PF Withdrawal : ઘરે બેઠા ઓનલાઈન પીએફના પૈસા ઉપાડવા ક્યા દસ્તાવેજો જરૂરી છે? જાણો પીએફ વિડ્રો કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

Online PF Withdrawal Process : પીએફ (પ્રોવિડન્ટ ફંડ) માંથી ઘરે બેઠાં ઓનલાઈન રકમ ઉપાડ શકાય છે. આ માટે કર્મચારીએ સાવેચતી પૂર્વક આવશ્યક દસ્તાવેજો સાથે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય છે.

Written by Ajay Saroya
February 22, 2024 20:28 IST
PF Withdrawal : ઘરે બેઠા ઓનલાઈન પીએફના પૈસા ઉપાડવા ક્યા દસ્તાવેજો જરૂરી છે? જાણો પીએફ વિડ્રો કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
PF Withdrawal Online : ઓનલાઈન પીએફ વિથ્રો કરી શકાય છે. (Photo - Freepik)

Online PF Withdrawal Process 2024: પ્રોવિડન્ટ ફંડ (પીએફ) એ દેશમાં નોકરી કરતા લોકો માટે સરકારની નિવૃત્તિ બચત યોજના છે. પ્રોવિડન્ટ ફંડ (પીએફ), જે દેશની સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે, તે 1952 માં રજૂ કરવામાં આવ્યું હતું. પ્રોવિડન્ટ ફંડ એ એક સરકારી યોજના છે જે કર્મચારીઓને તેમની નિવૃત્તિ માટે બચત કરવામાં મદદ કરે છે. પીએફ યોજના હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને કર્મચારીના પગારમાંથી ચોક્કસ ટકાવારીમાં રકમ જમા કરે છે. પીએફ ડિપોઝીટ પર પણ વ્યાજ મળે છે.

આ સ્કીમ હેઠળ જમા થનાર પૈસા નિવૃત્તિના સમયે, રાજીનામાંના સમયે અને કર્મચારીના નિધન સમયે તેના પરિવારને મળે છે. પરંતુ પ્રોવિડન્ટ ફંડ માંથી પૈસા ઉપાડ કર્મચારી માટે મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. આજે અમે તમને પ્રોવિડન્ટ ફંડ માંથી કેવી રીતે ઓનલાઇન પૈસા ઉપાડી શકાય છે, તેના વિશે જણાવીશું

ઓનલાઈન પીએફ ઉપાડવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? (What documents are required to withdraw PF online?)

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (Universal Account Number (UAN))ઇપીએફ સબસ્ક્રાઇબરના બેંક ખાતાની માહિતીઓળખ કાર્ડ અને સરનામાનો પુરાવોIFSC કોડ અને એકાઉન્ટ નંબર સાથેનો કેન્સલ ચેક (Cancelled check)

UAN વડે કેવી રીતે ઓનલાઈન પીએફ ઉપાડી શકાય? (How do withdraw PF online with UAN?)

સૌથી પહેલા યુએએન પોર્ટલ (UAN Portal) પર જાઓ. અહીંયા ક્લિક કરીને UAN પોર્ટલને ઍક્સેસ કરી શકો છો.

યુએએન પોર્ટલ પર જાઓ અને તમારા UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) નંબર અને પાસવર્ડથી લોગિન કરો. ધ્યાનમાં રાખો કે કેપ્ચા યોગ્ય રીતે દાખલ કરો અને સાઇન ઇન પર ક્લિક કરો.

સફળ લોગિન પછી, ‘મેનેજ’ પસંદ કરો અને લિસ્ટ માંથી ‘KYC’ વિકલ્પ પસંદ કરો. તમને જણાવી દઈએ કે આધાર, PAN અને બેંકની માહિતી જેવી KYC વિગતો ચકાસવા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.

કેવાયસી વેરિફિકેશન પછી, ઓનલાઈન સર્વિસ ટેબ પર જાઓ. અહીં તમને ‘ક્લેમ (Form -31, 19, 10C અને 10D)’નો વિકલ્પ મળશે. પીએફ ક્લેમની પ્રક્રિયા શરૂ કરવા માટે આ વિકલ્પ પસંદ કરો.

પીએફ મેમ્બરની સભ્ય વિગતો ચકાસો. આ પછી, તમને સ્ક્રીન પર મેમ્બર ડિટેલ, કેવાયસી ઇન્ફોર્મેશન અને અન્ય સેવા સંબંધિત વિગતો મળશે. આ પછી તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો અને આપેલ વિગતોને કન્ફર્મ કરવા માટે ‘વેરીફાઈ’ વિકલ્પ પસંદ કરો.

સર્ટિફિકેટ ઓફ અંડરટેકિંગ (Certificate Of Undertaking) પર Agree કરવા માટે Yes નો વિકલ્પ પસંદ કરો. તમને જણાવી દઇયે કે, આ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે.

હવે ઓનલાઈન ક્લેમ કરવા આગળ વધવા માટે ‘પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ’ (Proceed For Online Claim) પર ક્લિક કરો.વિકલ્પ પસંદ કરો.

પીએમ ક્લેમ ફોર્મમાં ‘I Want To Apply For’ ટેબ પર જાઓ અને તમે કયા પ્રકારનો ક્લેમ કરવા માંગો છો તે દર્શાવો. તમને Full EPF Settlement, EPF Partial Withdrawal (Loan Or advance) અન પેન્શન વિથ્રોલ (Pension Withdrawal) ઉપાડ જેવા વિકલ્પો મળશે.

પીએફ ક્લેમ વિગતો ભરો. PF Advance (From 31) જેવા દાવા માટે, તમે શા માટે પીએફ રોકાણ ના પૈસા ઉપાડવા માંગો છો તે જણાવો. ઉપરાંત જરૂરી રકમ અને હાલના સરનામાની વિગત દાખલ કરો.

હવે સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો અને એપ્લિકેશન સબમિટ કરો. તમારા ક્લેમ મુજબ, તમારે એપ્લિકેશન સંબંધિત સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવા પડશે.

Small Savings Scheme Interest Rate | Small Savings Scheme Rate | SCSS | Bank FD Rate | KVC | PPF Rate | saving scheme
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાના વ્યાજદરમાં ત્રિમાસિક ધોરણે ફેરફાર કરે છે. (Photo : Canva)

ક્યારે પીએફ વિડ્રો ઉપાડી શકાય? (When Can We PF Withdrawal?)

કોઈપણ વ્યક્તિ તેના કર્મચારી ભવિષ્ય નિધિમાંથી સંપૂર્ણ અથવા આંશિક રકમ ઉપાડી શકે છે.

પીએફ માંથી સંપૂર્ણ ઉપાડ કરવા બે સંજોગોમાં મંજૂરી મળે છે. પ્રથમ- જો કોઈ વ્યક્તિ નિવૃત્ત થઈ રહ્યો હોય તો તે તેના ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ 1 મહિનાથી વધુ સમય સુધી કામ ન કરે તો તેને કુલ EPFની 75 ટકા રકમ ઉપાડવાની મંજૂરી મળે છે. જો નોકરી વગર બે મહિનાથી વધુ સમય થઈ ગયો હોય, તો બાકીના 25 ટકા પૈસા પણ ઉપાડી શકાય છે.

નોંધનીય છે કે, નોકરી બદલતી વખતે એટલે કે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જાય તો કર્મચારી સંપૂર્ણ ઇપીએફ બેલેન્સ ઉપાડી શકશે નહીં.EPF ના આંશિક ઉપાડ (Partial Withdrawal) ની વાત કરીએ તો, ઘણા સંજોગોમાં પૈસા ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ છે.

તેમા, જો મેડિકલ જરૂરિયાતો માટે પૈસાની જરૂર હોય, એટલે કે કોઈપણ બીમારી દરમિયાન, મૂળ પગારના છ ગણા અથવા કર્મચારીના હિસ્સાની સંપૂર્ણ રકમ વ્યાજ સાથે ઉપાડી શકાય છે.

લગ્ન સમયે પણ EPFમાંથી 50 ટકા પૈસા ઉપાડી શકાય છે. પરંતુ આ માટે જરૂરી છે કે તમારી નોકરીના 7 વર્ષ પૂરા થયા હોય.

7 વર્ષની નોકરી પછી, ખાતાધારક તેના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે કર્મચારીના હિસ્સાના 50 ટકા સુધી પીએફ રકમ ઉપાડી શકે છે.

આ પણ વાંચો | ઓછા ખર્ચે મેળવો ખર્ચાળ કેન્સરની સારવાર, જાણો એલઆઈસી કેન્સર કવર પ્લાનના ફાયદા

પીએફ મેમ્બર જમીન ખરીદવા માટે બેઝિક માસિક પગારની 24 ગણા અને મકાન બનાવવા માટે 36 ગણી રકમ રકમ ખાતામાં ઉપાડી શકે છે. તેની માટે 5 વર્ષની નોકરી હોવી ફરજિયાત છે.

હોમ લોન રિપેમેન્ટ માટે કર્મચારીઓ કુલ પીએફ બેલેન્સમાંથી તેમના માસિક બેઝિક પગારની 36 ગણા સુધી રકમ ઉપાડી શકે છે. આ માટે 10 વર્ષની નોકરી જરૂરી છે.

ઘરની રિનોવેશન – રિપેરિંગ માટે કર્મચારી પોતાના પીએફ બેલેન્સની 12 ગણી સુધી રકમ અને ડિયરનેસ એકાઉન્ટ ઉપાડી શકે છે.

રિયાટરમેન્ટ પહેલા 58 વર્ષના થયા બાદ પણ કર્મચારીઓ તેમની પીએફની 90 ટકા રકમ વ્યાજ સાથે ઉપાડી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ