બે સ્ક્રીન અને 50MP કેમેરા સાથે Huawei Nova Flip S સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને તમામ ફીચર્સ

Huawei Nova Flip S Price And Features : હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્માર્ટફોનમાં 4400mAh બેટરી અને 50 એમપી ડ્યુઅલ રિયર કેમેરા જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ

Written by Ajay Saroya
October 19, 2025 14:37 IST
બે સ્ક્રીન અને 50MP કેમેરા સાથે Huawei Nova Flip S સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને તમામ ફીચર્સ
Huawei Nova Flip S Price And Specifications : હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્માર્ટફોન લોન્ચ થયો છે. (Photo: Social Media)

Huawei Nova Flip S Launch : હ્યુઆવેઇ કંપની એ ચીનમાં હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં હ્યુઆવેઇ નોવા ફ્લિપ મોડેલ જેવા જ ફીચર્સ છે. હ્યુઆવેઇ નોવા ફ્લિપ મોડેલ ઓગસ્ટ 2024 માં લોન્ચ કરવામાં આન્યો હતો. નવા નોવા ફ્લિપ એસ સ્માર્ટફોનમાં 4400 એમએએચની બેટરી, 50 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરો અને 32 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 2.14 ઇંચની કવર સ્ક્રીન અને 6.94 ઇંચની પ્રાઇમરી ફોલ્ડેબલ ડિસ્પ્લે છે. નવા હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

Huawei Nova Flip S Price : હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ કિંમત

હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્માર્ટફોનના 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,388 યુઆન (લગભગ 41,900 રૂપિયા) છે. તો 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,688 યુઆન (લગભગ 45,600 રૂપિયા) છે. આ ફોલ્ડેબલ ફોન ન્યૂ ગ્રીન, ઝીરો વ્હાઇટ, સાકુરા પિંક, સ્ટાર બ્લેક, સ્કાય બ્લુ અને ફેધર સેડ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Huawei Nova Flip S Specifications : હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્પેસિફિકેશન્સ

હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્માર્ટફોનમાં 6.94 ઇંચની ફુલએચડી + (2690×1136 પિક્સેલ્સ), ઓએલઇડી ફોલ્ડેબલ ઇન્ટરનલ સ્ક્રીન અને 2.14 ઇંચની ઓએલઇડી કવર ડિસ્પ્લે છે. આઉટર સ્ક્રીન 480×480 પિક્સેલનું રિઝોલ્યુશન આપે છે. પ્રાઇમરી સ્ક્રીન 120 હર્ટ્ઝ સુધી એલટીપીઓ એડેપ્ટિવ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, જે 300 હર્ટ્ઝ ટચ સુધી સેમ્પલિંગ રેટ સપોર્ટ કરે છે.

હ્યુઆવેઇ કંપનીએ હ્યુઆવેઇ નોવા ફ્લિપની ચિપસેટ અને રેમની વિગતો જાહેર કરી નથી. પરંતુ રિપોર્ટ્સ સૂચવે છે કે, આ સ્માર્ટફોનમાં કિરિન 8000 પ્રોસેસર છે જે સ્ટાન્ડર્ડ નોવા ફ્લિપ મોડેલમાં હાજર છે. હેન્ડસેટમાં 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પો છે. હેન્ડસેટ HarmonyOS 5.1 સાથે આવે છે.

હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 1.9 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને એપરચર એફ / 2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા છે. પ્રાઇમરી કેમેરા 4K રિઝોલ્યુશન સુધીના વીડિયો રેકોર્ડ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે શૂટિંગ મોડ અનુસાર ફોટોની ગુણવત્તા બદલાઈ શકે છે. ઇનરલ સ્ક્રીન પર એપરચર એફ / 2.2 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

હ્યુઆવેઇ નોવા ફ્લિપ એસ સ્માર્ટફોનને પાવર આપવા માટે, એક મોટી 4000mAh બેટરી આપવામાં આવી છે જે 66W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે ડિવાઇસની જાડાઈ 6.88 મીમી રહે છે. તેનું વજન 195 ગ્રામ છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ