Home Loan Tips: હોમ લોન વહેલી તકે કેવી રીતે ચૂકવવી? જાણો ટીપ્સ અને ફાયદા

How To Pay Off Home Loan Early: હોમ લોન લાંબા ગાળાની હોય છે, જેથી ઘણી વખત બોજારૂપ લાગે છે. જો કે તમે અમુક ટ્રીક અપનાવી ઓછા સમયમાં હોમ લોન ચૂકવી દેવામુક્ત થઇ શકો છો. હોમ લોન વહેલી ચૂકવવાથી પૈસાની બચત થશે.

Written by Ajay Saroya
Updated : April 11, 2025 09:59 IST
Home Loan Tips: હોમ લોન વહેલી તકે કેવી રીતે ચૂકવવી? જાણો ટીપ્સ અને ફાયદા
Hoke Loan Tips : હોમ લોન ટીપ્સ. ( Photo: Freepik)

How To Pay Off Home Loan Early: હોમ લોન વડે ઘર ખરીદવામા સરળતા રહે છે. જો કે હોમ લોનની ચૂકવણી 20 થી 30 જેટલા લાંબા સમય સુધી ચાલે છે. આથી ઘણી વખતે હોમ લોન બોજા રૂપ લાગે છે. લાંબા ગાળાની હોય છે. જો તમે પણ હોમ લોન લીધી છે અને તેના ઈએમઆઈ ઝડપથી ચૂકવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં કેટલીક ટીપ્સ આપી છે જે તમને તમારી હોમ લોન ઇએમઆઈ ઝડપથી ચૂકવવામાં મદદ કરશે. આ સાથે તમને કેટલાક ફાયદા પણ મળશે, પરંતુ તે પહેલા એ જાણવું જરૂરી છે કે હોમ લોન વહેલી કેમ ચૂકવી દેવી જોઈએ.

જો તમે હોમ લોન લો છો અને જ્યારે તમે તેની ઈએમઆઈ ચૂકવવાનું શરૂ કરો છો, તો તમારે તેને દર મહિને વ્યાજ દર સાથે ચૂકવવું પડશે. હોમ લોનનો ઈએમઆઈ જેટલો વધારે હશે તેટલી જ વધુ રકમ તમારે ચૂકવવી પડશે. આ કારણે હોમ લોન વહેલી તકે ચૂકવી દેવાની સલાહ આપવામાં આવે છે.

Home Loan Tips | Home Loan EMI | Home Loan Default Solutions
Home Loan : હોમ લોન. (Photo: Freepik)

ઉદાહરણ તરીકે જો તમે 25 લાખ રૂપિયાની લોન લીધી હોય તો તેના પર તમારે 8 ટકા વ્યાજ ચૂકવવું પડે છે અને જો તમે 20 વર્ષનો સમયગાળો ધારો છો તો તમારે કુલ 48 લાખની આસપાસ રકમ ચૂકવવી પડશે. તેમા દર મહિને હોમ લોનનો ઈએમઆઈ 20 હજાર રૂપિયાથી વધુ શકે છે. એટલે કે હોમ લોન પેટે તમારે કુલ 23 લાખ રૂપિયા વધારે ચૂકવવા પડે છે. પરંતુ જો તમે જલદી હોમ લોનની ચૂકવણી કરશો તો વ્યાજની રકમ ઓછી કરવી પડશે.

હોમ લોન ઝડપથી ખતમ કરવાના બે રસ્તા છે, (1) હોમ લોન ઇએમઆઇ (Home Loan EMI) વધારી દો અને (2) હોમ લોનનું પાર્ટ પેમેન્ટ કરો. આ બંને વિકલ્પ દ્વારા તમે હોમ લોનના બોજ માંથી વહેલી તકે દેવા મુક્ત થઇ શકો છો.

હોમ લોન ઇએમઆઈ વધારો

હોમ લોનનો ઈએમઆઈ વધાર્યા બાદ તમને બે લાભ મળશે, (1) 80C હેઠળ ટેક્સમાં છૂટ મળશે. (2) કલમ 24બી હેઠળ વ્યાજમાં છૂટ મળશે. આ ઉપરાંત લોનના હપ્તાની રકમ વધારવાથી લોનની સમયગાળો પણ ઘણી હદ સુધી ઓછો થઇ જાય છે. તમે તમારા બજેટ અનુસાર દર વર્ષે બજેટના 10 ટકા ઈએમઆઈ વધારી શકો છો. આનાથી તમારા ઘણા પૈસા બચશે.

હોમ લોન પાર્ટ પેમેન્ટ

તમે હોમ લોન વહેલી ચૂકવવા માટે પાર્ટ પેમેન્ટ પણ કરી શકો છો અને શક્ય તેટલી વહેલી તકે દેવા મૂક્ત થઇ શકાય છે. આનાથી તમારી લોન પરનું વ્યાજ પણ ઓછું થઈ જશે. સાથે જ પાર્ટ પેમેન્ટ કરવાથી લોન ચૂકવણીનો સમયગાળો પણ ઘટી જાય છે.

આ પણ વાંચો | હોમ લોન EMI કેટલો ઘટશે? RBI એ રેપો રેટ ઘટાડતા 30 લાખની લોન પર કેટલી બચત થશે જાણો અહીં

જો તમે બંને પદ્ધતિઓ સાથે મળીને અજમાવશો, તો તમને તેનો મોટો ફાયદો થશે. એટલે કે, જો તમે સમયાંતરે એક લમ્પ સમ રકમ જમા કરાવો છો અને હોમ લોનનો ઇએમઆઈ હપ્તો પણ વધારો છો, તો તમારી હોમ લોન ટુંકા સમયમાં જ ચૂકવી દેવામુક્ત થઇ જશો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ