Share Market: આઈપીઓ નથી લાગ્યો તો નિરાશ ન થાવ, શેર લિસ્ટિંગ પહેલા પ્રી આઈપીઓમાં રોકાણ કરો, જાણો કેવી રીતે

How To Buy Non Listed Shares Before IPO: આઈપીઓ શેર એલોટમેન્ટ ન થવાથી ઘણી વખત લોકો નિરાશ થઇ જાય છે. જો કે તમે આઈપીઓ પહેલા પણ પ્રી આઈપીઓ રૂટ હેઠળ અન લિસ્ટેડ શેર ખરીદી શકો છો.

How To Buy Non Listed Shares Before IPO: આઈપીઓ શેર એલોટમેન્ટ ન થવાથી ઘણી વખત લોકો નિરાશ થઇ જાય છે. જો કે તમે આઈપીઓ પહેલા પણ પ્રી આઈપીઓ રૂટ હેઠળ અન લિસ્ટેડ શેર ખરીદી શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Trading | IPO | Stock Market

IPO Share Investment Tips: આઈપીઓ શેરમાં રોકાણ કરવાની ટીપ્સ (Photo: Freepik)

How To Buy Non Listed Shares: શેરબજારમાં આઈપીઓ સબ્સક્રિપ્શન માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. સામાન્ય રીતે આઈપીઓ રોકાણ શેરબજારમાં કમાણી કરવાનો સીધો અને સરળ રસ્તો માનવામાં આવે છે. જો કે આઈપીઓમાં શેર એલોટમેન્ટ થવું મુશ્કેલ હોય છે. આઈપીઓ શેર એલોટમેન્ટ ન થવાથી લોકો નિરાશ થઇ જાય છે. જો કે તમે ઇચ્છો તો આઈપીઓ લિસ્ટિંગ પહેલા પણ કંપનીના શેર ખરીદી શકો છો. પ્રી આઈપીઓ હેઠળ શેર ખરીદી શકાય છે. ચાલો જાણીયે પ્રી આઈપીઓ શું છે અને કેવી રીતે શેર ખરીદી શકાય છે.

Advertisment

What is Pre IPO ? પ્રી આઈપીઓ શું છે?

શેરબજારમાં લિસ્ટિંગ પહેલા શેર ખરીદવાનો એક રસ્તો છે પ્રી આઈપીઓ. આ વિકલ્પ આમ તો સંસ્થાગત રોકાણકારો, વેન્ચર કેપિટલિસ્ટ કે હાઈ નેટ વર્થ વાળા મોટા રોકાણકારો માટે હોય છે. પ્રી આઈપીઓ મારફતે તમે ઓછી કિંમતે કંપનીના શેર ખરીદી શકો છો. અલબત્ત, તેમા જોખમ વધુ હોય છે.

હકીકતમાં જે કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ નથી હતો, તેમા લિક્વિડિટી ઓછી હોય છે. કંપનીની વેલ્યૂએશન અને શેર ક્યારેય લિસ્ટિંગ થશે તે વિશે ચોક્કસ જાણકારી હોતી નથી. ઉપરાંત ભવિષ્યમાં શેરની કિંમત વધશે કે કેમ તેનો પણ અંદાજ હોતો નથી.

ipo | public initial offer | ipo open this week | ipo share listing | ipo investment tips | ipo news | share market | stock market
IPO: આઈપીઓ (Photo: Freepik)

How To Buy Non Listed Shares : નોન લિસ્ટેડ શેર કેવી રીતે ખરીદવા?

  • બ્રોકરેજ ફર્મ મારફતે સરળતાથી નોન લિસ્ટેડ કંપનીઓના શેર ખરીદી શકાય છે. તેની માટે તમારે શેરબજાર નિયામક સેબીના રજિસ્ટર્ડ બ્રોકર સાથે ડિલ કરવી જોઇએ.
  • જો કોઇ કંપનીના કર્મચારી કે રોકાણકાર શેર લિસ્ટિંગ પહેલા પોતાના શેર વેચવા માંગે છે તો તમે આવા શેર ખરીદી શકો છો. તેમા બ્રોકર મારફતે વ્યક્તિગત ધોરણે શેર પર્ચેઝ ડિલ કરવામાં આવે છે.
  • હાલ ઘણા ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે. આ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ મારફતે પણ તમે પ્રી આઈપીઓ રૂટ હેઠળ રોકાણ કરી શકો છો. આ પ્લેટફોર્મ પર રોકાણની તક મળે છે પણ જોખમ વધારે હોય છે.
  • એવા ઓનલાઈન પ્લેટફોર્મ જ્યાં નોન લિસ્ટેડ કંપનીઓના શેર વિશે જાણકારી ઉપલબ્ધ છે ત્યાંથી પણ તમે આઈપીઓ પહેલા શેર ખરીદી શકો છો.
  • નોન લિસ્ટેડ શેરની ખરીદી પર વિવિધ પ્રકારના ટેક્સ લાગે છે. આથી અનલિસ્ટેડ શેર ખરીદવાની પહેલા ટેક્સ વિશે જાણકારી મેળવી લેવી હિતાવહ રહે છે.
  • ઘણી વખત ડિમાન્ડ ઘટવાથી કે વધવાના કારણે શેરની કિંમતમાં વધ ઘટ થાય છે. આવી સ્થિતિમાં શેર ખરીદવાની પહેલા કંપનીના ગ્રોથ અને નાણાકીય દેખાવ વિશે પુરતી જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઇએ.
  • નોન લિસ્ટેડ શેરમાં લિસ્ટેડ શેરની તુલનામાં વધારે રિસ્ક હોય છે. ઉપરાંત કંપનીનો શેર લિસ્ટિંડ થશે કે કેમ તેની કોઇ ખાતરી હોતી નથી.
Advertisment

(disclaimer: શેરબજારમાં રોકાણ જોખમને આધિન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.)

બિઝનેસ Investment શેર બજાર