/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Mutual-Fund-Investment.jpg)
મ્યુચ્યુઅલ ફંડ્સએ માર્કેટમાં રોકાણ કરવાની સરળ અને સુવિધાજનક રીતે છે. (Photo - Canva)
Hybrid Mutual Funds Scheme Investment Return : હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ રોકાણકારોમાં લોકપ્રિય થઇ રહી છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે જાન્યુઆરી 2024માં રૂ. 20634 કરોડ મેળવ્યા છે. આ ઇનફ્લો પાછલા મહિનાની તુલનાએ 37 ટકા વધુ છે. ડેટ કે બોન્ડ ફંડ માટે ટેક્સના કાયદામાં ફેરફાર બાદ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનના રૂપમાં હાઇબ્રેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યુ છે.
આ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં ચાલુ નાણાંકીય વર્ષ 2023-24માં કુલ 1.21 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. અલબત્ત પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન હાઇબ્રિડ સ્કીમમાં નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો.
હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ શું છે?
હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એ એક પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. હાઇબ્રિડ મ્યુ. ફંડ સ્કીમ સામાન્ય રીતે ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે અને કેટલીકવાર સોના જેવી અન્ય એસેટ કેટેગરીમાં પણ રોકાણ કરે છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi) ના તાજેતરના આંકડા અનુસાર, જાન્યુઆરીમાં હાઇબ્રિડ સ્કીમમાં 20637 કરોડ રૂપિયાનો ઇનફ્લો આવ્યો છે, જે ડિસેમ્બર 2023ના 15009 કરોડ રૂપિયા કરતાં વધુ છે.
ચાલુ મહિના દરમિયાન હાઇબ્રેડ ફંડની બે કેટેરગી, જેમણે સૌથી વધુ રોકાણ આકર્ષિત કર્યુ હતુ તે છે - આર્બિટ્રેજ ફંડ્સ અને મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ્સ.જાન્યુઆરીમાં હાઇબ્રિડ ફંડના 20,637 કરોડ રૂપિયાના ઇનફ્લોમાંથી આર્બિટ્રેજ ફંડમાં 10,608 કરોડ રૂપિયાનું રોકાણ જોવા મળ્યુ હતુ. તો મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ્સમાં 7,080 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યુ હતુ. ઉપરાંત પાછલા છ મહિનામાં હાઇબ્રિડ કેટેગરીમાં લગભગ 50 ટકાથી 70 ટકા એલોકેશન આર્બિટ્રેજ ફંડમાં થયુ હતુ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Untitled.jpg)
માર્કેટ એક્સપર્ટ્સનું શું કહેવું છે?
માર્કેટ એક્સપર્ટ્સ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ વિશે બુલિસ વ્યૂ ધરાવે છે. આનંદ રાઠી વેલ્થ લિમિટેડના ડેપ્યુટી સીઈઓ ફિરોઝ અઝીઝે જણાવ્યું હતું કે આ કેટેગરીમાં ઇનફ્લોમાં વધારો થવાનું મુખ્ય કારણ એ છે કે, ટેક્સ કાયદામાં ફેરફાર બાદ તેમને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. ઉપરાંત સરળ ડાઇવર્સિફિકેશન ઓફર કરતી મલ્ટી-એસેટ કેટેગરી રોકાણકારોમાં પ્રિય થઇ રહી છે.
આ પણ વાંચો | ઈન્શ્યોરન્સ પોલિસીમાં ફ્રી લુક પીરિયડ શું છે? તેનો સમયગાળો વધારવાથી વીમાધારકને શું ફાયદો થશે? જાણો
હાઇબ્રિડ ફંડ મધ્યમ અથવા ઓછા જોખમની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે આકર્ષક છે. આ ફંડ રોકાણ નો સારો વિકલ્પો છે કારણ કે તે ઇક્વિટી માર્કેટ સાથે સંકળાયેલી અસ્થિરતાને ઘટાડે છે જ્યારે ફિક્સ્ડ-ઇન્કમ માર્કેટમાં સસ્ટેબિલિટી પ્રદાન કરે છે. માર્કેટ એનાલિસ્ટોનું માનવું છે કે ડેટ ફંડ્સ માટે ટેક્સેશનમાં ફેરફાર કર્યા પછી, રોકાણકારો તેમની ચોક્કસ આવકનો એક ભાગ હાઇબ્રિડ ફંડ્સ દ્વારા રોકાણ કરવા માગે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us