Aadhaar Biometrics Lock And unlock Tips : ભારતમાં નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જાન્યુઆરી 2020 અને જૂન 2023 વચ્ચે દેશમાં નોંધાયેલા 75 ટકાથી વધુ સાયબર ક્રાઈમ નાણાકીય છેતરપિંડીના હતા. આઈઆઈટી કાનપુર દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. નોંધાયેલી મોટાભાગની નાણાકીય છેતરપિંડીની ફરિયાદો ડિજિટલ બેંકિંગ અને યુપીઆઈ પેમેન્ટ્સ સંબંધિત હતી. હવે, આ સાયબર ગુનેગારોએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે અને હાલમાં જ લોન્ચ કરાયેલ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ – (AePS) માં રહેલી ખામી દ્વારા લોકોને ઓનલાઈન ફ્રોડ માટે નિશાન બનાવી રહ્યા છે.
ઓનલાઇન ફ્રોડની આ નવી રીતની સૌથી ડરામણી બાબત એ છે કે પીડિતને ઓટીપી, લિંક કે કોઈ ઈમેલ પણ મળતો નથી. આધાર કાર્ડ માટે નોંધાયેલ તમારી બાયોમેટ્રિક વિગતોને એક્સેસ કરીને હેકર્સ સરળતાથી તમારા બધા પૈસા ચોરી શકે છે. આ સાયબર અપરાધીઓ બેંકના નામ અને ખાતાની વિગતો દ્વારા પીડિતાના ફિંગર પ્રિન્ટના ડેટા ઍક્સેસ કરે છે. સૌથી ખરાબ વાત એ છે કે જે લોકોને AePS કૌભાંડમાં નિશાન બનાવવામાં આવ્યા છે તેઓને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો SMS પણ મળતા નથી.
સામાન્ય રીતે આ સ્કેમર્સ હોટલ, ફોટોગ્રાફીની શોપ અને સ્થાનિક સાયબર કાફેમાં તેમના શિકારની શોધ કરે છે. કારણ કે આ સામાન્ય રીતે એવી જગ્યાઓ છે જ્યાં લોકો સામાન્ય રીતે તેમના આધારની વિગતો સબમિટ કરતા હોય છે. એકવાર કોઈ વ્યક્તિની આધાર વિગતો તેમના હાથમાં આવી જાય, આ સાયબર ગુનેગારો સીધા જ તેમના બેંક ખાતા પર નજર રાખે છે.
જેવું કે અમે કહ્યું તેમ આ ઓનલાઇન ફ્રોડ કૌભાંડનું મહત્વનું પાસું ફિંગર પ્રિન્ટની વિગતો છે. અહેવાલો અનુસાર, ગુનેગારો સરકારી કચેરીઓ જેમ કે રજિસ્ટ્રી ઑફિસ વગેરેમાંથી ફિંગર પ્રિન્ટની વિગતો એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે કારણ કે અહીં લોકો રેકોર્ડ રાખવાના હેતુઓ માટે તેમના ફિંગરપ્રિન્ટ્સ સબમિટ કરે છે. ફિંગરપ્રિન્ટ્સ લેવા માટે સિલિકોન થમ્બનો ઉપયોગ થાય છે. અને પછી તેનો ઉપયોગ AePS નો ઉપયોગ કરીને પીડિતના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે થાય છે.
તમારી આધાર બાયોમેટ્રિક વિગતો કેવી રીતે લૉક કરવી : સ્ટેપ બાય સ્ટેપ પગલાં અનુસરો
- પોતાને AePS કૌભાંડથી બચાવવા માટે, આધાર બાયોમેટ્રિક વિગતોને લૉક રાખવી મહત્વપૂર્ણ છે.
- આધાર વિગતો UIDAI વેબસાઇટ અથવા mAadhaar મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોક કરી શકાય છે. AePS હંમેશા તમામ આધાર ધારકો માટે ડિફોલ્ટ સેટિંગ્સમાં સક્ષમ (ઇનેબલ) હોય છે. તેથી, આ સમય હંમેશા યાદ રાખો અને તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે તેને ડિફોલ્ટ સેટિંગ્સમાં અક્ષમ (ડિસેબલ) કરો.
- બાયોમેટ્રિક વિગતોને લોક કરવા અને AePS ડિફોલ્ટ સેટિંગ્સને ડિસેબલ કરવા માટે, તમારે તમારા સ્માર્ટફોન પર mAadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે. ત્યારબાદ તમારે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી સાઈનઅપ કરવું પડશે.
- હવે તમારે આધાર નંબરની વિગતો વેરિફાઈ કરવી પડશે અને પછી તમને બાયોમેટ્રિક ડેટા લોક કરવાનો વિકલ્પ મળશે.
તમને જણાવી દઈએ કે આ આધાર કાર્ડના ડેટાને લોક કરવાનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ હોય છે. જો તમે ઇચ્છો તો, તમે તમારા આધાર નંબરને લોક કરીને સુરક્ષિત કરી શકો છો. એનાથી એ વાતની ખાતરી થાય છે કે, કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન સર્વિસ માટે આધાર નંબર અને OTP નો ઉપયોગ કરી શકશે નહીં.
આધાર- ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ શું છે? (What’s Aadhaar Enabled Payment System? (AEPS))
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તાજેતરમાં આધાર-સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AePS) લોન્ચ કરી છે. આ સિસ્ટમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા બનાવવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો | FD Laddering : આ ટેકનિકથી ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાથી મળશે મહત્તમ રિટર્ન; જાણો એફડી લેડરિંગ શું છે
આ ઇનોવેટિવ સિસ્ટમ મારફતે આધાર કાર્ડધારકો ઘણા નાણાકીય વ્યવહારો કરી શકે છે. તેમાં રોકડ જમા, ભંડોળ ઉપાડ, એકાઉન્ટ બેલેન્સ ચેક કરવું, મીની બેંક સ્ટેમેન્ટ કાઢવા, આધાર-થી-આધાર ફંડ ટ્રાન્સફર, ટ્રાન્ઝેક્શન ઓથેન્ટિફિકેશન અને BHIM આધાર દ્વારા પેમેન્ટ કરવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. અમે તમને જણાવી દઈએ કે આ તમામ કાર્યો ફક્ત ત્રણ મહત્વપૂર્ણ વિગતો – બેંકનું નામ, આધાર નંબર અને બાયોમેટ્રિક ઓથોન્ટિફિકેશન મારફતે કરી શકાય છે.