Huawei Mate X7 Launch : ફોલ્ડેબલ ફોન હુવાઈ મેટ એક્સ 7 લોન્ચ, વાયરલેસ ચાર્જિંગ અને ટ્રિપલ રિયર કેમેરા, જાણો કિંમત

Huawei Mate X7 Launched in India : હુવાઈ મેટ એક્સ 7 લેટેસ્ટ બુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન છે. Huawei Mate X7 ફોનમાં 16 જીબી રેમ, 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આવે છે. આ લેટેસ્ટ ફોલ્ડેબલ હુવાઈ ફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો

Written by Ajay Saroya
November 25, 2025 15:36 IST
Huawei Mate X7 Launch : ફોલ્ડેબલ ફોન હુવાઈ મેટ એક્સ 7 લોન્ચ, વાયરલેસ ચાર્જિંગ અને ટ્રિપલ રિયર કેમેરા, જાણો કિંમત
Huawei Mate X7 Smartphone Launch : હુવાઈ મેટ એક્સ 7 સ્માર્ટફોન લોન્ચ થયો છે. (Photo: Social Media)

Huawei Mate X7 Launch Price : હુવાઈ મેટ એક્સ 7 સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયા છે. હુવાઈ મેટ એક્સ 7 લેટેસ્ટ બુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન છે, જે 2024 માં લોન્ચ થયેલ મેટ એક્સ 6 નું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. હુવાઈ મેટ એક્સ 7 ફોલ્ડેબલ ફોનમાં 8 ઇંચની મોટી ઇનરલ ડિસ્પ્લે છે. આ હેન્ડસેટમાં 16 જીબી રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને હુવાઈની Kitin ચિપસેટ છે. નવા હુવાઈ મેટ એક્સ 7 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

Huawei Mate X7 Price : હુવાઈ મેટ એક્સ 7 કિંમત

હુવાઈ મેટ એક્સ 7 ફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 યુઆન (લગભગ 1,63,500 રૂપિયા) છે. આ ફોલ્ડેબલ ફોનનું 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 13,999 યુઆન (લગભગ 1,76,000 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોન બ્લેક, બ્લુ, પર્પલ, રેડ અને વ્હાઇટ રંગોમાં આવે છે.

ચાઇનીઝ કંપનીએ Huawei Mate X7 Collector’s Edition પણ લોન્ચ કર્યું છે, જે 14,999 યુઆન (લગભગ 1,88,700 રૂપિયા) થી શરૂ થાય છે.

Huawei Mate X7 Features : હ્યુઆવેઇ મેટ એક્સ 7 ફીચર્સ

હુવાઈ મેટ એક્સ 7 ફોનમાં 8-ઇંચ (2,210 x 2,416 પિક્સેલ) લવચીક LTPO OLED ઇનર સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટ, 240Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ અને 2500 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસ પ્રદાન કરે છે. ફોનમાં 6.49-ઇંચ (1,080 x 2,444 પિક્સેલ) ક્વાડ-કર્વ્ડ LTPO OLED ડિસ્પ્લે છે જે 3000 નિટ્સ પીક બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે.

બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ હેન્ડસેટમાં Kirin 9030 Pro ચિપસેટ છે. આ ડિવાઇસમાં 12 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. આ ફોન HarmonyOS 6 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે.

ડિવાઇસને પાવર આપવા માટે, એક મોટી 5600mAh બેટરી આપવામાં આવી છે જે 66W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે, હ્યુઆવેઇ મેટ એક્સ 7 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં વેરિયેબલ એપરચર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, એપર્ચર એફ / 2.2 સાથે 40 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા છે. હેન્ડસેટની ઇનતર અને બાહ્ય સ્ક્રીન પર 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

કનેક્ટિવિટી માટે, આ ડિવાઇસમાં વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 6.0, બ્લૂટૂથ લો એનર્જી (એલઇ), યુએસબી ટાઇપ-સી, જીપીએસ, એ-જીપીએસ જેવા ફીચર્સ છે. હેન્ડસેટનું માપ 156.8 x 73.8 x 9.5mm અને વજન લગભગ 235 ગ્રામ છે. આ ફોલ્ડેબલ ફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP58 + IP59 રેટિંગ ધરાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ