/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/huawei-watch-gt-5-launched-in-india-.jpg)
Huawei Watch GT 5 Price And Features : હુવાવે વોચ જીટી 5 સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ થઇ છે. (Photo: @yodo_wristwatch)
Huawei Watch GT 5 Launched In India: હુવાવેએ ભારતમાં પોતાની લેટેસ્ટ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. HUAWEI Watch GT 5 સ્માર્ટવોચને દેશમાં 1.32 ઇંચ અને 1.43 ઇંચની એમોલેડ ડિસ્પ્લે સાઇઝમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હુવાવે વોચ જીટી 5માં 11 નવા વોચ ફેસ થીમ્સ, HUAWEI સનફ્લાવર પોઝિશનિંગ સિસ્ટમ, એક્ટિવિટી રિંગ 2.0 અને 100થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે. ચાલો અમે તમને નવી હુઆવેઇ વોચ જીટી 5 ની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.
Huawei Watch GT 5 Price : હુવાવે વોચ જીટી 5 કિંમત
Huawei Watch GT 5ની કિંમત 15999 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્માર્ટવોચ 20 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટથી પ્રી-ઓર્ડર કરી શકાશે. બેંક અને કૂપન ઓફર્સ સાથે, ડિવાઇસની અસરકારક કિંમત 15499 રૂપિયા હશે. સ્ટેઇનલેસ સ્ટીલના સ્ટ્રેપ સાથે Huawei Watch GT 5 41mm ગોલ્ડને 21999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Huawei Watch GT 5 Specifications : હુવાવે વોચ જીટી 5 સ્પેસિફિકેશન્સ
હુવાવે વોચ જીટી 5 સ્માર્ટવોચ 46 એમએમમાં રિઝોલ્યુશન (466 × 466 પિક્સલ) સાથે 1.43 ઇંચની એમોલેડ કલર સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 326ppi છે. બીજી તરફ 41 એમએમની આ સ્માર્ટવોચમાં 1.32 ઇંચની એમોલેડ કલર સ્ક્રીન આપવામાં આવી છે જે 352 પીપીઆઇ પિક્સલ ડેન્સિટી આપે છે.
આ સ્માર્ટવોચમાં એક્સેલેરોમીટર સેન્સર, ગાયરોસ્કોપ, મેગ્નેટોમીટર સેન્સર, ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર, બેરોમીટર સેન્સર, ટેમ્પરેચર સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચ 100 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ અને પ્રો સ્પોર્ટ્સ મોડ્સ પ્રદાન કરે છે. એપ્લિકેશન્સને HUAWEI એપ ગેલેરીમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
Huawei Watch GT 5
- Pre-Order starts today on Flipkart
- Offer price ₹15,499#Huawei#HuaweiWatchGT5pic.twitter.com/qoq0XSgYa6— Mukul Sharma (@stufflistings) October 14, 2024
હુવાવેની આ સ્માર્ટવોચમાં હોમ બટન (રોટેટિંગ ક્રાઉન) અને સાઇડ બટન છે. આ ઉપરાંત ઇસીજી એનાલિસિસ, વિમેન્સ હેલ્થ, સ્લીપ એનાલિસિસ, પલ્સ વેવ એરિથમિયા એનાલિસિસ જેવા ફીચર્સ પણ છે. આ વોચ IP69K રેટિંગ સાથે આવે છે અને 5 મીટર સુધીના ઊંડા પાણીમાં પણ નહીં બગડે.
આ પણ વાંચો |જિયોભારત વી3 અને વી4 ફોન લોન્ચ, 455 થી વધુ Live TV, જાણો કિંમત અને ખાસિયતો
આ સ્માર્ટવોચમાં બ્લૂટૂથ 5.2 સપોર્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત એનએફસી, સ્પીકર અને માઇક આપવામાં આવે છે. કંપનીનો દાવો છે કે 46 એમએમની સ્માર્ટવોચમાં 14 દિવસ સુધી મહત્તમ બેટરી લાઇફ મળશે. આ સ્માર્ટવોચ રેગ્યુલર ઉપયોગ સાથે 9 દિવસ સુધી ચાલશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us