Earn Money On Twitter : એલોન મસ્ક ટ્વિટર યુઝર્સને કરશે માલામાલ, કોણ અને કેવી રીતે આ બે પ્રોગ્રામમાં જોડાઇ કમાણી કરી શકશે, જાણો સંપૂર્ણ વિગત

How to earn money on Elon Musk’s X: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલોન મસ્કએ તાજેતરમાં વેરિફાઇડ યુઝર્સના એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જાણો સમગ્ર મામલો

Written by Ajay Saroya
August 09, 2023 22:05 IST
Earn Money On Twitter : એલોન મસ્ક ટ્વિટર યુઝર્સને કરશે માલામાલ, કોણ અને કેવી રીતે આ બે પ્રોગ્રામમાં જોડાઇ કમાણી કરી શકશે, જાણો સંપૂર્ણ વિગત
એલોન મસ્ક ટ્વિટરના માલિક છે. (Photo: Elon Musk_ Facebook)

Twitter Ads Revenue Sharing Program And twitter Subscripation Creator Program : એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી હવે કમાણી કરવાનો તક મળશે. તાજેતરમાં ટ્વિટરનો લોકો બદલીને ‘X’ કરાયો છે, તે એક વાર ફરી હેડલાઇન્સમાં ચૂક્યુ છે. હવે X તેના પ્લેટફોર્મ પર ક્રિયેટર્સને પૈસાદાર બનાવી રહ્યો છે. આ પૈસા ટ્વિટરના માલિક એલોન મસ્કના નવા એડ રેવેન્યુ-શેરિંગ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મસ્કે સૌથી પહેલા ફેબ્રુઆરીમાં એડ રેવન્યુ-શેરિંગ પ્રોગ્રામની જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે X પર યુઝર્સ માટે બે ક્રિએટર મોનેટાઈઝેશન પ્રોગ્રામ છે. ક્રિયેટરો એડ – રેવેન્યૂ શેરિંગ પ્રોગ્રામ હેઠળ તેમની ટ્વીટ્સ પર દેખાડવામાં આવતી જાહેરાતોમાંથી પૈસા કમાય છે. જે ક્રિયેટર્સ આ પ્રોગ્રામ માટેની પાત્રતા ધરાવે છે, તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રોગ્રામ મારફતે વેરિફાઇડ થયેલા યુઝર્સની ટ્વિટર પોસ્ટના રિપ્લાયમાં દેખાતી એડના ઓર્ગેનિક ઇમ્પ્રેશનથી જનરેટ થનાર એડ રેવન્યૂમાં ભાગ મળે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીયે તો, ટ્વિટર તમારા ટ્વીટમાં દેખાતી જાહેરાતમાંથી થતી કમાણીનો એક ભાગ તેના યુઝર્સ સાથે શેર કરશે.

તો સબ્સક્રિપ્શન ક્રિયેટર્સ એક બીજા પ્રોગ્રામ છે, જેની મદદતી ક્રિએટર્સ ટ્વિટર પર પોસ્ટ થનાર કન્ટેન્ટથી વધારે કમાણી કરી શકો છો.આવી રીતે ક્રિએટર્સ સૌથી વધારે ઇંગેજ રહેનાર એવા ફોલોઅર્સથી કમાણી કરી શકે છે, જે તેના એક્સક્લુઝિવ કન્ટેન્ટ માટે દર મહિને ચાર્જ ચૂકવે છે. ટ્વિટરના મતે આ પ્રોગ્રામની માટે સાઇનઅપ કરનાર ક્રિએટર્સને ટ્વિટર રેવન્યૂનો 97 ટકા સુધી હિસ્સો આપે છે.

ટ્વિટરના કમાણી કરવાના આ બંને પ્રોગ્રામ માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું? જાણો વિગતવાર

ટ્વિટર સબ્સક્રિપ્શન ક્રિએટર પ્રોગ્રામની પાત્રતા (Twitter Subscripation Creator Program)

  • તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • એકાઉન્ટ નામ, બાયો, પ્રોફાઇલ પિક્ચર અને હેડર ઇમેજ સાથેની સંપૂર્ણ પ્રોફાઇલ.
  • તમારું ઇમેઇલ સરનામું વેરિફાઇડ હોવું જોઇએ.
  • તમારા એકાઉન્ટ માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિફિકેશનને એક્ટિવ કરો.
  • Twitter યુઝર્સ એગ્રીમેન્ટ અથવા Twitterના કન્ટેન્ટ મોનેટાઇઝેશન સ્ટાન્ડર્ડના ઉલ્લંઘનનો રેકોર્ડ નથી.
  • તમારી પ્રોફાઇલમાં અન્ય કોઈ વ્યક્તિની ઓળખ, બ્રાન્ડ અથવા સંસ્થાનો ઉલ્લેખ ન હોવો જોઈએ. તેમજ એવી નકલી ઓળખ હોવી જોઈએ કે જેનાથી અન્ય લોકો છેતરાઈ શકે.
  • તમારું Twitter એકાઉન્ટ બ્લુ સબ્સ્ક્રાઇબર હોવું જોઈએ અથવા Twitter Verified Organisations સાથે લિંક હોવું જોઈએ.
  • એક એક્ટિવ ટ્વિટર એકાઉન્ટ જે 3 મહિના કે તેથી વધુ સમયથી એક્ટિવ હોય.
  • ઓછામાં ઓછા 500 એક્ટિવ ફોલોઅર્સ હોવા જોઇએ.
  • તમે છેલ્લા 30 દિવસમાં તમારા X એકાઉન્ટ પર પોસ્ટ કરી હોય.

એડ-રેવેન્યુ શેરિંગ પ્રોગ્રામ માટે આવશ્યક યોગ્યતા (ટ્વિટર એડ-રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ)

  • X પ્રીમિયમ અથવા Verified Organisationsનું સબ્સ્ક્રિપ્શન
  • છેલ્લા 3 મહિનામાં તમારી કુલ પોસ્ટ્સ પર ઓછામાં ઓછી 15 મિલિયન ઓર્ગેનિક ઇમ્પ્રેશન
  • ઓછામાં ઓછા 500 ફોલોઅર્સ

ક્રિએટર્સ એડ રેવન્યૂ શેરિંગ અને ક્રિએટર્સ સબ્સક્રિપ્શન ને અલગ-અલગ સેટ કરી શકશે. એકવાર તમે એડ – રેવન્યૂ શેરિંગ પ્રોગ્રામ માટે લાયક થયા બાદ તમે સ્ટ્રાઇપની સાથે પેમેન્ટ એકાઉન્ટ સેટ કરી શકશો. આ એકાઉન્ટ વેબ પરના મેનૂમાં તેમજ iOS અને Android એપ્સ ઉપરાંત વેબ પર મેન્યૂમાં દેખાતા મોનેટાઇઝેશન સેક્શનમાં સેટઅપ કરી શકાય છે.

આ પણ વાંચોઃ  માર્ક ઝુકરબર્ગનું થ્રેડ્સ એલોન મસ્કના ટ્વિટરને ટક્કર આપશે; અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કેવી રીતે અલગ છે, યુઝર્સની પ્રાઇવસી માટે શું છે?

Jion અને Setup payouts પર ક્લિક કરો. ત્યારબાદ પોતાનો હિસ્સો મેળવનાર એકાઉન્ટને સેટઅપ કરવા માટે તમે Stripe પર રીડાયરેક્ટ થઇ જાઓ. એક વાર એકાઉન્ટ સેટઅપ અને તમામ જરૂરી પાત્રતા પૂરી કરતા અને 50 ડોલરથી વધારે કમાણી થવા પર તમને નિયમિત ધોરણે પૈસા મળવા લાગશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ