WhatsApp : વોટ્સએપ પર હવે જાતે જ HD માં શેર થશે ફોટા અને વીડિયો, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત

WhatsApp HD Photos And videos Send : વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે જેના દ્વારા યુઝર્સ આપમેળે એચડી ઇમેજ અને વીડિયો શેર કરી શકશે

Written by Ashish Goyal
March 27, 2024 16:38 IST
WhatsApp : વોટ્સએપ પર હવે જાતે જ HD માં શેર થશે ફોટા અને વીડિયો, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત
હવે વોટ્સએપ પર યુઝર્સ માટે વધુ એક ઉપયોગી ફીચર આવ્યું છે (Image credit: Meta)

WhatsApp HD Photos And videos Send : હવે વોટ્સએપ પર યુઝર્સ માટે વધુ એક ઉપયોગી ફીચર આવ્યું છે. મેટાએ તેના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે એચડી ફોટા અને વીડિયો શેરિંગને સરળ બનાવ્યું છે. વોટ્સએપ યુઝર્સને થોડા મહિના પહેલા પ્લેટફોર્મ પર એચડી ક્વોલિટીમાં મલ્ટીમીડિયા ફાઇલ્સ શેર કરવાનો વિકલ્પ મળ્યો હતો. જોકે હાલની સ્થિતિએ હાઇ ડેફિનેશનમાં વીડિયો અથવા ઇમેજ મોકલવા માટે દરેક વખતે એચડી વિકલ્પને ટેપ કરવું પડે છે. પરંતુ લેટેસ્ટ બીટા અપડેટ સાથે એક નવું ફીચર આવ્યું છે જેના દ્વારા યુઝર્સ આપમેળે એચડી ઇમેજ અને વીડિયો શેર કરી શકશે.

હાલમાં નવું ફીચર વોટ્સએપ બીટા વર્ઝન 2.24.7.17 પર ઉપલબ્ધ છે

હાલમાં નવું ફીચર વોટ્સએપ બીટા વર્ઝન 2.24.7.17 પર ઉપલબ્ધ છે. હવે યુઝર્સ મીડિયા ક્લોલિટી અપલોડ કરવા માટે સ્ટાન્ડર્ડ અને એચડીના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરી શકે છે. ડિફોલ્ટ તરીકે આ વિકલ્પ સ્ટાન્ડર્ડ પર સેટ હોય છે અને વોટ્સએપ પર સ્ટોરેજ સ્પેસ અને ઇન્ટરનેટ બચાવવા માટે ફાઇલને કંપ્રેસ કરી દેશે. જ્યારે એચડી ઓપ્શન ઇનેબલ થશે તો દરેક ફોટા અને વીડિયોન હાઇ રિઝોલ્યૂશનમાં જ શેર થશે. જોકે આ ક્વોલિટીમાં ડેટા અને સ્ટોરેજનો વપરાશ વધુ રહેશે અને અનેક મીડિયા ફાઇલ્સ શેર કરતી વખતે સ્પીડ ઓછી થઇ જશે.

ફોટો અને વીડિયોને ઓટોમેટિક HD ક્વોલિટીમાં મોકલવાની રીત

-સૌથી પહેલા WhatsApp પર જાઓ-પછી એપના સેટિંગ્સ (Settings) ઓપ્શન પર જાઓ-અને પછી સ્ટોરેજ અને ડેટા (Storage and data)પર ટેપ કરો-તે પછી મીડિયા ક્વોલિટી અપલોડ (Media quality upload)પર ક્લિક કરો-અને પછી HD ઓપ્શન સિલેક્ટ કરો.

WhatsApp, WhatsApp HD Photos And videos Send
ફોટો અને વીડિયોને ઓટોમેટિક HD ક્વોલિટીમાં મોકલવાની રીત

આ પણ વાંચો – વોટ્સએપનું નવું ફીચર્સ લોન્ચ, યુઝર્સ હવે એક ચેટમાં મલ્ટીપલ મેસેજ પિન કરી શકે છે

એક વખત આ ઓપ્શન ઇનેબલ થઇ ગયા બાદ વોટ્સઅપ શેર કરતી વખતે ફોટો અને વીડિયો કોમ્પ્રેસ નહીં થાય. જો કે એચડી ઓપ્શન ઇનેબલ હશે તો પણ યુઝર્સ ઓરિજિનલ ક્વોલિટીમાં મલ્ટિમીડિયા શેર નહીં કરી શકે. જો તમે ઓરિજનલ ક્લોલિટીમાં મીડિયા ફાઇલો શેર કરવા માંગતા હો તો તમે તેને ડોક્યુમેન્ટ તરીકે મોકલી શકો છો.

જો તમે એચડી ઓપ્શન સિલેક્ટ કરીને ચેટ બેકઅપને એક્ટિવેટ કરશો તો ચેટ બેકઅપની સાઇઝમાં નોંધપાત્ર વધારો થશે. ગુગલે હાલમાં જ વોટ્સએપ બેકઅપ માટે ફ્રી ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ ફીચર બંધ કરી દીધું છે. જો તમે વોટ્સએપ પર ઘણી મીડિયા ફાઇલ્સ હાઇ-ક્વોલિટીમાં શેર કરો છો, તો તમારે તમારા આખા વોટ્સએપ ડેટાને બેકઅપ લેવા માટે ગુગલ વન સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ