How To keep Cool Motorcycle Engines In Summar In Gujarati: ઉનાળામાં ભયંકર તડકો પડી રહ્યો છે. ગુજરાત દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ યુપી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો તીવ્ર ગરમીની ઝપેટમાં છે. આમાંથી કેટલાક ભાગોમાં તાપમાન 50 ડિગ્રીની નજીક નોંધાયું છે. ઉનાળામાં બાઇક કે સ્કૂટર વધુ ગરમ થવાની ફરિયાદો સાંભળવા મળે છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં, એન્જિન ઓવરહિટીંગ એ ચિંતાનો વિષય નથી, કારણ કે હાલમાં ઘણી આધુનિક બાઇકો લિક્વિડ-કૂલ્ડ ટેક્નોલોજી પર આધાર રાખે છે, જે અસરકારક રીતે એન્જિનમાંથી ગરમીને દૂર કરે છે અને તેનું મહત્તમ તાપમાન જાળવી રાખે છે.
ઉનાળામાં જ્યારે તમે થોડીક પણ બાઇક ચલાવો છો ત્યારે એન્જિન એટલું ગરમ થઈ જાય છે કે એન્જિનની ગરમી તમારા પગ સુધી અનુભવાય છે, તો તમે ટુ-વ્હીલરને વધુ ગરમ થવાથી બચાવવા માટે આ મેન્ટેનન્સ ટિપ્સ અપનાવી શકો છો.
નિયમિતપણે બાઇકના રેડિએટર, કૂલેટ અને ફેન ચકાસો
લિક્વિડ કૂલ્ડ ટેક્નોલોજી આધારિત એન્જિન (આઈસીઈ- ઈન્ટરનલ કમ્બશન એન્જિન)માં રેડિયેટર અને કૂલેટનો સમાવેશ થાય છે. જે ગરમી દૂર કરવા માટે એન્જિન દ્વારા પમ્પ કરવામાં આવે છે. તેમાં એક પંખો પણ છે જે વધારાની ગરમી દૂર કરવા માટે ચોક્કસ તાપમાન પછી એક્ટિવ થાય છે. જ્યારે ત્રણેય પાર્ટ્સ યોગ્ય રીતે કામ કરે છે ત્યારે એન્જિન ઓવરહિટીંગની કોઈ ફરિયાદ થતી નથી. જો રેડિયેટર, કૂલેટ અથવા પંખા ત્રણમાંથી કોઈ એકમાં સમસ્યા હોય, તો એન્જિન વધુ ગરમ થઈ શકે છે.
ઓવરહિટીંગ
બાઇકના એન્જિનના ઓવરહિટીંગને ટાળવાનો એક રસ્તો એ છે કે સમયાંતરે કૂલેટની તપાસ કરો. લેવલની તપાસ કરો, અને જો જરૂરી હોય તો તેને ઉપર સુધી ભરી દો. ઉપરાંત, જો સમસ્યા ચાલુ રહે, તો કૂલેટને ફ્લશ કરો અને તેને ફરીથી ભરો, ખાતરી કરો કે ત્યાં કોઈ હવા ક્યાં રોકાય નહીં. સારી ગુણવત્તાવાળા કૂલેટનો ઉપયોગ કરો.
રેડિયેટર અને ફેનની પણ તપાસ કરવી જોઇએ. લીક થયેલા અથવા ગંદા ફેન માટે રેડિયેટર તપાસો. જો તમને બેમાંથી કોઈ એકમાં કોઈ ખામી જણાય, તો એક્સપર્ટ્સ દ્વારા રેડિએટર રિપેરિંગ કરાવો અને જો નુકસાન ખૂબ ગંભીર હોય, તો તેને બદલી નાંખો. તેવી જ રીતે ફેન ખરાબ થઇ જાય તો તે થર્મોસ્ટેટ સ્વીચમાં સમસ્યા હોઈ શકે છે.
બાઇકનું એન્જિન ઓઇલ ચેન્જ કરાવતા રહો
એન્જિન ઓઇલ સમયાંતરે એન્જિનને વધુ ગરમ થવાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી સમયાંતર એન્જિન ઓઇલ બદલી નાંખો. સારી ગુણવત્તાવાળા એન્જિન ઓઈલનો ઉપયોગ કરો.
મોટાભાગની આધુનિક બાઇક્સમાં એન્જિન, ક્લચ અને ગિયરબોક્સ માટે એક જ ઓઇલ હોય છે, જો કે, જૂની એનફિલ્ડ્સ જેમ અમૂક ઓટો કંપનીના જૂની બાઇકમાં એન્જિન, ક્લચ અને ગિયરબોક્સ માટે અલગ ઓઇલ હોય છે, તેથી બાઇકની સર્વિસ કરતી વખતે ઓઇલ બદલાવી નાંખવું જોઇએ.
આ પણ વાંચો | ટીવીએસ આઇક્યુબ એસટી અને એથર રિઝ્ટા ઝેડ બંનેમાંથી શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક સ્કૂટર ક્યુ? બેટરી, ફીચર્સ, કિંમત સહિત જાણો વિગત
રેવ લિમિટરને મારવાનું બંધ કરો
એન્જિનને વધુ ગરમ થવાથી બચાવવાનો બીજો રસ્તો છે સમજદારીપૂર્વક વાહન ચલાવવું અને દરેક ગિયરમાં અથવા નિષ્ક્રિય સ્થિતિમાં રેવ લિમિટરને હિટ કરવાનું બંધ ટાળવું. ઊંચા રેવ્સ વધુ ગરમીનું કારણ બને છે અને એન્જિનના પાર્ટ્સ ગરમીને દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, તેથી બાઇકને ઓવર-રેવ ન કરો. આમ કરવાથી માત્ર એન્જિનને જ નહી સાથે સાથે ક્લચ અને બાઇકના અન્ય ભાગોને પણ નુકસાન થઈ શકે છે.





