How To Use Diwali Bonus : દિવાળી બોનસનો ઉપયોગ આવી રીતે કરો, સારી કમાણી થવાની સાથે સાથે ભવિષ્ય સુરક્ષિત બનશે

Diwali Bonus Investment Tips : દિવાળી બોનસની રકમ નાની હોય કે મોટી, જો તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી સારી કમાણી કરી શકો છો સાથે સાથે તમારા અને તમારા ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી શકો છો

Diwali Bonus Investment Tips : દિવાળી બોનસની રકમ નાની હોય કે મોટી, જો તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી સારી કમાણી કરી શકો છો સાથે સાથે તમારા અને તમારા ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી શકો છો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Personal Finance Tips: બચત, રોકાણ અને નાણાંકીય આયોજન વખતે આ બાબત ધ્યાનમાં રાખો, નહીંત્તર થશે નુકસાન

એક વ્યક્તિએ નાણાંકીય આયોજન કરવું જોઇએ. (Photo - Canva)

How To Use Diwali Bonus : દિવાળી પર ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને બોનસ આપે છે. કેટલાક લોકોને બોનસ તરીકે મોટી રકમ મળે છે, જ્યારે કેટલાકને મળેલું બોનસ એટલું સારું નથી. તેમ છતાં બોનસ મળવાથી તહેવારની ખુશી અમુક અંશે ચોક્કસ વધી જાય છે. પરંતુ જો તમે તમારી પ્રાથમિકતાઓ કાળજીપૂર્વક નક્કી કરો છો, તો તમે દિવાળી બોનસમાં મળેલી રકમ તમારા સારા ભવિષ્ય માટે યોગ્ય જગ્યાએ ખર્ચી શકો છો. અહીયાં દિવાળી બોનસનો ખર્ચ કરવાની ટીપ્સ જણાવી છે, જેથી તમારા બોનસની રકમ સુરક્ષિત રહેશે અને વળતર પણ મળશે.

Advertisment

ટેક્સ બચાવવા માટે રોકાણ કરો (Tax Saving Investment)

જો તમે આવકવેરો ચૂકવો છો અને ઓછા રોકાણને કારણે સંપૂર્ણ કર મુક્તિનો ઉપયોગ કરી શકતા નથી, તો તમે આ અધૂરા લક્ષ્યને પૂર્ણ કરવા માટે દિવાળી બોનસનો ઉપયોગ કરી શકો છો. ઇન્ટમટેક્સ બચાવતા રોકાણોમાં રિયલ રેટ ઓફ રિટર્નનો દર ઘણો ઊંચો છે, કારણ કે આવા રોકાણો પર તમને વ્યાજ અથવા નફાની સાથે ટેક્સ બચાવવાનો લાભ મળે છે. ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) આવા રોકાણનું ઉત્તમ ઉદાહરણ બની શકે છે.

Investment
Form 15G and 15H: આ ફોર્મ એ જણાવવા માટે ભરવામાં આવે છે કે આખા નાણાકીય વર્ષમાં વ્યક્તિની આવક એટલી નથી કે જેના પર ટેક્સ લગાવી શકાય.

હાલના રોકાણમાં વધારો

તમે તમારા વર્તમાન રોકાણોને ટોપ-અપ કરવા માટે દિવાળી બોનસનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સારું રિટર્ન આપી રહી છે, તો તમે તેમાં કેટલાક વધારાના પૈસા જમા કરી શકો છો. આનાથી તમે તમારા નાણાકીય લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરી શકશો.

Advertisment

નવા રોકાણની શરૂઆત કરો (New Investment)

જો તમે હજુ સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી કરતા, તો તમે દિવાળી બોનસનો ઉપયોગ કરીને રોકાણની શરૂઆત કરી શકો છો. નિવૃત્તિ અને બાળકોના શિક્ષણ જેવા લાંબા ગાળાના ધ્યેયો માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સારું છે. અને જો તમે વેકેશન અથવા કાર ખરીદવા જેવા ટૂંકા ગાળાના ધ્યેયો માટે રોકાણ કરવા માંગતા હો, તો તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો.

Financial Planning Tips | wealth management | Money Management | personal finance tips | how to saving | investment | money saving | lessons from navratri
દરેક વ્યક્તિએ સુવ્યસ્થિત નાણાંકીય આયોજન કરવું જોઇએ. (Photo- Canva)

દેવાની ચૂકવણીને પ્રાથમિકતા આપો (Debt Investment)

દિવાળી બોનસનો ઉપયોગ તમારા વર્તમાન દેવાની ચૂકવણી અથવા દેવું ઘટાડવા માટે પણ થઈ શકે છે. જો તમારી પર એકથી વધુ લોન છે, તો પહેલા તે લોનની ચુકવણી કરો જેના પર સૌથી વધુ વ્યાજ ચૂકવવું પડે છે. સામાન્ય રીતે, ક્રેડિટ કાર્ડની લોન સૌથી મોંઘી હોય છે, તેથી તેની ચૂકવણીને સૌથી પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ. પર્સનલ લોન પર વ્યાજ દર પણ ઊંચો છે, તેથી દિવાળી બોનસનો ઉપયોગ તેને ચૂકવવા માટે પણ કરી શકાય છે. ત્યારબાદ તમે કાર લોન ચૂકવવા વિશે વિચારી શકો છો. હોમ લોન સામાન્ય રીતે સૌથી સસ્તી હોય છે, તેથી તેનો નંબર પાછળ રાખવામાં કોઈ નુકસાન નથી. ઊંચા વ્યાજદરવાળી લોનની વહેલી ચૂકવણી કરવાથી કે ઘટાડવાથી તમારો નાણાકીય બોજ ઘટશે. તેનાથી તમને માનસિક શાંતિ પણ મળશે.

હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો (Health Insurance)

જો તમારી પાસે હજી પણ હેલ્થ ઈન્સ્યોરન્સ નથી, તો તમે દિવાળી બોનસનો ઉપયોગ કરીને આ મહત્વપૂર્ણ કામ પતાવી શકો છો. તમારી અને તમારા સમગ્ર પરિવારની આર્થિક સુરક્ષા માટે તમારી જરૂરિયાત મુજબ પુરતો હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજ લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Insurance Policy Documents | Insurance Policy claim | Insurance Policy Documents tips | Expert tips for decoding insurance policy documents
ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે પોલિસીના ડોક્યુમેન્ટ સાવચેતીપૂર્વક વાંચી લેવા જોઇએ.

ઈમરજન્સી ફંડ બનાવો (Emergency Funds)

તમારી પાસે ઓછામાં ઓછી આ રકમ ઈમરજન્સી ફંડ તરીકે હોવી જોઈએ જે તમારા 6 મહિનાના ખર્ચને પહોંચી વળે તેટલી હોવી જોઇએ. જો તમે ઈમરજન્સી ફંડને 8 મહિના અથવા એક વર્ષના ખર્ચના બરાબર રાખી શકો તો તે વધુ સારું રહેશે. જો તમે હજુ સુધી ઈમરજન્સી ફંડની વ્યવસ્થા કરી નથી અથવા તો આ ફંડની રકમ ઓછી છે, તો તમે દિવાળી બોનસની મદદથી આ અછતને દૂર કરી શકો છો.

આ પણ વાંચો | સંવત 2080માં શેર, સોનું અને ડેટમાં કેટલું રોકાણ કરવું? આ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવી તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવો

યોગ્ય રોકાણથી પૈસા વધશે

શક્ય છે કે તમને દિવાળી બોનસ તરીકે મળતી રકમ ઓછી કે વધુ ન હોય, પરંતુ જો તમે તેને સમજી વિચારીને અને યોગ્ય રીતે રોકાણ કરશો તો ભવિષ્યમાં નાની રકમનો ઘણો ફાયદો થઈ શકે છે. જો તમે ઉપર જણાવેલી રીતે દિવાળી બોનસનો ઉપયોગ કરો છો, તો તે તમારા અને તમારા પરિવારના ભવિષ્યને સુધારવામાં અને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

સોનું ચાંદી diwali બિઝનેસ Investment શેર બજાર