Google Updates : શું તમે નથી ઈચ્છતા કે અજાણ્યા લોકો Google પરથી તમારી વ્યક્તિગત માહિતી શોધે? આ રીતે પ્રાઇવસીને સુરક્ષિત રાખો

Google Updates : જો તમે નથી ઇચ્છતા કે અજાણ્યા લોકો Google પર તમારું નામ શોધે ત્યારે તમારો ફોન નંબર, ઇમેઇલ સરનામું અથવા ઘરનું સરનામું શોધે, તો તમે તે દૂર કરવા માટે આ એક નવી સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

Google Updates : જો તમે નથી ઇચ્છતા કે અજાણ્યા લોકો Google પર તમારું નામ શોધે ત્યારે તમારો ફોન નંબર, ઇમેઇલ સરનામું અથવા ઘરનું સરનામું શોધે, તો તમે તે દૂર કરવા માટે આ એક નવી સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
how to remove Google Search result and personal information (Image Zohaib AhmedThe Indian Express)

Google Updates : શું તમે નથી ઈચ્છતા કે અજાણ્યા લોકો Google પરથી તમારી વ્યક્તિગત માહિતી શોધે? આ રીતે પ્રાઇવસીને સુરક્ષિત રાખો

Google એ વિશ્વનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન છે, તેથી જો કોઈ પણ સંજોગોમાં તે તેના ગુગલ રિઝલ્ટમાં તમારી પર્સનલ ઇન્ફર્મેશન બતાવવાનું શરૂ કરે છે, તો તે સમસ્યા બની શકે છે ખાસ કરીને જો તમે ઇન્ટરનેટ પર લો ફૂટપ્રિન્ટ પસંદ કરો છો.

Advertisment

જો તમે નથી ઇચ્છતા કે અજાણ્યા લોકો Google પર તમારું નામ શોધે ત્યારે તમારો ફોન નંબર, ઇમેઇલ સરનામું અથવા ઘરનું સરનામું શોધે , તો તમે તેમને દૂર કરવા માટે એક નવી સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધા હાલમાં માત્ર પસંદગીના દેશોમાં જ ઉપલબ્ધ છે પરંતુ સર્ચ એન્જિન તેને વધુ જગ્યામાં રોલઆઉટ કરવાનો પ્લાન કરી રહી છે.

Google સર્ચ રિઝલ્ટ માંથી તમારી માહિતી કેવી રીતે દૂર કરવી

"રીમુવ રિઝલ્ટ" નામની સુવિધા હજુ પણ બીટા ટેસ્ટમાં છે, પરંતુ તે તમને Google ને સર્ચ રિઝલ્ટમાંથી તમારી પર્સનલ કોન્ટેક્ટ ઇન્ફર્મેશન ધરાવતા અમુક વેબપેજને દૂર કરવા રિકવેસ્ટ કરવાની મંજૂરી આપે છે. જો કે, આનો અર્થ એ નથી કે માહિતી ઇન્ટરનેટ અથવા મૂળ વેબસાઇટ પરથી રીમુવ કરવામાં આવે છે. તે હજી પણ ત્યાં હશે.

આ પણ વાંચો: Smart TV Launched : ઘરમાં થિયેટર જેવી ફિલ્મની મજા માણો: ભારતમાં લોન્ચ થયા મોટી સ્ક્રીનના બે નવા સ્માર્ટ ટીવી, કિંમત જાણી ચોંકી જશો

Advertisment

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે,આ સ્ટેપ અનુસરો

  • ગુગલ પર તમારું નામ સર્ચ કરો.
  • તમે જે માહિતી દૂર કરવા માંગો છો તે વેબ પેજ શોધો અને તેની બાજુના ત્રણ વર્ટિકલ પોઇન્ટ પર ક્લિક કરો.
  • ઉપરના જમણા ખૂણે “Remove result” પર ક્લિક કરો.
  • તમે પાંચ વિકલ્પો જોશો, પરંતુ ફોન નંબર, ઇમેઇલ સરનામું અને ઘરનું સરનામું માટે, "તે મારી વ્યક્તિગત સંપર્ક માહિતી બતાવે છે." અન્ય વિનંતીઓ માટે, અન્ય વિકલ્પોની બાજુના તીર પર ક્લિક કરો.
  • જમણી બાજુના એરો પર ક્લિક કરો અને પછી "ઓપેન" પર ક્લિક કરો.
  • તમારું નામ અને મેળ ખાતી સંપર્ક માહિતી એન્ટર કરો જેને તમે દૂર કરવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારો વ્યક્તિગત ફોન નંબર દૂર કરવા માંગો છો, તો ખાતરી કરો કે તમે તેને એન્ટર કરો છો. પછી ફરીથી "કિપ ગોઈંગ" પર ક્લિક કરો અને પછી "સેન્ડ" પર ક્લિક કરો.
  • જો તમે તમારી રિકવેસ્ટને રીવ્યુ કરવા માંગતા હો, તો "રીમુવ રિકવેસ્ટ" બટન પર ક્લિક કરો.

મોટાભાગના કિસ્સાઓમાં, Google ને સર્ચ રિઝલ્ટ દૂર કરવામાં 3-4 અઠવાડિયા લાગે છે, જો કે કેટલીક પરિસ્થિતિઓમાં પ્રક્રિયા નોંધપાત્ર રીતે ઝડપી બને છે.

આ પણ વાંચો: X New Feature : એલોન મસ્કના X પ્લેટફોર્મ પર ઓડિયો વિડિયો કોલ ફીચર લોન્ચ,આ રીતે કરો ઉપયોગ

તમારી રિકવેસ્ટની સ્થિતિ કેવી રીતે તપાસવી

તમે તમારા Google એકટીવીટી પેજ પર જઈને તમારી રિકવેસ્ટનું સ્ટેટસ પણ આ રીતે ચકાસી શકો છો.

  • તમારા Google એકાઉન્ટના "ડેટા અને પ્રાઇવસી" વિભાગ પર જાઓ અને "માય એકટીવીટી" સુધી નીચે સ્ક્રોલ કરો.
  • સર્ચ બારમાં 3 પોઇન્ટ પર ક્લિક કરો અને "other એકટીવીટી" પસંદ કરો.
  • "Manage your result " પર ક્લિક કરો અને તમે તમારી રિકવેસ્ટની સ્થિતિ જોશો.

તમે મલ્ટી પર્પઝ માટે વિનંતી સબમિટ કરવા માટે પણ આ લિંકનો ઉપયોગ કરી શકો છો. જો તમે અન્ય પ્રકારની વ્યક્તિગત માહિતી, જેમ કે બેંક એકાઉન્ટ નંબર દૂર કરવા માંગતા હો, તો યોર પર્સનલ કન્ટેટ ઇન્ફર્મેશન" વિકલ્પ પસંદ કરો.

આ સુવિધા તમને તમારી પ્રાઇવસીને સુરક્ષિત કરવામાં અને લોકો માટે Google પર તમારી પર્સનલ ઇન્ફર્મેશન સર્ચ કરવાનું મુશ્કેલ બનાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ