/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Credit-Card.jpg)
ક્રેડિટ કાર્ડ ડેટાને સુરક્ષિત રાખીને ઓનલાઈન ફ્રોડ થવાથી બચી શકાય છે. (Photo - Freepik)
Credit Card Data Security Tips And Tricks: ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં આઈસીઆઈસીઆઈ બેંકે 17000 ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યા છે. ક્રેડિટ કાર્ડધારકોના ડેટા લીક થયાની જાણ થતા આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સાયબર ગુનગારો અને હેકર્સ ક્રેડિટ કાર્ડ ડેટા વડે સરળતાથી તમારી મહેનતના રૂપિયા ચોરી લે છે. તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો ડેટા લીક ન થાય અને ઓનલાઈન છેતરપીંડિ ન થાય તેની તકેદારી રાખવી જોઇએ. અહીં ક્રેડિટ કાર્ડ ડેટાને સુરક્ષિત રાખવાની અમુક ટીપ્સ આપી છે જે અનુસરી તમે ઓનલાઇન ફ્રોડથી બચી શકો છો.
ક્રેડિટ કાર્ડ ડેટા લીક અને ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વધી
જેમ જેમ ડિજિટલ વિશ્વ વિસ્તરી રહ્યું છે તેમ તેમ લોકોની સુવિધાઓ પણ વધી રહી છે. જો કે, જોખમો પણ વધી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ ડેટા લીક થવાનો પણ ભય છે. તમારી અથવા તમારી બેંકની એક ભૂલને કારણે તમારા ક્રેડિટ કાર્ડની માહિતી બીજા હાથમાં જઈ શકે છે (Credit Card Data Breach). આવી સ્થિતિમાં, તમારે આ જોખમો (Credit Card Data Protection) વિશે અગાઉથી સાવધાન રહેવું જોઈએ . જો આવું થાય તો પણ ગભરાવાની કે ટેન્શન લેવાને બદલે તમારે કેટલાક જરૂરી પગલાં લેવા જોઈએ જેથી તમે નુકસાનથી બચી શકો.
ડેટા ચોરી કેવી રીતે થઈ શકે?
ક્રેડિટ કાર્ડ ખોવાય કે ચોરાઇ જવું
કાર્ડ સ્કિમર
ક્રેડિટ કાર્ડના ડેટા લીક થવા
ફિશીંગ ઈમેલ કે ફોન કોલ
સાર્વજનિક વાઈ ફાઈ નેટવર્ક પર કૉલ કરો
ક્રેડિટ કાર્ડ ડેટાને સુરક્ષિત રાખવાની ટીપ્સ (How to Avoid Credit Card Data Leak)
ફિશિંગ ઇમેલ કે ફોન કોલથી સાવચેત રહેવું, જે તમારી વ્યક્તિગત માહિતી મેળવવા માટે કાયદેસર કંપની હોવાનો દાવો કરે છે. અનિચ્છનિય ઇમેલ અથવા ટેક્સ્ મેસેજ આવે ત્યારે સાવધાની રાખો અને કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો. તેના બદલે સંબંધિત કંપનીની સત્તાવાર વેબસાઇટની સીધી મુલાકાત લઈને ચકાસણી કરો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Diwali-Dhanteras-Shopping-By-Credit-Cards-tax-calculator.jpg)
ઓનલાઈન કે ઇમેલ માફરતે નિયમિત તમારા એકાઉન્ટમાંથી થયેલી લેવડદેવડની તપાસ કરો. તમારા એકાઉન્ટની લેવડદેવડ પર નજર રાખવાથી તમે છેતરપીંડિ કે ગેરરીતિ શોધવામાં સરળતા રહેશે.
કોઈપણ ઈમેલ કે ઇનકમિંગ કોલ આવે તો વ્યક્તિગત માહિતી આપવી નહીં. જો કોઈ વ્યક્તિ તમને કૉલ કરે છે અને ક્રેડિટ કાર્ડ નંબર જેવી વ્યક્તિગત માહિતી માટે પૂછે છે, તો માનવી લેવું કે તે ફ્રોડ કૉલ છે.
ક્રેડિટ કાર્ડની લેવડદેવડ પર નજર રાખવા માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ક્રેડિટ રિપોર્ટ તપાસો. ત્રણેય મુખ્ય ક્રેડિટ બ્યુરો વર્ષમાં એક મફત ક્રેડિટ ચેકની મંજૂરી આપે છે.
માત્ર લોકપ્રિય અને સુરક્ષિત વેબસાઈટ પરથી જ ઓનલાઈન શોપિંગ કરો. વેબસાઇટ પર પર્સનલ ડિટેલ પખલ કરતા પહેલા હંમેશા તમારા વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં લૉક આઇકન શોધો. અજાણી ઈકોમર્સ વેબસાઈટથી દૂર રહો અને ખરીદી કરતી વખતે વધારાની વ્યક્તિગત માહિતી માંગતી વેબસાઈટથી સાવચેત રહો.
ઓનલાઈન રિટેલ સાઈટ પર ક્રેડિટ કાર્ડની માહિતી સ્ટોર ન કરો. કેટલીક રિટેલ સાઇટ્સ તમને ઝડપી ચેકઆઉટ માટે કાર્ડ ઈન્ફોર્મેશન સ્ટોર કરવાની સલાહ આપી શકે છે. આનાથી ભવિષ્યમાં સમસ્યા ઊભી થઈ શકે છે, ખાસ કરીને જ્યારે કંપનીનો ડેટા લીક થાય છે.
એવા ક્રેડિટ કાર્ડ્સ રાખો જેનો ઘરે નિયમિત ઉપયોગ થતો નથી. જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત ખાસ પ્રસંગો દરમિયાન જ થતો હોય, તો ચોરી થતા રોકવા માટે જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે કાર્ડને ઘરે રાખો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Fraud-case.jpg)
ક્રેડિટ કાર્ડના ડેટા લીક થાય તો શું કરવું?
ક્રેડિટ કાર્ડ ડેટા લિક થવાના કિસ્સામાં, તમારે તરત જ કાર્ડ જારી કરનાર બેંકને જાણ કરવી જોઈએ. તમારા કાર્ડ પરના કોઈપણ શંકાસ્પદ કે અનધિકૃત ટ્રાન્ઝેક્સનની જાણ તરત જ કાર્ડ ઇશ્યૂ કરનાર કંપનીને કરવી.
નિયમ પ્રમાણે એક વાર રિપોર્ટ કર્યા બાદ તમે સામાન્ય રીતે અનધિકૃત ટ્રાન્ઝેક્શન માટે જવાબદાર હોતા નથી. જો નિર્ધારિત સમયની અંદર જાણ કરવામાં આવે તો મોટાભાગના કાર્ડ ઇશ્યૂ કરનારા શૂન્ય ફ્રોડ લાયેબિલિટી ઓફર કરે છે.
આ પણ વાંચો | અદાણી ગ્રૂપની આ કંપની આપશે 75 ટકા ડિવિડન્ડ, એક વર્ષમાં શેર 62 ટકા વધ્યો
જો તમારી ક્રેડિટ કાર્ડની માહિતી સાથે ચેડા કરવામાં આવે છે, તો આઇડેન્ટી લિક થવાની પણ શક્યતા છે. આવી સ્થિતિમાં ભવિષ્યના અનધિકૃત ટ્રાન્ઝેક્શનને રોકવા માટે તમારા ક્રેડિટ કાર્ડને ફ્રીજ કરવાનો નિર્ણય લઇ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us