HTC WildFire E4 Plus: 50 એમપી કેમેરા અને 4850mAh બેટરી સાથે HTC વાઇલ્ડફાયર ઇ5 સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત

HTC WildFire E4 Plus Price And Specifications : એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14, 4850mAh બેટરી અને ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ એચટીસી સ્માર્ટફોનમાં શું ખાસ છે.

Written by Ajay Saroya
August 11, 2025 15:46 IST
HTC WildFire E4 Plus: 50 એમપી કેમેરા અને 4850mAh બેટરી સાથે HTC વાઇલ્ડફાયર ઇ5 સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત
HTC WildFire E4 Plus Launch Price : એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્માર્ટફોન યુનિસોક ટી 606 ચિપસેટ અને એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. (Photo: Social Media)

HTC WildFire E4 Plus Launch : એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્માર્ટફોન લોન્ચ થયો છે. એચટીસીનો આ નવો બજેટ સ્માર્ટફોન થાઇલેન્ડમાં લોન્ચ થયો છે. એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ હેન્ડસેટમાં 6.74 ઇંચની મોટી ડિસ્પ્લે, એચડી+ રિઝોલ્યુશન, 4850mAhની બેટરી આપવામાં આવી છે. આ એચટીસી ફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્માર્ટફોન યુનિસોક ટી 606 ચિપસેટ અને એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. આ એચટીસી હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સ વિશે દરેક વિગત

HTC Wildfire E4 Plus Price : એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ કિંમત

એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્માર્ટફોન થાઇલેન્ડમાં 3,599 THB (લગભગ 9,747 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહકો આ સ્માર્ટફોનને બ્લેક અને લાઇટ બ્લુ કલરમાં ખરીદી શકે છે. કંપનીએ આ ફોનને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. આ ફોન થાઇલેન્ડમાં એચટીસીની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

HTC Wildfire E4 Plus Specifications : એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્પેસિફિકેશન્સ

એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફ્લેટ ટચસ્ક્રીન છે જે એચડી + રિઝોલ્યુશન અને 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. ડિસ્પ્લેની આસપાસ જાડા બેઝલ્સ જોવા મળે છે. આ હેન્ડસેટમાં ઓક્ટા-કોર યુનિસોક ટી606 ચિપસેટ છે. ફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટની જમણી બાજુએ વોલ્યુમ રોકર્સ અને પાવર બટન્સ આપવામાં આવ્યા છે.

એચટીસી વાઇલ્ડફાયર ઇ4 પ્લસ સ્માર્ટફોનમાં 50 એમપીનો પ્રાઇમરી ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 0.3 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો, વોટર ડ્રોપ-સ્ટાઇલ નોચ આપવામાં આવ્યો છે. પાછળના ભાગમાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ પણ છે. આ ફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. હેન્ડસેટમાં 4850mAhની બેટરી છે જે10W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

એચટીસીનો આ ફોન થોડા મહિના પહેલા ગૂગલ પ્લે કન્સોલ વેબસાઇટ પર જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કંપનીએ 2021માં એચટીસી વાઇલ્ડફાયર ઇ3 લોન્ચ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ