/indian-express-gujarati/media/media_files/2025/12/23/smartphone-hacking-prevent-tips-2025-12-23-17-20-47.jpg)
Smartphone Hacking Prevent Tips : સ્માર્ટફોન હેકિંગી સુરક્ષિત રાખવાન ટીપ્સ. Photograph: (Freepik)
How To Identify Malware In Smartphone : સ્માર્ટફોન આજના સમયમાં જીવન જરૂરિયાતની ચીજ બની ગઇ છે. સ્માર્ટફોન વડે ઘરે બેઠાં ઘણા બધા કામકાજ થઇ જાય છે. જેમ કે, વીડિયો કોલ કરવું, ઓનાલાઇન વેરિફિકેશન, નોકરી કે કોલેજ એડમિશન માટે ફોર્મ ઓનલાઇન સબમિટ કરવા અને ઓનલાઇન પેમેન્ટ જેવી વિવિધ કામગીરી ફટાફટ થઇ જાય છે. સ્માર્ટફોનમાં યુઝર્સના ફોટા, વીડિયો અને મહત્વના દસ્તાવેજોની ફોટો કોપી હોય છે. સ્માર્ટફોન હેક કે સાયબર એટેક થાય બાદ ડેટા ઓનલાઇન લિક થવાથી વ્યક્તિને મોટું નુકસાન પણ થઇ શકે છે.
ઘણી વખત કથિત મોબાઇલ એપ્લિકેશનથી પણ સ્માર્ટફોનમાં હેક થવાનું જોખમ રહે છે. આપણા ફોન પર એક દિવસમાં ઘણી લિંક્સ, ઇમેઇલ્સ અને એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીએ છીએ. આ સિવાય 24 કલાકમાં આપણા સ્માર્ટફોન પર ઘણી ફાઈલો પણ આવી જાય છે. આપણે દરરોજ આપણા ફોનમાં આ પ્રકારની ઘણી બાબતો કરીએ છીએ. અને આ સમગ્ર પ્રક્રિયામાં, તે શક્ય છે કે માલવેર કોઈક રીતે આપણા ડિવાઇસમાં એન્ટ્રી કરે છે. સૌથી મોટી વાત એ છે કે તે કોઈની સાથે પણ થઈ શકે છે.
કથિત સોફ્ટવેરને ટૂંકમાં માલવેર (Malicious Software) કહેવામાં આવે છે. તે ઇરાદાપૂર્વક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે, તમારા ઉપકરણમાં સ્ટોર કરાયેલી સંવેદનશીલ અને ગુપ્ત માહિતીની ચોરી કરી શકે છે, તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે હાનિકારક સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકે છે, અથવા તમારા ડિવાઇસને એક રીતે બંધક બનાવી શકે છે.
સાચું કહું તો, કોઈ પણ ઇચ્છતું નથી કે તેમના સ્માર્ટફોન સાથે આવું થાય. જો કે, આ હાયપર કનેક્ટેડ દુનિયામાં તે પણ સાચું છે કે આપણે જાણવાની જરૂર છે કે માલવેર ડિવાઇસમાં કેવી રીતે ફેલાય છે અને તે કેટલા પ્રકારના હોય છે. જો તમારો ફોન માલવેરથી સંક્રમિત છે તો માલવેરને ઓળખવાની રીતો છે. અને તેને સલામત રીતે દૂર કરવા માટે તમે કયા પગલાં લઈ શકો છો, જાણો ...
માલવેર શું છે અને તે ફોનમાં કેવી રીતે આવે છે?
કદાચ તમે મોલવેર (malware) શબ્દ વાંચ્યો કે સાંભળ્યો હશે પરંતુ તેના અર્થ વિશે પુરતી જાણતા નથી. માલવેર માત્ર સ્માર્ટફોનમાં જ નહીં પરંતુ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ફેલાઈ શકે છે. તે પોતાની કોપી બનાવીને અને ફોનની ડેટા ફાઇલોમાં છુપાવીને ફેલાય છે. આનો અર્થ એ છે કે માલવેર એક્ટિવ થવા માટે ઉપકરણે તે ફાઇલ રન કરવી પડશે. ફક્ત યાદ રાખો કે વાયરસ વાળી ફાઇલને ઍક્સેસ કર્યા વિના માલવેર ડિએક્ટિવ રહે છે. એકવાર એક્ટિવ થયા પછી, તે તમારા ઉપકરણ પરની અન્ય ફાઇલો અને પ્રોગ્રામ્સમાં પણ ફેલાઈ શકે છે.
માલવેર વેબસાઇટ્સ, ઇમેઇલ્સ, ફોન કૉલ્સ અને એપ્લિકેશન્સ અથવા સૉફ્ટવેર ડાઉનલોડ્સ દ્વારા તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, માલવેર વિવિધ રસ્તેથી તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે. ઉદાહરણ તરીકે, સાયબર ક્રિમિનલ્સ ઘણીવાર ફિશિંગ ઇમેઇલ્સનો ઉપયોગ કરે છે જે લાગે છે કે તેઓ વિશ્વસનીય સ્ત્રોતમાંથી આવે છે. જ્યારે તમે ફેક વેબસાઇટ પર જાઓ છો, પાઇરેટેડ મૂવીઝ અથવા ગીતો ડાઉનલોડ કરો છો અથવા પોપઅપ એડ પર ક્લિક કરો છો, ત્યારે માલવેર યુઝર્સને ફસાવે છે અને તેમના ફોનમાં વાયરસ ઇન્સ્ટોલ કરે છે. આ દિવસોમાં, ઘણા સાયબર ક્રિમિનલ્સ લોકોને તેમના ટેક સપોર્ટ તરીકે ફોન કોલ્સ કરીને રિમોટ ઍક્સેસ મેળવવા માટે ફસાવી રહ્યા છે. એકવાર સફળ થયા પછી, માલવેર ડિવાઇસને હેક કરે છે અને ખાનગી અને સંવેદનશીલ માહિતીની ચોરી કરે છે.
માલવેર કેટલા પ્રકારના હોય છે?
માલવેર વિવિધ પ્રકારના હોય છે અને બધા માલવેર એક સમાન નથી હોતા. ઉદાહરણ તરીકે, વાયરસ કોઇ એપ્લિકેશન અથવા પ્રોગ્રામ દ્વારા ફેલાઈ શકે છે અને તમારા ફોનને ક્રેશ કરી શકે છે તેમજ ડેટા ચોરી કરી શકે છે. તો Trojan માલવેર જે પોતાને વાસ્તવિક સૉફ્ટવેર જેવું દેખાડે છે અને ડિવાઇસ ક્રેશ કરવી, ફાઇલ ડિલિટ કરવી અને ખાનગી ડેટા ચોરી શકે છે. માલવેરનું સૌથી સામાન્ય સ્વરૂપ રેન્સમવેર છે જે ઉપકરણ અને તેના ડેટાને લૉક કરે છે અને પછી ઍક્સેસ પાછા આપવા માટે પૈસા માંગે છે.
માલવેરની બીજી પદ્ધતિ સ્પાયવેર છે જે ચોરીછુપી રીતે યુઝર્સના ખાનગી ડેટા એકત્રિત કરે છે. આવક ઉભી કરવા માટે અનિચ્છનીય જાહેરાતો બતાવીને વપરાશકર્તાની બ્રાઉઝિંગ પ્રવૃત્તિને ટ્રેક કરે છે. scareware યુઝર્સને ડરાવે છે અને નકલી ચેતવણીઓ અને એલર્ટ દેખાડી તેમને ફસાવે છે અને ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે.
માલવેર સામે એન્ડ્રોઇડ અથવા iOS કયું પ્લેટફોર્મ સલામત છે?
તે સંજોગો પર આધાર રાખે છે. ગૂગલનું એન્ડ્રોઇડ પ્લેટફોર્મ ઓપન ઇકોસિસ્ટમ હોવાને કારણે માલવેર માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, ગૂગલે પ્લે સ્ટોરની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
એપલના એપ સ્ટોરની વાત કરીએ તો, આઇફોનને તેના બંધ ઇકોસિસ્ટમને કારણે ઘણીવાર વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ કોઈ પણ પ્લેટફોર્મ માલવેરથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, સાયબર ક્રિમિનલ્સે આઇફોન વપરાશકર્તાઓને પણ વધુને વધુ ટાર્ગેટ બનાવ્યા છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીયે તો, કોઈ પણ પ્લેટફોર્મ સંપૂર્ણપણે સલામત નથી. તેથી, જાગૃત અને સાવધ વપરાશકર્તા બનવાની તમારી જવાબદારી છે. વેરિફાઇડ કર્યા વગરના સ્ત્રોતોમાંથી એપ્લિકેશનો અને ફાઇલો ડાઉનલોડ કરવા સાથે હંમેશાં જોખમો સંકળાયેલા હોય છે.
તમારા ફોનમાં માલવેર છે કે નહીં? આ સંકેત થી ઓળખો
એવા ઘણા સંકેતો છે જેના દ્વારા તમે ઓળખી શકો છો કે તમારા ફોનને માલવેર દ્વારા હેક કરવામાં આવ્યો છે કે નહીં.
પર્ફોર્મન્સ ધીમું થવું : માલવેર ગ્રસ્ત ફોનની સૌથી વધુ દેખીતી નિશાની ધીમું પર્ફોર્મન્સ છે. માલવેર રેમનો મોટો હિસ્સો વાપરે છે. અને તે એપ્લિકેશનો અને અન્ય પ્રોગ્રામ્સને કાર્ય કરવા માટે બહુ ઓછી સ્પેસ આપે છે. આને કારણે, ડિવાઇસની કામગીરી ધીમી પડી જાય છે અને તે અચાનક એપ્લિકેશન ખોલવા અથવા ઇન્ટરનેટ બ્રાઉઝ કરવામાં અપેક્ષા કરતા વધુ સમય લે છે.
વારંવાર પોપઅપ એડ : જેમ કે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, એડવેર એ માલવેરની એક પદ્ધતિ છે જે શાંતિથી તમારા બ્રાઉઝર અથવા એપ્લિકેશન્સમાં પ્રવેશ કરે છે. તે માત્ર વપરાશકર્તા માટે હેરાન કરનાર પોપઅપ જ પેદા કરતું નથી, પરંતુ તે ઘણીવાર માલવેર સાથે આવે છે જે તમારા ફોનને હાઇજેક કરી શકે છે. આ મુશ્કેલીને ઝડપથી દૂર કરવા માટે, તમારા ફોનના બ્રાઉઝર અથવા ટૂલબારમાં એડ બ્લોકર ડાઉનલોડ કરો જે વેબ સર્ચ દરમિયાન જાહેરાતોને અવરોધિત કરશે.
બેટરી ઝડપથી ઉતરી જવી : એ વાત સાચી છે કે જેમ જેમ ફોન જૂનો થાય છે તેમ તેમ બેટરી ઓછા સમયમાં ઉતરવા લાગે છે. જો કે, જો તમને લાગે છે કે તમારા ફોનની બેટરી અપેક્ષા કરતા વધુ ઝડપથી ડ્રાય થઈ રહી છે, તો તે એક્ટિવ માલવેરની નિશાની હોઈ શકે છે. બેકગ્રાઉન્ડમાં એક્ટિવ માલવેર તમારા ફોનની બેટરીને ઝડપથી ડ્રેઇન કરી શકે છે.
અનિચ્છનીય એપ્લિકેશન્સ : શક્ય છે કે તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય, પરંતુ થોડા કલાકો પછી, વધારાની એપ્લિકેશન્સ આપમેળે તમારી હોમ સ્ક્રીન પર દેખાશે. આ કિસ્સામાં, એવી સંભાવના છે કે હેકરોએ તમારી ફાઇલોની ઍક્સેસ મેળવવા માટે તમારા ફોન પર કથિત એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરી છે. આ એપ્લિકેશન્સ એકદમ સામાન્ય દેખાઈ શકે છે, પરંતુ તેમના પર ક્લિક કરવાનું ટાળો. તેની સાથે માલવેર પણ હોઈ શકે છે.
ફોનમાં માલવેરને ઓળખવાની અન્ય રીતોમાં અજ્ઞાત સ્ત્રોતોમાંથી મેસેજ મળવા, અસામાન્ય રીતે ઊંચા ડેટાનો ઉપયોગ અને અનધિકૃત ખરીદીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે જો તમને લાગે છે કે તમારા ફોનમાં માલવેર છે, તો તરત જ તમારા બેંક અને ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટ ચેક કરો. આ તમને તમારી જાણ વિના કરવામાં આવેલી ખરીદીની જાણ કરો. એક નાનું ટ્રાન્ઝેક્શન પણ એ સંકેત હોઈ શકે છે કે તમારા ડિવાઇસમાં વાયરસ આવી ગયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us