/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-2023-10-31T163848.011.jpg)
ક્રેડિટ કાર્ડ નાણાંકીય કટોકટીમાં તાત્કાલિક ભંડોળની જરૂરિયાત પૂરી પાડે છે. (Photo Canva)
Cashback On Credit Cards : કેશબેક ક્રેડિટ કાર્ડ્સ (Cashback credit cards) જ્યારે તમે વસ્તુઓ ખરીદવા માટે તમારું કાર્ડ સ્વાઇપ કરો ત્યારે તમને થોડા પૈસા પાછા મેળવવાની મંજૂરી આપે છે. આ પૈસા તમારા ખાતામાં પોઈન્ટ અથવા રોકડના રૂપમાં આવે છે. મોટાભાગના ક્રેડિટ કાર્ડ ગ્રોસરી, ભોજન, લાઇફસ્ટાઇલ, મનોરંજન, ઈલેક્ટ્રોનિક્સ અને બિલ પેમેન્ટ પર ખર્ચ કરવા માટે કેશબેક ઓફર કરે છે. કેશબેક એ ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહકોને પૂરા પાડવામાં આવતા મુખ્ય ફાયદા પૈકીનો એક છે કારણ કે તે સ્પષ્ટ અને રિયલ રિવર્ડ છે, જે નિયમિત ખર્ચ માટે કેશ આપે છે.
ક્રેડિટ કાર્ડ પર વિવિધ પ્રકારની ડીલ્સ ઉપલબ્ધ છે. કેટલાક ક્રેડિટ કાર્ડ્સ કેશબેકની નિશ્ચિત ટકાવારી ઓફર કરે છે, જ્યારે અન્ય ચોક્કસ ખરીદીઓ પર તુલનાત્મક રીતે વધુ કેશબેક ઓફર કરે છે. તમારી પસંદગી તમારી પસંદગીઓ અને કેશબેક ઓફરના પ્રકાર પર આધારિત છે જે તમે પસંદ કરો છો. કેશબેકના બેનેફિટ્સ તમે ખર્ચેલા નાણાંમાંથી અમુક પૈસા પાછા મેળવવામાં મદદ કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Diwali-Dhanteras-Shopping-By-Credit-Cards-tax-calculator.jpg)
કેશબેક તરીકે તમને જે રકમ મળે છે તે તમે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે. કેશ બેક એટલે જ્યારે ઑનલાઇન સ્ટોર દરેક ખરીદી માટે ક્રેડિટ કાર્ડ કંપનીને અમુક પૈસા પાછા આપે છે. ત્યારબાદ બેંકો આ પૈસાનો એક ભાગ ગ્રાહકને આપે છે. તમારા કેશબેક ક્રેડિટ કાર્ડ બેનેફિટ્સને કેવી રીતે વધારવું તે અંગેની માર્ગદર્શિકા અહીં છે.
યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરો
ક્રેડિટ કાર્ડ એવું હોવું જોઈએ કે તે તમારી જરૂરિયાતો પૂરી કરી શકે અને તમને બેનેફિટ્ મેળવવામાં પણ મદદ કરે. કરિયાણા, ખોરાક, ફ્યૂઅલ અથવા આવશ્યક બિલ જેવા તમારા નિયમિત ખર્ચ કરવાની ટેવ સાથે સુસંગત ક્રેડિટ કાર્ડ શોધો અને દરેક ખર્ચ પર કેશબેક મેળવો. ક્રેડિટ કાર્ડ ખરીદતા પહેલા, ઉપલબ્ધ વિકલ્પોની તુલના કરો.
Bank Bazaar.com ના CEO આદિલ શેટ્ટી કહે છે કે 'ભારતમાં ક્રેડિટ કાર્ડ્સ પરનું કેશ બેક ગ્રાહકને મહત્વપૂર્ણ ફાયદા કરાવે છે. કાર્ડ્સ રોજિંદા ખર્ચાઓ પર નાણાં બચાવવા માટે એક ચોક્કસ રીત પ્રદાન કરે છે. ખર્ચનો અમુક હિસ્સો પાછી મેળવીને, ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ તેમના કુલ ખર્ચને અસરકારક રીતે ઘટાડી શકે છે, જે ખરીદીને વધુ સસ્તી બનાવી શકે છે.
કાર્ડની વાર્ષિક ફી ધ્યાનમાં લો
સંભવિત કેશબેક બેનેફિટ્સ ઉપરાંત, ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફીનો વિચાર કરો. કેટલીક વાર ઉંચા ચાર્જ વાળા કાર્ડ આકર્ષક કેશબેક રિવર્ડ ઓફર કરે છે, પરંતુ તે હંમેશા તમારી ખર્ચની પેટર્નના આધારે સૌથી વધુ ખર્ચ-અસરકારક વિકલ્પ ન હોઈ શકે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-60.jpg)
રિવર્ડનું સ્ટ્રક્ચર તપાસો
ઉંચુ કેશબેક ઓફર કરતી કેટેગરી પર ફોકસ કરો. કેટલાક કાર્ડ કરિયાણા પર 5 ટકા કેશબેક ઓફર કરી શકે છે પરંતુ ફ્યૂઅલ અથવા ફૂડ્સ પર માત્ર 1 ટકા. કેટલાક કાર્ડ સમયાંતરે કેશ બેક સિરિઝને રોટેટ અથવા બદલવાની ઓફર કરે છે. તે સમય દરમિયાન નફો વધારવા માટે આ સિરિઝની આસપાસ તમારા શોપિંગ પ્લાન બનાવો.
સમયસર વ્યાજ ચૂકવો
તમારા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરીને ઇન્ટરેસ્ટ ચાર્જ ટાળો. વ્યાજની ચૂકવણી ન કરવી કોઈપણ કેશબેક બેનેફિટ્સને નકારી શકે છે. બજેટને વળગી રહો અને તમારી લિમિટમાં ખર્ચ કરો. માત્ર કેશબેક મેળવવા માટે વધુ ખર્ચ કરવાથી ઉદ્દેશ્ય નિષ્ફળ જાય છે અને તે નાણાકીય મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.
વેલકમ ઑફર્સ અને સાઇન-અપ બોનસનો ઉપયોગ કરો
ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી વેલકમ ઑફર્સ અને સાઇન-અપ બોનસનો ઉપયોગ કરો. આ ઑફર્સ ઘણીવાર પ્રારંભિક ખર્ચ માટે વધુ કેશબેક સાથે આવે છે. કેટલાક ક્રેડિટ કાર્ડ્સ ચોક્કસ વેપારીઓ અથવા બ્રાન્ડ્સ સાથે જોડાણ ધરાવે છે. તે ભાગીદારો સાથે ખરીદી કરતી વખતે વધારાનું કેશબેક અથવા ડિસ્કાઉન્ટ મેળવવા માટે આ ભાગીદારીનો લાભ લો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/bryan-johnson-1.jpg)
સમય સમય પર ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ તપાસો અને સમયસર રિડીમ કરો
તમારા દરેક ટ્રાન્ઝેક્શન માટે તમને યોગ્ય કેશબેક રિવર્ડ મળી રહ્યા છે તેની ખાતરી કરવા માટે સમય સમય પર તમારું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ તપાસો. જો તમને કોઈ વિસંગતતા જણાય તો તરત જ તેની જાણ કરો. તમારા કેશબેક પુરસ્કારો માટે રિડેમ્પશન પ્રક્રિયાને સમજો. કેટલાક કાર્ડ્સમાં એક્સપાયરી ડેટ અથવા ચોક્કસ રિડેમ્પશન પ્રક્રિયાઓ હોઈ શકે છે. મહત્તમ વેલ્યૂ મેળવવા માટે તમારું કેશબેક સમયસર રિડીમ કરો.
આ પણ વાંચો | આગામી સપ્તાહે 7 IPO ખુલશે, બેથી 3 ગણો નફો કમાવવાની તક, ગ્રે માર્કેટમાં 182 ટકા પ્રીમિયમ
કમ્બાઇન્ડ બેનેફિટ્સ ઉઠાવો
જો તમારું ક્રેડિટ કાર્ડ પુરસ્કાર કાર્યક્રમ સાથે કેશબેક ઓફર કરે છે, તો તમારા બેનેફિટ્સ વધારવા માટે બંનેને ભેગા કરો. અને એકસાથે પોઈન્ટ અને કેશબેક કમાઓ. વધારે કેશબેક રિવર્ડ મેળવવા માટે આવશ્યક ખરીદીઓ પર તમારા કેશબેક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. જો કે, ખાતરી કરો કે આ પહેલા નક્કી કરેલી શોપિંગ કરવી અને તે તમારા બજેટ અનુસાર હોય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us