scorecardresearch

ઇન્સ્ટાગ્રામથી કમાણી કરવાની સોનેરી તક, ફોલોઅર્સ અને રિચ જેટલી વધારે તેટલું વધારે કેશબેક મળશે

Earn money on instagram : સોશિયલ મીડિયા યુઝર્સ માટે ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી કરવાની એક સોનેરી તક આવી છે. ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલા WYLD પેમેન્ટ કાર્ડથી તમે બમ્પર કેશબેક મેળવી શકો છો. જાણો વિગતવાર…

instagram
WYLD કાર્ડ વડે, તમે Instagram પર કેશબેક મેળવી શકો છો. (ફોટો – પ્રતિકાત્મક)

હવે ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી કરવી વધુ સરળ બની રહી છે. ભારતમાં નવા લોંચ થયેલા સોશિયલ કરન્સી પેમેન્ટ કાર્ડની મદદથી તમે હવે કેશબેક મેળવવા માટે તમારા Instagram ફોલોનો ફાયદો લઈ શકો છો. ‘WYLD’, એ દુનિયાનું પહેલું સોશિયલ કરન્સી પેમેન્ટ કાર્ડ્સ પૈકીનું એક છે જે 24 એપ્રિલ, સોમવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

વિઝા દ્વારા સંચાલિત, WYLD પ્લેટફોર્મ દરરોજ સોશિયલ મીડિયા યુઝર્સ (1000 જેટલા ઓછા ફોલોઅર્સ ધરાવતા) તેમના Instagram ફોલોઅર્સનો ફાયદો ઉઠાવવા માટે દરરોજના ખર્ચ પર કેશબેક મેળવવાની મંજૂરી આપશે, એવુ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ પ્લેટફોર્મ હાલમાં ફક્ત ઇન્વાઇટ કરેલા યુઝર્સ માટે જ છે, અને તેમના બીટા- ટેસ્ટિંગના તબક્કા માટે તેમના 10,000 સંભવિત કન્ઝ્યુમરની વેઇટલિસ્ટમાં પ્રથમ 5,000 યુઝર્સ માટે ઉપલબ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું. WYLD ની કલ્પના 2021 માં Fintech અને Martech મોબાઇલ એપ્લિકેશન અને ચુકવણી કાર્ડ તરીકે કરવામાં આવી હતી.

WYLD કાર્ડ કેવી રીતે મેળવવું?

આ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ પર 1000 થી વધુ ફોલોઅર્સ અને 100થી વધારે ‘WYLD સ્કોર’ ધરાવતા કોઈપણ ઇન્સ્ટાગ્રામ યુઝર્સને WYLD પેમેન્ટ કાર્ડ માટે એપ્લિકેશન કરવાની મંજૂરી આપે છે. WYLD સ્કોર એક અલ્ગોરિધમ દ્વારા નક્કી કરવામાં આવે છે જે યુઝર્સના સોશિયલ મીડિયાના વપરાશ – તેમની પોસ્ટ અને સ્ટોર્સની ફિક્વન્સી, રિચ અને ફોલોઅર્સ તેમજ ફોલોઅર્સ દ્વારા આ પોસ્ટ્સ પરના એંગેજમેન્ટનું એનાલિસિસ કરે છે.

આ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો?

કંપનીએ જણાવ્યુ કે, યુઝર્સે WYLD કાર્ડનો ઉપયોગ ખરીદી માટે કરી શકાશે. Instagram પર તેમની ખરીદી વિશે પોસ્ટ કરવી પડશે અને તેમના ટ્રાન્ઝેક્શન મૂલ્યના 30 ટકા થી 100 ટકા સુધીનું કેશબેક મેળશે, જે તેમના કાર્ડ વૉલેટમાં પરત આવશે. કેશબેકની ટકાવારી વ્યક્તિના WYLD સ્કોર દ્વારા નક્કી કરવામાં આવશે. સ્કોર જેટલો વધારે, તેટલુ વધારે કેશબેક મળશે.

કંપનીના સીઓઓ અને સહ-સ્થાપક રીજ ઇપ્પાને જણાવ્યું કે, “અમે અમારું પ્લેટફોર્મ સત્તાવાર રીતે લૉન્ચ કરવા માટે રોમાંચિત છીએ, અને તેને મુંબઈમાં અમારા યુઝર્સ માટે શરૂ કરવા માટે ખુલ્લુ મુકીયે છીએ. આજના સોશિયલ મીડિયા યુઝર્સમાં મોટાભાગે યંગ મિલેનિયલ્સ અને જેન ઝેડનો સમાવેશ થાય છે જેઓ અત્યંત સમજદાર, સામાજિક રીતે સક્રિય છે અને તેમની લાઇફ સ્ટાઇલને અપગ્રેડ કરવા માટે હંમેશા ડીલ અને પોકેટ-ફ્રેન્ડલી મેથડની શોધમાં હોય છે, અને WYLD તેમને આ હાંસલ કરવામાં મદદ કરે છે.”

કંપનીએ સોશિયલ, સ્મોક હાઉસ ડેલી, બોટ, લેન્સકાર્ટ, પર્પલ વગેરે જેવી બ્રાન્ડ્સની સાથે સાથે રેસ્ટોરાં, બાર, ઇવેન્ટ/કોન્સર્ટ, ફેશન, બ્યુટી, ફૂટવેર અને ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ વર્ટિકલ્સમાં 200 થી વધુ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે. નોંધનીય છે કે, આ સ્ટાર્ટઅપે બેટર કેપિટલના નેતૃત્વ હેઠળ પ્રી-સીડ ફંડિંગમાં 3,50,000 ડોલર એકત્ર કર્યા છે.

Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Web Title: How to earn money on instagram wyld payment card cashbacks offers

Best of Express