ચોમાસામાં ઈલેક્ટ્રિક કારની સંભાળની છે ચિંતા? આ 4 સરળ રીતોથી તમારા EVની કરો જાળવણી

how to maintain electric car in monsoon : ચોમાસાની સિઝનમાં અનેક રસ્તાઓ પર પાણણી ભરાઈ જાય છે, ત્યારે ઈલેક્ટ્રીક કાર માલિકોને ચિંતા રહે છે કે, શું વરસાદમાં કાર ચલાવવી કે નહીં, તમે ચોમાસામાં આ રીતે તમારી કારની સંભાળ રાખી શકો છો.

Written by Kiran Mehta
Updated : July 01, 2023 18:19 IST
ચોમાસામાં ઈલેક્ટ્રિક કારની સંભાળની છે ચિંતા? આ 4 સરળ રીતોથી તમારા EVની કરો જાળવણી
ચોમાસામાં ઈલેક્ટ્રીક કારની સંભાળ કેવી રાખવી?

How To Maintain Your Electric Car During Monsoon in Four Easy Steps: ચોમાસું દસ્તક દેતાં જ ઘણા ઈલેક્ટ્રીક વાહનોના માલિકોની ચિંતાઓ વધી જાય છે. હકીકતમાં, આ સિઝનમાં, રસ્તાઓ પર ભારે પાણી ભરાયેલા જોવા મળે છે, ઘણા વિસ્તારોમાં બેઝમેન્ટ પાર્કિંગ અને અન્ય સ્થળોએ પણ પાણી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં વાહનમાલિકોની મુશ્કેલીમાં વધારો થાય છે.

દેશના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક કારની સંખ્યા ઝડપથી વધી રહી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાહન ચાલકોની ચિંતા પણ બાકીના વાહનમાલિકોની સરખામણીએ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સિઝનમાં ઈલેક્ટ્રિક કારનું મેન્ટેનન્સ જાળવી રાખવું એટલું મુશ્કેલ પણ નથી. તમારી કિંમતી EV ને સારી સ્થિતિમાં અને સુરક્ષિત રાખવા માટે અહીં ચાર સરળ રીતો છે. આ તમામ ઉપાયો તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ ચોમાસામાં EV મેન્ટેનન્સ જાળવવા માટેના 4 સરળ રીત અપનાવો

ચાર્જિંગ ડિવાઈસને સુરક્ષિત રાખો

ચોમાસામાં ઇલેક્ટ્રિક કાર અથવા વાહનની જાળવણી માટેનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે, તમારા ચાર્જિંગ ઉપકરણને સુરક્ષિત રાખવું. ખાસ કરીને જો તમારી પાસે આઉટડોર ચાર્જિંગ સ્ટેશન હોય અથવા તમે પોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ કરો છો, તો આ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ખરેખર આ ઉપકરણોમાં પાણી શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે.

બેટરીની સ્થિતિ તપાસો

EV માં ઇન્સ્ટોલ કરેલી બેટરી પર એક નજર નાખો કારણ કે તે ઇલેક્ટ્રિક કારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બેટરીની સ્થિતિને વધુ સારી રીતે જાળવવા માટે, સમય સમય પર તેની તપાસ કરવી જરૂરી છે. આમ કરવાથી તે સુનિશ્ચિત કરી શકાય છે કે, બેટરીના ઇન્સ્યુલેશન અથવા કનેક્ટર્સને કોઈ નુકસાન નથી. આ સિઝનમાં ઉંદરો પણ બેટરીના સર્કિટને પણ નુકસાન પહોંચાડે છે. જો તમને બેટરીની સ્થિતિમાં કંઈપણ અસામાન્ય જણાય, તો કાર શરૂ કર્યા વિના અધિકૃત સેવા કેન્દ્રનો સંપર્ક કરો અથવા બતાવો.

EV નો બાહ્ય ભાગ સ્વચ્છ રાખો

કારનું ઈન્ટિરિયર એટલે કે આગળનો ભાગ પણ ઘણા મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. કારમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે બહારથી પાણી અને અન્ય કચરો જેવી વસ્તુઓ કારની અંદર જાય છે. આવી સ્થિતિમાં, તેના આંતરિક ભાગને સ્વચ્છ રાખવું જરૂરી બની જાય છે. આમ કરવામાં નિષ્ફળતા કારની અંદર પાણી અથવા ભેજનું કારણ બની શકે છે અને ઇલેક્ટ્રિકલ સમસ્યાઓ ઊભી કરી શકે છે. કારને ગમે ત્યાં પાર્ક કરતી વખતે ખાતરી કરો કે, નબળા બીડીંગને કારણે પાણી લીકેજ ન થાય. અને EV ના દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવી જોઈએ.

આ પણ વાંચોFlying Car : સાય-ફાઇ ફિલ્મોમાં જોયેલી ફ્લાઈંગ કાર હવે વાસ્તવમાં ઉડતી દેખાશે, યુએસ સરકારે વિશ્વની પહેલી રોડ-ટુ-સ્કાય કારને આપી મંજૂરી

પાણી ભરાયેલા રસ્તાઓ પર EV વાહન ચલાવવાનું ટાળો

પાણી ભરાયેલા રસ્તાઓ પર તમારી કાર ચલાવવાનું ટાળો. આ સલાહ નિયમિત ઇંધણ એન્જિન એટલે કે ICE એન્જિન પર ચાલતા વાહનોને પણ લાગુ પડે છે. જો કે, ઇલેક્ટ્રિક કારમાં તો બમણી સાવચેતી રાખવી જોઈએ. કારણ કે પાણી તમને લાગે તે કરતાં વધુ નુકસાન કરી શકે છે. EVsમાં ઘણાં સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક્સ અને સેન્સર હોય છે, જે ચોમાસાની ઋતુમાં પાણી અથવા ભેજને કારણે ઝડપથી બગડી શકે છે. ઉપરાંત, તમારા બેટરી પેકનું IP રેટિંગ શોધો. સલાહ આપવામાં આવે છે કે, જો તમને EV દ્વારા મુસાફરી કરતી વખતે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાનો સામનો કરવો પડે, તો મુસાફરી માટે અન્ય માર્ગ અપનાવો.

(લેખ: રાજકમલ નારાયણન)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ