Car Engine Cool Tips: ઉનાળાની ગરમીમાં કાર એન્જિન ઠંડુ રાખવાની સરળ ટીપ્સ, મુસાફરી બનશે મજેદાર

How To Keep Car Engine Cool In Summer: ઉનાળામાં ગરમીથી કાર એન્જિન બહુ જલદી ગરમ થઇ જાય છે. જેનાથી એન્જિન સહિત અન્ય પાર્ટ્સને પણ નુકસાન થવાનું જોખમ રહે છે. ગરમીમાં કાર એન્જિનને ઠંડુ રાખવાની સરળ ટીપ્સ જાણો

Written by Ajay Saroya
May 27, 2024 22:14 IST
Car Engine Cool Tips: ઉનાળાની ગરમીમાં કાર એન્જિન ઠંડુ રાખવાની સરળ ટીપ્સ, મુસાફરી બનશે મજેદાર
Car Engine Cool In Summer: ઉનાળાની ગરમીથી કાર એન્જિન ઝડપથી ગરમ થઇ જાય છે. (Photo - Freepik)

How To Keep Car Engine Cool In Summer: ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે. ઉનાળાની આકરી ગરમી માત્ર માણસ જ નહીં પરંતુ મશીનો માટે પણ સમસ્યાઓનું કારણ બને છે. કાળઝાળ ગરમીમાં ઘણા વાહનો વધુ ગરમ થાય છે અને થોડે દૂર ગયા પછી અટકી જાય છે. આ સિઝનમાં વાહન ખાસ કરીને તેના એન્જિનને સૌથી વધુ અસર થાય છે. આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીના કારણે તમારી કાર પણ ઓછું અંતર કાપ્યા બાદ વધુ ગરમ થઈ રહી છે. ચાલો જાણીએ કે ગરમીની સીઝનમાં કારના એન્જિનને વધુ ગરમ થવાથી બચાવવાની માટે અપનાવી શકાય.

કારની વિન્ડ પર સનશેડ અથવા બ્લેક ફિલ્મ લગાવો

કારમાં મુસાફરી દરમિયાન ગરમીને કારની અંદર આવવાથી રોકવાનો એક સરળ રસ્તો કારના વિન્ડો પર એટલે કે વાહનના કાચ પર સનશેડ્સનો ઉપયોગ છે. કાચ પર સનશેડનો ઉપયોગ કરવાથી કેબિન એરિયાના પ્લાસ્ટિકનું રક્ષણ થશે અને તેને ઓગળતા કે ફૂટતા અટકાવશે. ઉપરાંત વિન્ડોને બ્લેક ફિલ્મ એટલે કે પાતળા પડથી ઢાંકી શકાય છે.

વાહનોના કાચ પર ઘેરા રંગની ફિલ્મનો ઉપયોગ ગેરકાયદેસર છે, આવી સ્થિતિમાં તમે હળવા રંગની ફિલ્મનો ઉપયોગ કરી શકો છો જે ગરમીને ઘણી હદ સુધી રોકે છે અને કેબિનની અંદર પહોંચતા બાહ્ય તાપમાનને ઘટાડે છે. સનશેડ્સનો ઉપયોગ કરવો એ પણ એક સારો વિકલ્પ છે, જે વાહનની અંદરના તાપમાનને સંતુલિત કરે છે. આ ફીચર્સ ઘણી પ્રીમિયમ કારમાં પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે. જો તમારી કામમાં ન હોય તો તેને બજારમાંથી ખરીદી લગાવી શકાય છે. આ બંને વિકલ્પો સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો (યુવી કિરણો) ને રોકવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

કારને તડકામાં પાર્ક કરવી નહીં

કારનું એન્જિન ખૂબ ગરમ થાય છે, ત્યારે વાહનને છાયડાંમાં પાર્ક કરવું શાણપણનું છે. પછી બોનેટ ખોલવું જોઈએ જેથી એન્જિનની આસપાસ રહેલી ગરમી બહારની હવા સાથે જતી રહે, જેનાથી એન્જિન ઠંડુ થશે. કારને લગભગ 30 મિનિટ સુધી ત્યાં ઊભી રહેવા દો, જેથી એન્જિનને ઠંડુ થવા માટે પૂરતો સમય મળે.

તમારી કારને છાયડામાં પાર્ક કરવી એ ગરમીથી તમારી જાતને બચાવવાનો એક સારો માર્ગ છે. જો તમે પ્રવાસ કે ફરવા ગયા હોવ તો, તમને તમારા વાહન માટે પાર્કિંગની જગ્યા શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં તમારે થોડો સમય કાઢીને તમારી કાર પાર્ક કરવા માટે સારી જગ્યા શોધવી જોઈએ અને તડકામાં પાર્કિંગ કરવાનું ટાળવું જોઈએ.

કારનું એસી બંધ કરો

ઉનાળા દરમિયાન એર કંડિશનરને બંધ કરવું એ સૌથી છેલ્લો વિચાર હોઈ શકે છે, જો કે હકીકતમાં તે ખરેખર એન્જિનને વધુ ગરમ થવાથી અટકાવી શકે છે. જ્યારે બહારનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે હોય છે, ત્યારે ACને કારની કેબિનને ઠંડુ કરવા માટે વધારાનું કામ કરવું પડે છે, જેનાથી એન્જિન પર વધુ લોડ આવે છે.

હીટર ચાલુ કરો

આ વાક્ય વાંચવામાં વિચિત્ર લાગે છે, પરંતુ હીટર ચાલુ કરવાથી તમારા એન્જિનમાંથી ગરમી દૂર થઈ જશે, તેને હવા લેવાની તક મળશે. જો કે, તે વાહનની અંદર બેઠેલા લોકો માટે અસુવિધાજનક બનાવશે.

એન્જિન કુલેન્ટ રિફિલ કરો

ઉનાળામાં કુલેંટની તપાસ કરવી જરૂરી છે કારણ કે તે વાહનના એન્જિનને ઠંડુ રાખે છે. ઉનાળાની ગરમી શરૂ થાય તે પહેલાં, એન્જિન કુલેંટ ને તેના યોગ્ય સ્તરે ભરવાનો સારો અભ્યાસ છે કારણ કે જ્યારે તાપમાન ઊંચું હોય ત્યારે રેડિયેટર વધુ વખત કામ કરે છે. કુલેંટ એન્જિનમાંથી ગરમી દૂર કરવાનું અને ગ્રીલ દ્વારા વાતાવરણમાં ફેલાવવાનું કામ કરે છે. હંમેશા વાહન માટે યોગ્ય કુલેંટનો ઉપયોગ કરો. જો કુલેંટ ઉપલબ્ધ ન હોય તો તેને કામચલાઉ માપ તરીકે એન્ટિફ્રીઝ અથવા પાણીથી ઉપર સુધી ફરી રાખો.

તમારી કારને પોલિશ કરીને રંગ બચાવો

ઉનાળામાં કારનો રંગ ઝાંકો પડવાનું જોખમ રહેલું છે. આને રોકવા માટે, ઉનાળા દરમિયાન તમારી કારને અલ્ટ્રાવાયોલેટ યુવી પ્રોટેક્શનથી પોલિશ કરાવો. તેનાથી કારનો રંગ બગડશે નહીં. આ ઉપરાંત, પોલિશને કારણે, કાર પર પક્ષીઓ દ્વારા કરવામાં આવતી ગંદકીને કારણે કારનો રંગ બગડવાથી પણ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો | ઉનાળામાં બાઇક અને મોટરસાઇકલ એન્જિનને ઓવરહિટિંગથી બચાવવાની સરળ ટીપ્સ

અઠવાડિયામાં એકવાર ટાયરનું પ્રેશર ચેક કરાવો

ઉનાળામાં ટાયરનું દબાણ અચાનક વધી જાય છે અને ટાયર ફાટવાની શક્યતા વધી જાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે અગાઉથી સાવચેતી રાખવી જરૂરી છે. આ માટે તમારે દર અઠવાડિયે એકવાર ટાયરનું પ્રેશર ચેક કરવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ