ડધારક ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ દરમિયાન એક સમયે 1 લાખ રૂપિયાથી વધુની ચુકવણી કરે છે, તો તે વ્યક્તિ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
સગાસંબંધીઓ પાસેથી એક દિવસમાં લગભગ 2 લાખ રૂપિયાની રોકડ રકમ લઈ શકતા નથી. આ ચુકવણી બેંક દ્વારા થવી જોઈએ.





