મોંઘી હોમ લોનથી પરેશાન છો? આ 4 ટીપ્સ ફોલો કરી ઉંચા વ્યાજ દરનો બોજ ઘટાડો

How To Reduce Home Loan Interest Burden : હોમ લોનના ઉંચા વ્યાજદરથી ઘણા લોકો પરેશાન છે. અહીંયા જણાવેલી 4 સરળ ટીપ્સ અનુસરી તમે તમારી લોનના ઉંચા વ્યાજ દરના બોજને ઘટાડી શકો છો.

Written by Ajay Saroya
March 07, 2024 18:09 IST
મોંઘી હોમ લોનથી પરેશાન છો? આ 4 ટીપ્સ ફોલો કરી ઉંચા વ્યાજ દરનો બોજ ઘટાડો
Home Loan : હોમ લોન (Photo - Freepik)

How To Reduce Home Loan Interest Burden : હોમ લોન ઘર ખરીદવામાં નાણાંકીય મદદ કરે છે. જો કે હાલ હોમ લોનના ઉંચા વ્યાજદરથી લોનધારકો પરેશાન છે. શું તમે તમારી હોમ લોન પરના ઊંચા વ્યાજ દરથી કંટાળી ગયા છો? જો તમને લાગે છે કે વર્ષોથી સતત ઈએમઆઈ ચૂકવવા છતાં ઊંચા વ્યાજ દરોને કારણે, તમારી હોમ લોનનો બોજ એટલો ઓછો થઈ રહ્યો નથી જેટલો હોવો જોઈએ, તો તમે અહીં જણાવેલી ટીપ્સ અજમાવવાનું વિચારી શકો છો.

જો તમે આ ટિપ્સની મદદથી તમારી હોમ લોન પર વ્યાજ દર ઘટાડવામાં સક્ષમ છો, તો તમે લોનની સમગ્ર મુદ્દત દરમિયાન ઘણા પૈસા બચાવી શકશો અને વ્યક્તિગત નાણાંની દ્રષ્ટિએ તમારી સ્થિતિ પહેલા કરતા વધુ સારી થઈ જશે. .

હોમ લોનની મુદત ટૂંકી રાખો

હોમ લોન પર તમારે કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડશે તે પણ તમારી લોનની મુદ્દત – સમયગાળા ઉપરથી નક્કી કરવામાં આવે છે. જો તમે 20, 25 અથવા 30 વર્ષ માટે લોન લો છો, તો લોનની માસિક ઇએમઆઈ ઓછી થઈ જાય છે, પરંતુ આવી લોન પર લાંબા સમય સુધી વ્યાજ ચૂકવવું પડે છે. આની અસર એ છે કે 20, 25 કે 30 વર્ષ દરમિયાન વ્યાજ તરીકે ચૂકવવામાં આવેલી કુલ રકમ ઘણી વધી જાય છે.

જો 10 કે 15 વર્ષ માટે લોન લેવામાં આવે છે, તો તે જ લોન પર માસિક ઇએમઆઈ વધારે હોઈ શકે છે, પરંતુ લોનના સમગ્ર કાર્યકાળ દરમિયાન ચૂકવવામાં આવતુ કુલ વ્યાજ ઘટી જાય છે. લોનની મુદ્દત ઘટાડવાથી વ્યાજનો બોજ કેટલો ઘટશે તે બાબત તમે કેલ્ક્યુલેટર વડે ચકાસી શકો છો. એટલે કે, જો તમે લોન લેતી વખતે સમજદારીપૂર્વક લોનની મુદ્દત પસંદ કરશો, તો તમારા પર વ્યાજનો બોજ ઓછો થશે.

home loan | Lowest Interest Rates | Lowest Home Loans Interest Rates | home loan emi | home loan payments
Home Loan : હોમ લોન ઘર ખરીદવામાં નાણાંકીય મદદ પુરી પાડે છે. (Photo – Freepik)Ij

હોમ લોન સમય પહેલા ચૂકવવાથી ફાયદો થશે

જો તમે સમય પહેલા હોમ લોન ચૂકવશો તો તમને ફાયદો થશે. આ માટે તમે ઇએમઆઈ ઉપરાંત વચ્ચે વચ્ચે અમુક વધારાની રકમની ચૂકવણી તમારા લોન એકાઉન્ટમાં સીધી પ્રિન્સિપલ એમાઉન્ટ ઘટાડવા માટે કરો. લોનના શરૂઆતના કેટલાક વર્ષો દરમિયાન, માસિક ઇએમઆઈમાં લોનની મૂળ રકમ કરતા વ્યાજનો હિસ્સો વધુ હોય છે. આવી સ્થિતિમાં, જો ઇએમઆઈ સિવાયની કોઈપણ રકમ પ્રીપેમેન્ટ તરીકે ચૂકવવામાં આવે છે, તો તે લોનની મૂળ રકમમાંથી બાદ કરવામાં આવે છે. આમ કરવાથી માત્ર દેવું જ ઝડપથી ઘટતું નથી, સાથે સાથે માસિક ઇએમઆઈમાં વ્યાજનો હિસ્સો પણ ઘટે છે.

સરળ શબ્દોમાં કહીયે તો, સમામ ઇએમઆઈ ચૂકવવાથી પણ તમારો લોન બોજ ઝડપથી ઘટવા લાગશે. બીજી એક વાત, બેંકો ફ્લોટિંગ રેટ હોમ લોન પર પ્રીપેમેન્ટ ચાર્જ લેતી નથી. પરંતુ જો તમારી હોમ લોન ફિક્સ્ડ રેટ વાળી છે, તો તમારે લોનના પ્રીપેમે પર પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. તેથી, આ વિશે બેંક પાસેથી માહિતી મેળવી લો.

બેંકને વ્યાજ દર ઘટાડવા ભલામણ કરો

જો તમારી હાલની હોમ લોન પર વ્યાજ દર ખૂબ ઉંચા છે, તો તમે વ્યાજદર ઘટાડવા માટે બેંકને વિનંતી કરી શકો છો. સામાન્ય રીતે, વ્યાજ દર ઘટાડવા માટે બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે, તેથી તમે વ્યાજદર ઘટાડીને વાસ્તવિક બચતનો અંદાજ કાઢવા માટે હોમ લોન રિફાઇનાન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો છો. તમને આવા કેલ્ક્યુલેટર ઓનલાઈન મળશે.

Loan | How to apply loan | personal finance tips | financial planning tips | Home Loan tips | financial tips
હોમ લોન હોય કે કાર લોન કોઇ પણ લોન લેતી વખતે તમામ નિયમો કાળજીપૂર્વક સમજી લેવા જોઇએ. (Photo – freepik)

ઓછા વ્યાજદર વાળી બેંકમાં લોન ટ્રાન્સફર કરો

જો હાલની બેંક તમારી હોમ લોન ના વ્યાજ દર ઘટાડવા માટે તૈયાર નથી, તો તમે અન્ય બેંકોની ઓફર વિશે માહિતી મેળવી ઓછા વ્યાજદર વાળી બેંકમાં લોન ટ્રાન્સફર વિશે વિચારી શકો છો. જો તમને કોઈ અન્ય બેંક તરફથી ખૂબ ઓછા વ્યાજ દરની ઓફર મળી રહી છે, તો તમે તમારી લોન ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ બેલેન્સ ટ્રાન્સફર કરતા પહેલા, નવી બેંકને ચૂકવવાની પ્રોસેસિંગ ફી સહિત લોન ટ્રાન્સફર સંબંધિત તમામ ખર્ચ વિશે સ્પષ્ટ જાણકારી મેળવી લેવી જોઇએ.

આ પણ વાંચો | હાઉસ રિનોવેશન લોન : ઘર રિપેરિંગ કરવા પૈસાની જરૂર છે? આ વિકલ્પ બનશે મદદરૂપ

હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરમાં લાભ ત્યારે જ મળે છે જો તમામ ખર્ચ બાદ કર્યા પછી તમે લોનને નવી બેંક માં ટ્રાન્સફર કરીને પૈસા બચાવી રહ્યા હોવ. એ પણ ધ્યાનમાં રાખો કે કેટલીકવાર બેંકો નવી લોન પર ટીઝર રેટ આપે છે, જે એક વર્ષ પછી વધી શકે છે. સંભવિત બચતની ગણતરી કરતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ