IPO Next Week: નવા સપ્તાહ 9 આઈપીઓ ખુલશે, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા સહિત 3 શેર લિસ્ટિંગ થશે

Hyundai Motor India IPO Share Listing Next Week: નવા સપ્તાહે 9 આઈપીઓ ખુલી રહ્યા છે અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા શેર સહિત 3 સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.

Hyundai Motor India IPO Share Listing Next Week: નવા સપ્તાહે 9 આઈપીઓ ખુલી રહ્યા છે અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા શેર સહિત 3 સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ipo | initial public offering | ipo investment | share market news | ipo date | ipo share listing | stock market news

IPO: આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા કંપનીઓ મૂડીબજારમાંથી ભંડોળ એક્ત્ર કરે છે. (Photo: Freepik)

IPO Open Share Listing Next Week: આઈપીઓ ને લઇ આગામી સપ્તાહે શેરબજારમાં ભારે હલચલ રહેવાની છે. 21 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહમાં 9 આઈપીઓ ખુલી રહ્યા છે. તેમા 4 આઈપીઓ મેનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત પાછળા સપ્તાહે ખુલેલા 1 આઈપીઓમાં આગામી સપ્તાહે રોકાણ કરવાની તક મળવાની છે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો 3 કંપનીના શેર લિસ્ટેડ થવાના છે, જેમા હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા પણ સામેલ છે. આઈપીઓ સબ્સક્રિપ્શન અને શેર લિસ્ટિંગ નવી વિગતવાર જાણીયે

Advertisment

Premium Plast IPO: પ્રીમિયમ પ્લાસ્ટ આઈપીઓ

પ્રીમિમય પ્લાસ્ટ કંપનીનો આઈપીઓ 21 ઓક્ટોબર ખુલશે અને 23 ઓક્ટોબર બંધ થશે. 26.20 કરોડ રૂપિયાના જાહેર ભરણણાં આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 46 - 49 રૂપિયા શેર દીઠ છે. આઈપીઓ લોટ સાઇઝ 3000 શેર છે. આ કંપનીનો શેર 28 ઓક્ટોબર NSE SME પર લિસ્ટિંગ થશે.

Deepak Builders Engineers India IPO : દીપક બિલ્ડર્સ એન્જિનિયરિંગ આઈપીઓ

દીપક બિલ્ડર્સ એન્જિનિયરિંગ આઈપીઓ 21 ઓક્ટોબર ખુલશે. 260.04 કરોડ રૂપિયાના આઈપીઓ માટે શેર દીઠ ઇસ્યુ પ્રાઇસ 192 - 203 રૂપિયા અને લોટ સાઇઝ 73 શેર છે. આઈપીઓ સબ્સક્રિપ્શન માટે છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે. આ આઈપીઓ શેર બીએસઇ અને એનએસઇ પર 28 ઓક્ટોબર લિસ્ટેડ થશે.

Waaree Energies IPO : વારી એનર્જિઝ આઈપીઓ

વારી એનર્જિઝ આઈપીઓ 21 ઓ્ક્ટોબર ખુલી 23 ઓક્ટોબર બંધ થશે. 4321.44 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 1427 - 1503 રૂપિયા અને લોટ સાઇઝ 9 શેર છે. આઈપીઓ શેર 28 ઓક્ટોબર બીએસઇ અને એેનએસઇ પર લિસ્ટ થવાનો છે.

Advertisment

OBSC Perfection IPO : ઓબીએસસી પર્ફેક્શન આઈપીઓ

ઓબીએસસી પર્ફેક્શન આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 22 ઓક્ટોબર ખુલશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 95 - 100 રૂપિયા છે. 66.02 કરોડ રૂપિયાના આઈપીઓની લોટ સાઇઝ 1200 શેર છે. 24 ઓક્ટોબર આઈપીઓ બંધ થયા બાદ શેર 29 ઓક્ટોબરે એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થશે.

IPO | IPO price date | IPO Investment | Initial public offering | upcoming ipo list | ipo listing date | share market ipo investment | ipo issue price vs listing price | stock market ipo
IPO : આઈપીઓ (Photo: Freepik)

United Heat Transfer IPO : યુનાઈટેડ હિટ ટ્રાન્સફર આઈપીઓ

યુનાઈટેડ હિટ ટ્રાન્સફર આઈપીઓ 22 ઓક્ટોબર ખુલી 24 ઓક્ટોબર બંધ થશે. 30 કરોડ રૂપિયા આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 56 - 59 રૂપિયા શેર દીઠ અને લોટ સાઈઝ 2000 શેર છે. આઈપીઓ શેર NSE SME પર 29 ઓક્ટોબર લિસ્ટિંગ થશે.

Danish Power IPO : દાનિશ પાવર આઈપીઓ

દાનિશ પાવર આઈપીઓ 22 ઓક્ટોબર ખુલશે અને 24 ઓક્ટોબર બંધ થશે. આઈપીઓ સાઈઝ 197.90 કરોડ રૂપિયા અને લોટ સાઈઝ 300 શેર છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 360 - 380 રૂપિયા છે. આ શેર 29 ઓક્ટોબર NSE SME પર લિસ્ટિંગ થશે.

Godavari Biorefineries IPO : ગોદાવરી બાયોરિફાઇનરી આઈપીઓ

ગોદાવરી બાયોરિફાઇનરી આઈપીઓ 23 ઓક્ટોબર ખુલશે અને 25 એક્ટોબર બંધ થશે. 554.75 કરોડ રૂપિયાના આઈપીઓની ઇસ્યુ પ્રાઇસ 334 - 352 રૂપિયા શેર દીઠ છે. આઈપીઓ લોટ સાઇઝ 42 રૂપિયા છે. આઈપીઓ બંધ થયા બાદ 30 ઓક્ટોબરે BSE અને NSE પર શેર લિસ્ટિંગ થશે.

Usha Financial Services IPO : ઉષા ફાઈનાન્શિયલ આઈપીઓ

ઉષા ફાઈનાન્સિયલ આઈપીઓ 24 ઓક્ટોબર ખુલશે અને 28 ઓક્ટોબર બંધ થવાનો છે. 98.45 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 160 - 168 રૂપિયા છે અને લોટ સાઈઝ 800 રૂપિયા છે. આઇપીઓ શેર NSE SME પર 31 ઓક્ટોબર લિસ્ટિંગ થશે.

AFcons Infrastructure IPO : એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓ

એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓ 25 ઓક્ટોબર ખુલી 29 ઓક્ટોબર બંધ થશે. 5430 કરોડ રૂપિયાના આઈપીઓ માટે હજી સુધી પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝની વિગત જાહેર કરવામાં આવી છે. આઈ આઈપીઓ શેર 4 નવેમ્બર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે.

Freshara Agro Exports IPO : ફ્રેશરા એગ્રો એક્સપોર્ટ્સ આઈપીઓ

Freshara Agro Exports આઈપીઓ 17 ઓક્ટોબર ખુલ્યો હતો અને 21 ઓક્ટોબર બંધ થવાનો છે. અત્યાર સુધી આ આઈપીઓ 37.60 ગણો ભરાયો છે. આઈપી ઇસ્યુ પ્રાઇસ 110 - 116 રૂપિયા શેર દીઠ છે અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ શેર 24 ઓક્ટોબર NSE SME પર લિસ્ટિંગ થશે.

Hyundai Motor India IPO | હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ | Hyundai Motor IPO price | Hyundai Motor IPO gmp | Hyundai Motor IPO share listing | hyundai motor ipo bigest ipo in india | ipo news | hyundai motor ipo review | IPO
Hyundai Motor IPO GMP: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 15 થી 17 ઓક્ટોબર સુધી ખુલશે. (Photo: Freepik)

આ પણ વાંચો | IPO રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન

IPO Share Listing New Week : હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા શેર સહિત 3 શેર લિસ્ટિંગ

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા શેર સહિત 3 આઈપીઓ શેર નવા સપ્તાહે શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા શેર 22 ઓેક્ટોબર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થવાનો છે. તો 23 ઓક્ટોબરે લક્ષ્ય પાવરટેક અને 24 ઓક્ટોબરે Freshara Agro Exports શેર NSE SME પર લિસ્ટિંગ થવાના છે.

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર