/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Hyundai-Motor-India-IPO-GMP.jpg)
Hyundai Motor India IPO : હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO છે. (Photo: Freepik)
Hyundai Motor India IPO GMP: હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટર આઈપીઓ ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO છે. જો તમે પણ હ્યુન્ડાઇ મોટરના આઈપીઓમાં રોકાણ કરવાના છો, તો સમજી વિચારીન આગળ વધજો. કારણ કે, અગાઉની જેમ આ વખતે પણ સૌથી મોટા આઈપીઓના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ જબરદસ્ત ઘટી ગયું છે. આવી સ્થિતિમાં હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટરના આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી ચાલો જાણીયે
Hyundai Motor IPO Share Listing : હ્યુન્ડાઈ ઈન્ડિયા મોટર આઈપીઓ 17 ઓક્ટોબર બંધ થશે
હ્યુન્ડાઈ મોટર આઈપીઓ 15 ઓક્ટોબર ખુલી ગયો છે અને 17 ઓક્ટોબર 2024 સુધી સબસ્ક્રિપ્શન કરી શકશે. કંપનીએ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 1865 થી 1960 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓનું કદ 27,870 કરોડ રૂપિયા છે. આઈપીઓ શેર એલોટમેન્ટ 18 ઓક્ટોબર થઇ જશે. હ્યુન્ડાઈ મોટરનો શેર BSE અને NSE પર 22 ઑક્ટોબરે લિસ્ટિંગ થશે.
આઈપીઓ ઇસ્યુ પ્રાઇસના હિસાબે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની વેલ્યૂએશન 19 અબજ ડોલર જેટલી થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વેલ્યૂએશન તેની પેરન્ટ કંપની એટલે કે સાઉથ કોરિયાની ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર કરતા પણ વધારે છે. છે ને મજાની વાત, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો P/E રેશિયો પેરન્ટ કંપની કરતા વધુ છે.
મની કન્ટ્રોલના એક રિપોર્ટમ મુજબ, હકીકતમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફર તરુણ ગર્ગે એક પીસીમાં જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં વૃદ્ધિની તક વધારે છે. અને આ કારણસર જ ઘણી વખત મલ્ટિનેશનલ કંપનીઓના ભારતીય સાહસની વેલ્યૂએશન તેની પેરન્ટ કંપનીથી અલગ હોય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Hyundai-Motor-India-IPO.jpg)
બ્રોકરેજ ફર્મ ઇક્વિટાસ ઈન્વેસ્ટમેન્ટની એક રિપોર્ટ મુજબ હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાનો P/E રેશિયો 27 ગણો છે જ્યારે પેરન્ટ કંપનીનો P/E રેશિયો માત્ર 5 ગણો છે. અલબત્ત એક વાત પણ ધ્યાનમાં રાખવી જોઇએ કે, લિસ્ટિંગ બાદ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની માર્કેટકેપ પેરન્ટ કંપનીના 42 ટકા જેટલી થઇ જશે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ સંપૂર્ણ ઓફર ફોર સેલ ઈસ્યુ
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 27870 કરોડ રૂપિયાનો છે. આ ધોરણે તે ભારતીય શેરબજારનો સૌથી મોટો આઈપીઓ છે. અગાઉ LICના નામે આ રેકોર્ડ હતો. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. કંપનીની પેરન્ટ કંપની 14.2 કરોડ શેર વેચશે. એટલે કે આઈપીઓ મારફતે એક્ત્ર કરેલા નાણાંનો ઉપયોગ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની કામગીરી વધારવા માટે થશે નહીં. આઈપીઓના બધા પૈસા સાઉથ કોરિયાની પેરન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર પાસે થશે.
હવે એ તો લિસ્ટિંગ બાદ જ ખબર પડશે કે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને કેટલું પ્રીમિયમ મળશે. પરંતુ ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડાથી ચિંતા વધી ગઇ છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા એ જેવી આઈપીઓ શેર ઇસ્યુ પ્રાઈસ નક્કી કરી તેવું ગ્રે માર્કેટ પ્રીમિયમ ધડામ થયું છે. માત્ર બે દિવસમાં આઈપીઓ GMP 75 ટકાથી વધુ તૂટ્યું છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના અનલિસ્ટેડ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 570 રૂપિયા હતું, જે 9 ઓક્ટોબરે ઘટી 140 થી 145 રૂપિયા થઇ ગયું હતું. અનલિસ્ટેડ શેરની આવી હાલત જોઇ રોકાણકારોમાં ગભરાટ છે પરંતુ માર્કેટ એક્સપર્ટ્સના મતે ગ્રે માર્કેટ માંથી મળતા સંકેતોના બદલે કંપનીની નાણાકીય સદ્ધરતા જોઇ આઈપીઓમાં રોકાણ કરવું જોઇએ.
Hyundai Motor India IPO Subscribe Or Not : હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ માં રોકાણ કરવું જોઇએ?
મોટાભાગના બ્રોકરેજ હાઉસ આ આઈપીઓ ઇસ્યુ સબ્સક્રાઇબ કરવાની સલાહ આપે છે. તેમનું માનવું છે કે, વૃદ્ધિની મજબૂત સંભાવના, મજબૂત નાણાકીય સ્થિતિ અને SUV પ્રોડક્ટની સારી રેન્જથી કંપનીને સપોર્ટ મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-Next-Week.jpg)
ICICI સિક્યોરિટીના એનાલિસ્ટના મતે, અમે આ આઈપીઓ માંથી લિમિટેડ લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા રાખીયે છીએ. અલબત્ત, લિસ્ટિંગ બાદ મધ્યમ થી લાંબા ગાળે આ શેર ડબલ ડિજિટ રિટર્ન આપી શકે છે. બ્રોકરેજ ફર્મના મતે પેસેન્જર વ્હીકલમાં હાલ કંપની પાસે ગ્રોથની ઘણી સંભાવના છે. આ સાથે જ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા વૃદ્ધિની તકોનો ફાયદો ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે.
શેરખાને પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે કે, આ સ્થાનિક બજાર ઉપરાંત વિદેશી બજારમાં પણ સારી પકડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીના કુલ વોલ્યૂમમાં નિકાસનો હિસ્સો 21 ટકા છે. કંપની ઇચ્છે છે કે, સાઉથ એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા અને મીડિલ ઇસ્ટ માટે મોટા પ્રમાણમાં ગાડીઓ એક્સપોર્ટ્સ કરવી જોઇએ. અલબત્ત અન્ય હરિફ કંપનીઓ દ્વારા નવી કાર લોન્ચ કરવાથી કંપની સામે હરિફાઇ વધી છે અે તેની અસર નફા પર દેખાઇ શકે છે.
આ પણ વાંચો | IPO રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન
SBI સિક્યોરિટીઝે પણ લોંગ ટર્મ માટે સબ્સક્રાઇબ રેટિંગ સાથે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મના મતે મજબૂત બ્રાન્ડ, બ્લોકબસ્ટર મોડલ, એડવાન્સ ટેકનોલોજી અને હાઈ એક્સપોર્ટ્સની સંભાવના જેવા પરિબળો કંપનીને અન્ય ઓટો કંપનીથી અલગ પાડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us