Tax On Gold: ઘરમાં કેટલું સોનું રાખી શકાય? સોનું વેચીયે ત્યારે ટેક્સ ચૂકવવો પડે? જાણો આવકવેરા કાયદો શું કહે છે

Income Tax Rules Of Gold: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દેશમાં સોનાની ખરીદી, સંગ્રહ અને વેચાણ અંગે નિયમો નક્કી કર્યા છે. ભારતમાં સોનું રાખવા વિશે સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ નિયમ છે. જાણો આવકવેરા કાયદો શું કહે છે

Written by Ajay Saroya
July 07, 2024 12:48 IST
Tax On Gold: ઘરમાં કેટલું સોનું રાખી શકાય? સોનું વેચીયે ત્યારે ટેક્સ ચૂકવવો પડે? જાણો આવકવેરા કાયદો શું કહે છે
Income Tax Rules Of Gold: સોનું રાખવા, સંગ્રહ કરવા અને વેચાણ માટે ઈન્કમ ટેક્સ વિભાગે નિયમ નક્કી કર્યા છે. (Photo: Freepik)

Income Tax Rules Of Gold: સોનું કિંમતી ધાતુ છે. ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ભારતમાં લોકો ખાસ કરીને સ્ત્રીઓ સોના પ્રત્યે મોહ ધરાવે છે, જે તેને માલિકીની સૌથી લોકપ્રિય સંપત્તિ પૈકીની એક છે. લગભગ દરેક કુટુંબ પાસે અમુક માત્રામાં સોનું હોય છે, પછી ભલે તે ઘરેણાં, સિક્કા કે ડિજિટલ સ્વરૂપમાં હોય. પરંતુ શું તમે જાણો છો, ઘરમાં કેટલું સોનું રાખી શકાય તેની ચોક્કસ મર્યાદા છે. જાણો ભારતમાં ઘરમાં સોનું રાખવા સંબંધિત શું છે ઈન્કમ ટેક્સના નિયમ

ભારતમાં પરિણીત સ્ત્રી કેટલું સોનું રાખી શકે છે?

ભારત સરકારે સોનાની ખરીદી અને સંગ્રહ અંગે ઈન્કમ ટેક્સ એક્ટમાં નિયમ નક્કી કર્યા છે. ઈન્કમ ટેક્સના નિયમ અનુસાર ભારતમાં એક પરિણીત સ્ત્રી ઘરમાં 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે.

gold jewellery | gold price | gold silver rate today | gold kangan
સોનાના દાગીના (Express photo by Abhisek Saha)

તમે ઘરે કેટલું સોનું રાખી શકો છો?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર, તમે ઘરમાં ચોક્કસ પ્રમાણમાં સોનું રાખી શકો છો. તેથી તમારી પાસે ગમે તેટલું સોનું છે, તમારી પાસે તે કેવી રીતે આવ્યું તેના પુરાવા હોવા જોઈએ.

મહિલાઓ પોતાની પાસે કેટલું સોનું રાખી શકે?

આવકવેરા કાયદા અનુસાર પરિણીત મહિલા 500 ગ્રામ સોનું પોતાની સાથે રાખી શકે છે . જ્યારે અપરિણીત મહિલાઓ માટે સોના રાખવાની મર્યાદા 250 ગ્રામ રાખવામાં આવી છે. તો એક પુરુષને પોતાની પાસે 100 ગ્રામ સોનું રાખવાની છૂટ છે.

શું વારસામાં મળેલા સોના પર ટેક્સ ચૂકવવો?

જો તમે જાહેર કરેલી આવક અથવા કરમુક્ત આવક (જેમ કે કૃષિ)માંથી સોનું ખરીદ્યું હોય અથવા તેને કાયદેસર રીતે વારસામાં મેળવ્યું હોય, તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. જો દરોડો પાડવામાં આવે છે, તો અધિકારીઓ નિયત મર્યાદામાં મળેલા સોનાના દાગીના જપ્ત કરી શકતા નથી.

Gold | Gold Price | Gold Bars | Gold Rate Today
સોનું (Photo – Canva)

શું સોનું રાખવા પર પણ ટેક્સ લાગે છે?

ભારતમાં આવકવેરા કાયદા અનુસાર સોનું ઘરે રાખવા પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી, જો સોનું વેચવું હોય તો તેના પર ટેક્સ ભરવો પડશે.

ત્રણ વર્ષ પછી સોનું વેચવા પર કેટલો ટેક્સ લાગશે?

જો તમે સોનું 3 વર્ષ સુધી રાખ્યા બાદ વેચો છો, તો સોનું વેચવાથી થયેલો નફો લોંગ-ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સને આધીન રહેશે, જે 20 ટકા છે.

આ પણ વાંચો | એક રૂપિયાના રોકાણ વગર આ 6 રીતે બચાવો ટેક્સ, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં સરળતા રહેશે

ગોલ્ડ બોન્ડના વેચાણ પર કેટલો ટેક્સ લાગે છે?

જો સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB) 3 વર્ષની અંદર વેચવામાં આવે છે, તો વેચાણકર્તાની આવકમાં નફો ઉમેરવામાં આવે છે અને ટેક્સ સ્લેબ મુજબ ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે. જો 3 વર્ષ પછી વેચવામાં આવે, તો નફા પર 20% ઇન્ડેક્સેશનના દરે અને 10% ઇન્ડેક્સેશન વિના કર લાગે છે. જો બોન્ડ પાકતી મુદત સુધી રાખવામાં આવે તો નફા પર કોઈ ટેક્સ લાગતો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ