Huawei Mate XT Launch: હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન દુનિયાનો સૌથી અનોખો ફોન, 3 વખત ફોલ્ડ થશે, આઇફોન 16 ને આપશે ટક્કર

Huawei First Triple Folding Phone: હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન 3 વખત ફોલ્ડ થતો સ્માર્ટફોન છે. આ ટ્રિપલ ફોલ્ડેબલ સ્માર્ટફોન 1TB સ્ટોરેજ, 5600mAh મોટી બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ

Written by Ajay Saroya
September 11, 2024 15:55 IST
Huawei Mate XT Launch: હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન દુનિયાનો સૌથી અનોખો ફોન, 3 વખત ફોલ્ડ થશે, આઇફોન 16 ને આપશે ટક્કર
Huawei Mate XT Ultimate Design Launch: હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન 3 વખત ફોલ્ડ થતો દુનિયાન પ્રથમ સ્માર્ટફોન છે. (Photo: Socoal Media)

Huawei Mate XT Ultimate Design Launched: હુવાવે કંપનીએ આઈફોન 16 સિરીઝ લોન્ચ થયાના થોડા કલાકો બાદ જ દુનિયાનો પહેલો ટ્રાઈ ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. થ્રી ફોલ્ડિંગ હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન સંપૂર્ણ પણે અનફોલ્ડ થયા બાદ 10.2 ઇંચની મોટી સ્ક્રીન આપે છે. આ ટ્રિપલ ફોલ્ડ ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 5600mAh મોટી બેટરી અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ચાલો જાણીયે Huawei Mate XT અલ્ટિમેટ ડિઝાઇન કિંમત અને ફીચર્સ

Huawei Mate XT Ultimate Design Price : હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન કિંમત

Huawei Mate XT અલ્ટીમેટ ડિઝાઈનના 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 19999 CNY (લગભગ 235900 રૂપિયા) રાખવામાં આવી છે. આ ટ્રિપલ ફોલ્ડ ફોનના 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21999 યુઆન (લગભગ 259500 રૂપિયા) અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 યુઆન (લગભગ 283100 રૂપિયા) છે.

આ ટ્રિપલ ફોલ્ડ ફોન ડાર્ક બ્લેક અને કોટન રેડ કલર ખરીદી શકાય છે. આ ફોનને Huawei Vmall પરથી પ્રી-ઓર્ડર કરી શકાય છે. ચીનમાં હેન્ડસેટનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Huawei Mate XT Launch | Huawei First Triple Folding Phone Price | Huawei Mate XT Ultimate Design | Huawei Mate XT Ultimate Design Price | Huawei Mate XT Ultimate Design Features | Huawei First Triple Folding Phone | હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન | હુવાવે ફોલ્ડેબલ ફોન | હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઈન કિંમત | દુનિયાનો પ્રથમ ટ્રિપલ ફોલ્ડેબલ ફોન
Huawei Mate XT Ultimate Design Price: હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન 2 વેરિયન્ટ અને કલરમાં ઉપલબ્ધ થયો છે. (Photo: Socoal Media)

Huawei Mate XT Ultimate Design Features : હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન ફીચર્સ

Huawei Mate XT અલ્ટીમેટ ડિઝાઇન સ્માર્ટફોનમાં 10.2 ઇંચ (3,184×2,232 પિક્સલ) ફ્લેક્સિબલ એલટીપીઓ OLED સ્ક્રીન આપવામાં આવી છે અને એકવાર ફોલ્ડ થયા બાદ આ સ્ક્રીન 7.9 ઇંચ (2,048×2,232 પિક્સલમાં બદલાઇ જાય છે. બે વાર ફોલ્ડ કરતી વખતે ફોનમાં 6.4 ઇંચની મોટી સ્ક્રીન (1,008×2,232 પિક્સલ મળે છે.

કંપનીએ હજુ સુધી હુવાવે મેટ એક્સટી અલ્ટીમેટ ડિઝાઈનના ચિપસેટ વિશે માહિતી આપી નથી. આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોનમાં 16 જીબી સુધીની રેમ મળે છે. ડિવાઇસમાં 256 જીબી, 512 જીબી અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન મળે છે. હુવાવેના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5600mAh બેટરી આપવામાં આવી છે, જે 66W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

હુવાવેના ત્રણ વખત ફોલ્ડ થનાર સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) અને વેરિયેબલ અપાર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, એપર્ચર એફ / 2.2 અને ઓઆઇએસ સાથે 12-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, 5.5 ઓપ્ટિકલ ઝૂમ અને એપર્ચર એફ / 3.4 સાથે અલ્ટ્રાવાઇડ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ હેન્ડસેટમાં ડિસ્પ્લે પર વચ્ચે આપવામાં આવેલા હોલ-પંચ કટઆઉટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | Apple iPhone 5 અને આઈફોન 14 ₹ 10000 સુધી સસ્તા થયા, જાણો લેટેસ્ટ કિંમત અને ફીચર્સ

હુવાવે મેટ એક્સટી અલ્ટિમેટ ડિઝાઇન ફોલ્ડેબલ ફોન નું ડાયમેન્શન 156.7x73x12.8mm મીમી માપે છે અને તેનું વજન 298 ગ્રામ છે. આ ડિવાઇસમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2, જીપીએસ, એનએફસી અને યુએસબી 3.1 ટાઇપ-સી પોર્ટ છે. આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ