PhonePe UPI ID Delete: ફોનપેમાં યુપીઆઈ આઈડી ડિલિટ કેવી રીતે કરવું? યુપીઆઈ પિન કેવી રીતે બદલો? સ્ટેપ બાય સ્ટેપ જાણો રીત

Online Payment By UPI ID: ઘણા લોકો ફોનપે એપમાં યુપીઆઈ આઈડી બનાવી ઓનલાઈન પેમેન્ટ માટે કરતા હોય છે. યુપીઆઈ આઈડીથી ઓનલાઈન પેમેન્ટ કરવું બહુ જ સુવિધાજનક છે.

Online Payment By UPI ID: ઘણા લોકો ફોનપે એપમાં યુપીઆઈ આઈડી બનાવી ઓનલાઈન પેમેન્ટ માટે કરતા હોય છે. યુપીઆઈ આઈડીથી ઓનલાઈન પેમેન્ટ કરવું બહુ જ સુવિધાજનક છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
આરબીઆઈની મોટી ઘોષણા: યુપીઆઈ વડે કેશ જમા કરી શકાશે, પીપીઆઈ કાર્ડ ધારકો માટે પણ ખુશખબર

યુપીઆઈ આઈડી મારફતે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. (Photo- Freepik)

How To Deactivate UPI ID In PhonePe App : મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ યુપીઆઈથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. યુપીઆઈનું પુરૂં નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે, જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવ્યુ હતું. ઓનલાઈન પેમેન્ટ માટે યુઝર્સ ફોન પે, પેટીએમ, ગૂગલ પે જેવી મોબાઈલ એપ્લિકેશન્સ વાપરતા હોય છે. યુપીઆઈથી ઓનલાઈન પેમેન્ટ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું બહુ જ સુવિધાજનક છે. તેમા ઘણા બધા બેંક એકાઉન્ટને એક જ મોબાઈલ એપમાં ઉપયોગ કરવાની સુવિધા મળે છે.

Advertisment

છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન પેમેન્ટ કરવા માટે યુપીઆઈ સૌથી પસંદગીનો વિકલ્પ બની ગયું છે. યુપીઆઈ એકાઉન્ટ બનાવવું અને ડિલિટ કરવું બહુ જ સરળ છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ માટે ફોનપે એપનો ઉપયોગ કરો છો અને આ એપ્લિકેશનથી યુપીઆઈ આઈડીને ડિલિટ કરવા માંગો છો, તેની માટે અહીંયા જણાવેલ સરળ સ્ટેપ ફોલો કરીને સરળતાથી એકાઉન્ટ ડિલિટ કરી શકો છો.

જો તમે ફોનપે એપ પર યુપીઆઈ આઈડી ડિલીટ કરવા માગો છો, તો અહીંયા જણાવેલી સરળ રીત અનુસરો.

RBI | UPI Payment | online Transaction | New Rule
આરબીઆઈ ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે નવો નિયમ લાવી શકે છે (ફાઈલ ફોટો)

ફોનપેમાં યુપીઆઈ આઈડી ડિલિટ કરવાની ટીપ્સ (Tips For PhonePe UPI ID Delete)

Advertisment

સૌ પ્રથમ તમારા ફોનમાં તમારી ફોનપે એપ્લિકેશનને ઓપન કરો.
હવે તમને સ્માર્ટફોનની ડાબી બાજુએ પ્રોફાઇલ આઇકોન દેખાશે, તેના પર ક્લિક કરો.
હવે તમને ત્યાં તમારી સંપૂર્ણ પ્રોફાઇલ દેખાશે.
હવે બેંક એકાઉન્ટ્સ ઓપ્શનમાં તમારી બેંક પર ક્લિક કરો.
જો તમે યુપીઆઈમાં એકથી વધુ બેંક ખાતા એડ કર્યા છે, તો તમને અહીંયા તમારી તમામ બેંકો દેખાશે.
ત્યારબાદ તમે જે બેંક એકાઉન્ટનું UPI ID રદ કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
જ્યારે તમે આ બેંક એકાઉન્ટ પર ક્લિક કરો છો, ત્યારે તમને તમારા એકાઉન્ટ સાથે સંબંધિત તમામ વિગતો જોઇ શકશો.
હવે તમને તમારા યુપીઆઈ આઈડીની જમણી બાજુએ ડિલીટનો વિકલ્પ દેખાશે. હવે તમે તેના પર ક્લિક કરો.
હવે, તમે તમારું યુપીઆઈ આઈડી સરળતાથી ડિલિટ થઇ જશે.

યુપીઆઈ પિન બદલવાની ટીપ્સ (How to Change UPI PIN)

આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ત્યારે પેમેન્ટ કરતા પહેલા આપણે UPI પિન દાખલ કરવી પડે છે. જો કે, સલામતીના કારણોસર સમયાંતરે યુપીઆઈ પિન બદલવાની સલાહ આપવામાં આવે છે. તમે અહીંયા જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી સરળતાથી યુપીઆઈ પિન બદલી શકો છો

સૌ પ્રથમ તમારા ફોનમાં તમારી ફોનપે એપ્લિકેશનને ખોલો.
હવે તમારા સ્માર્ટફોનમાં ડાબી બાજુના પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરો.
હવે બેંક એકાઉન્ટ્સ ઓપ્શનમાં તમારી બેંક પર ક્લિક કરો.
બેંક એકાઉન્ટ પર ક્લિક કરતાની સાથે જ તમારા એકાઉન્ટ સાથે સંબંધિત તમામ વિગતો સ્માર્ટફોનની સ્ક્રીન પર દેખાશે.

આ પણ વાંચો : ઓનલાઈન છેતરપિંડી પર લગામ લાગશે, હવે 4 કલાકમાં ડિજિટલ પેમેન્ટના પૈસા જમા થશે

આ દરમિયાન તમને UPI પિન રીસેટ કરવા અથવા બદલવાનો વિકલ્પ દેખાશે.
તમે ચેન્જ ઓપ્શન પર ક્લિક કરો.
હવે ત્યાં તમારો જૂનો યુપીઆઈ પિન દાખલ કરો અને તેની નીચે નવો UPI PIN સેટ કરો.
તેને બે વાર દાખલ કર્યા પછી તમારો નવો યુપીઆઈ પિન સરળતાથી રીસેટ થઈ જશે.

બેંક બિઝનેસ Investment