Hyundai Creta EV: હ્યુન્ડાઈ ક્રેટા ઇવી ની પ્રથમ ઝલક, 17 જાન્યુઆરી ઇન્ડિયા મોબિલિટી એક્સ્પોમાં થશે લોન્ચ

Upcoming Hyundai Cars Launch In 2025: હ્યુન્ડાઇ મોટર્સ ઘણી નવી એસયુવી કાર 2025માં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં અપકમિંગ હ્યુન્ડાઇ કાર વિશે જાણકારી આપવામાં આવી છે.

Upcoming Hyundai Cars Launch In 2025: હ્યુન્ડાઇ મોટર્સ ઘણી નવી એસયુવી કાર 2025માં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં અપકમિંગ હ્યુન્ડાઇ કાર વિશે જાણકારી આપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Upcoming Hyundai Cars In 2025 | Hyundai Cars Launch In 2025 | Hyundai creta ev | Hyundai EV Cars | Hyundai CRETA Electric | Auto News

Upcoming Hyundai Creta EV In 2025: હ્યુન્ડાઈ ક્રેટા ઇવી કાર સૌથી પહેલા ઇન્ડિયા મોબિલિટી એક્સ્પોમાં જોવા મળશે. (Photo: @HyundaiIndia)

Upcoming Hyundai Cars Launch In 2025: હ્યુન્ડાઇ મોટર્સ માટે વર્ષ 2025 બહુ ખાસ રહેવાનું છે. હ્યુન્ડાઇ 2025માં શાનદાર અને અપડેટેડ કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમા હ્યુન્ડાઇ ક્રેટા ઇવી પહેલી ઝલક જોવા મળી છે. કંપનીની પ્રખ્યાત હ્યુન્ડાઈ ક્રેટા મોડલનું ઇલેક્ટ્રિક મોડલનું ટીઝર અને ફોટા કંપનીએ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. અપકમિંગ હ્યુન્ડાઈ કારમાં ફેસલિફ્ટેડ ક્રેટા, ક્રેટા એન લાઇન અને અલ્કાઝાર ફેસલિફ્ટના લોન્ચિંગનો સમાવેશ થાય છે. નવા અથવા અપડેટેડ કાર ભારતીય રસ્તાઓ દોડતી દેખાશે. આવો જોઇએ 2025માં હ્યુન્ડાઇના કઇ કાર લોન્ચ કરશે..

Advertisment

Upcoming Hyundai Cars In 2025: હ્યુન્ડાઇ ક્રેટા ઇવી

હ્યુન્ડાઇનું આ વર્ષે સૌથી મોટું લોન્ચિંગ ક્રેટા ઇવી હશે, જેને 17 જાન્યુઆરીએ ઇન્ડિયા મોબિલિટી એક્સ્પોના આગામી એડિશનમાં રજૂ કરવામાં આવશે. ઓલ ઇલેક્ટ્રિક ક્રેટા ઘણી વખત રોડ ટેસ્ટ દરમિયાન જોવા મળી છે. હ્યુન્ડાઇ ક્રેટા ઇવીની ડિઝાઇન અમુક નાના ફેરફારો સિવાય સંભવત: યથાવત રહેશે. હ્યુન્ડાઈ મોટરે ક્રેટા ઇવી કારનું ટીઝર અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

https://twitter.com/HyundaiIndia/status/1874736891297444279

જોકે તેના સ્પેક્સ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આગામી હ્યુન્ડાઇ ક્રેટા ઇવીમાં 45 કિલોવોટની બેટરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાયેલી હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક જેવી જ પાવરટ્રેન હશે. તેમાં સિંગલ-મોટર સેટઅપ હશે જે આગળના પૈડાને ચલાવશે અને 136 બીએચપી અને 255 એનએમ ટોર્ક ઉત્પન્ન કરશે. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટા ઇવી લોન્ચ થશે ત્યારે તેનો મુકાબલો એમજી ઝેડએસ ઇવી, ટાટા કર્વ ઇવી અને આગામી મારુતિ ઇ વિટારા જેવી કંપનીઓ સાથે થશે.

Hyundai Cars Launch In 2025: હ્યુન્ડાઇ આયોનિક 5 ફેસલિફ્ટ

હ્યુન્ડાઇ આયનીક 5 ફેસલિફ્ટે વર્ષ 2024ની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી હતી અને 2025માં ભારત આવે તેવી સંભાવના છે. જાન્યુઆરી 2023માં પ્રથમ વખત લોન્ચ થનારી આયોનિક 5 CKD ઇમ્પોર્ટ સ્વરૂપે ભારતમાં આવશે. ફેસલિફ્ટેડ મોડેલ હાલના વર્ઝન કરતા 20 મીમી લાંબુ હશે જ્યારે રિયર સ્પોઇલર 50 મીમી સુધી વધારી એરોડાયનેમિક્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ-સ્પેક મોડલ હવે 84 kWhની મોટી બેટરી સાથે આવે છે, પરંતુ આ યુનિટ ભારતમાં ઉપલબ્ધ થશે કે નહીં તે સ્પષ્ટ નથી.

Advertisment
https://twitter.com/HyundaiIndia/status/1874716788208136301

Upcoming Hyundai Cars In 2025: ન્યુ જનરેશન હ્યુન્ડાઇ વેન્યુ

થોડા મહિના પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે હ્યુન્ડાઇ સંભવતઃ સેકન્ડ જનરેશન વેન્યુ પર કામ કરી રહી છે. 2024 ની શરૂઆતમાં દક્ષિણ કોરિયામાં નવી પેઢીના વેન્યુ એક ટેસ્ટ રાઈડ દરમિયાન સ્પોટ થઇ હતી. સ્પાય શોટ્સમાં બાહ્ય ડિઝાઇનમાં ફેરફારો સૂચવવામાં આવ્યા હતા, જેમાં ઇમ્પોર્ટેડ એલિમેન્ટ સાથે એક પહોળી ગ્રિલ વાળો નવો ફ્રન્ટ ફેસિયા સામેલ છે.

એવી અપેક્ષા છે કે. હ્યુન્ડાઇ વર્તમાન મોડેલની જેમ જ એન્જિન વિકલ્પો આપશે જેમાં 82 બીએચપી 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ યુનિટ, 118 બીએચપી 1.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ યુનિટ અને 114 બીએચપી 1.5-લિટર ડીઝલ યુનિટનો સમાવેશ થાય છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ આઇએમટી (ક્લચલેસ મેન્યુઅલ) અને 7-સ્પીડ ડીસીટી ઓટોમેટિક શામેલ હશે. તે વર્ષ 2025ના બીજા ભાગમાં ગ્લોબલ ડેબ્યુ કરે તેવી સંભાવના છે, ત્યારબાદ આ વર્ષના અંતે ભારતમાં રજૂ થઇ શકે છે.

electric vehicles Auto news બિઝનેસ