/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/hyundai-creta.jpg)
Hyundai Creta : હ્યુન્ડાઇ કાર. (Photo: Hyundai Motors)
Best Selling 10 Cars In April 2025: ભારતમાં એસયુવી કાર લોકપ્રિય થઇ રહી છે. ઓટો કંપનીઓ વેચાણ વધારવા દર મહિને એડવાન્સ સેફ્ટી ફીચર્સ અને આકર્ષક લૂક સાથે નવી કાર લોન્ચ કરે છે. એપ્રિલ મહિનામાં કારનું વેચાણ વધવાની સાથે સાથે ભારતમાં સૌથી વધુ વેચાતી ટોચની 10 કારની યાદીમાં મોટો ફેરફાર થયો છે. અલબત્ત ટોપ બેસ્ટ સેલિંગ કારમાં 10 માંથી 7 કાર સાથે મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ દબદબો જાળવી રાખ્યો છે. જો તમે નવી કાર ખરીદવાનં વેચારી રહ્યા છો તો લેટેસ્ટ કાર ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. અહીં એપ્રિલ મહિનામાં સૌથી વધુ વેચાતી ટોપ 10 કાર વિશે જાણકારી આપી છે.
મારૂતિ કે ટાટા નહીં હ્યુન્ડાઇ ક્રેટા સતત બીજા મહિને નંબર 1 કાર
એપ્રિલ 2025 દરમિયાન ભારતમાં સૌથી વધુ વેચાતી 10 કારની યાદીમાં મોટો ઉલટફેર થયો છે. ટોપ 10 બેસ્ટ સેલિંગ કારમાં મારૂતિ ડિઝાયર અને ટાટા પંચને પછાડી હ્યુન્ડાઇ ક્રેટા નંબર 1 ક્રમે પહોંચી ગઇ છે. એપ્રિલ મહિનામાં 17016 કારના વેચાણ સાથે હ્યુન્ડાઇ ક્રેટા ભારતની નંબર 1 બેસ્ટ સેલિંગ કાર બની છે. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2025ના પ્રથમ ચાર મહિનામાં હ્યુન્ડાઇ કંપનીએ 69914 ક્રેટા કાર વેચી છે.
ટોપ 10 બેસ્ટ સેલિંગ કારમાં મારૂતિ સુઝુકીની 7 કાર
ભારતમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કાર માંથી 7 કાર મારૂતિ સુઝુકી કંપનીની હતી. મારૂતિ ડિઝાયર 16996 કારના વેચાણ સાથે આ યાદીમાં બીજા નંબર પર છે. તો મારૂતિ બ્રેઝા 16971 કાર સાથે ત્રીજા ક્રમે અને મારૂતિ અર્ટિગા 15780 કારના વેચાણ સાથે ચોથા નંબર પર છે. મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી 15534 યુનિટ વેચી આ યાદીમાં પાંચમાં નંબર પર છે.
ટાટા પંચ ટોપ 10 માંથી બહાર
એક સમયે નંબર 1 સેલિંગ કાર બનેલી ટાટા પંચ ટોપ 10 બેસ્ટ સેલિંગ કારમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. એપ્રિલ મહિનાની ટોપ 10 સેલિંગ કારમાં ટાટા મોટર્સની માત્ર એક કાર ટાટા નેક્સન 1557 યુનિટના વેચાણ સાથે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તો 14592 કારના વેચાણ સાથે મારૂતિ સ્વિફ્ટ સાતમાં નંબર પર છે.
Top 10 Selling Cars In April 2025 : એપ્રિલ મહિનાની ટોપ 10 બેસ્ટ સેલિંગ કાર
| કારનું નામ | વેચાણ (નંગ) |
|---|---|
| હ્યુન્ડઇ ક્રેટા | 17016 યુનિટ |
| મારૂતિ ડિઝાયર | 16,996 યુનિટ |
| મારૂતિ બ્રેઝા | 16,971 યુનિટ |
| મારૂતિ અર્ટિગા | 15,780 યુનિટ |
| મહિન્દ્રા સ્કોર્પિયો | 15,534 યુનિટ |
| ટાટા નેક્સન | 15,457 યુનિટ |
| મારૂતિ સ્વિફ્ટ | 14,592 યુનિટ |
| મારૂતિ ફ્રોન્ક્સ | 14,345 યુનિટ |
| મારૂતિ વેગનઆર | 13,413 યુનિટ |
| મારૂતિ બલેનો | 13,180 યુનિટ |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us