Chanda Kochhar: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર 64 કરોડના લાંચ કેસમાં દોષી, જાણો શું છે સમગ્ર મામલો?

Chanda Kochhar Guilty In Videocon ICICI Bank Loan Bribe Case: ચંદા કોચરે લોન મંજૂર કરવાના બદલામાં 64 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાના આરોપ બાદ ઓક્ટોબર 2018માં આઈસીઆઈસીઆઈ બેંકના સીઇઓ પદેથી રાજીનામું આપ્યું હતું. આ કેસ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન ગ્રૂપને 300 કરોડ રૂપિયાની લોન આપવા સંબંધિત છે.

Written by Ajay Saroya
Updated : July 22, 2025 16:15 IST
Chanda Kochhar: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર 64 કરોડના લાંચ કેસમાં દોષી, જાણો શું છે સમગ્ર મામલો?
Chanda Kochhar : ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઇઓ છે. (Express File Photo)

Chanda Kochhar Guilty In Videocon ICICI Bank Loan Bribe Case: આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર લોન આપવા બદલ લાંચ લેવાના કેસમાં દોષ ઠરાવવામાં આવ્યા છે. એક એપેલેટ ટ્રિબ્યુનલ લાંચ કેસમાં ચંદા કોચરને દોષ ઠરાવ્યા છે. એપેલેટ ટ્રિબ્યુનલ 3 જુલાઇએ આ કેસમાં આદેશ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ICICI બેંકના તત્કાલિન સીઇઓ ચંદા કોચર પર વીડિયોકોન ગ્રૂપ કંપનીને 300 કરોડ રૂપિયાની લોન આપવા બદલ 64 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો.

ચંદા કોચર સામે લાંચ લેવાના આરોપની તપાસ

એપેલેટ ટ્રિબ્યુનલે આ લાંચ કેસના આદેશમાં કહ્યું છે કે, અપીલકર્તા (ED) તરફથી રજૂ કરેલા આરોપના પુરાવાથી પૃષ્ટિ થાય છે. પુરાવા સેક્શન 50 હેઠળ આપેલા નિવેદન સાથે મેળ થાય છે, જે PMLA એક્ટ હેઠળ સ્વીકાર્ય છે અને તેના પર વિશ્વાસપાત્ર છે. આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે, લાંચના પૈસા પહોંચાડવા માટે વીડિયોકોન ગ્રૂપની કંપની SEPL અને NuPower Renewables (NRPL)નો ઉપોયગ કરવામાં આવ્યો હતો. NRPL પર દીપક કોચરનો અંકુશ હતો, જે ચંદા કોચરના પતિ છે.

લોન સેક્શન થયાના એક દિવસ બાદ લાંચની રકમ આપી

આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે, 300 કરોડ રૂપિયાની લોન ડિસ્બર્સ કર્યાના 1 દિવસ બાદ જ લાંચના 64 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પુરાવાથી માલૂમ થાય છે કે, NRPL વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની કંપની છે, પરંતુ એપેલેટ ટ્રિબ્યુનલે એ વાત પર ભાર મૂક્યો છે કે, હકીકતમાં આ કંપની દીપક કોચરની હતી. તેઓ આ કંપનીના ડિરેક્ટર પણ હતા. TOIના સમાચારમાં આ વાતનો ઉલ્લેખ છે.

ચંદા કોચરે બેંક નિયમનું ઉલ્લંધન કરી વીડિયોકોનને લોન આપી

એપેલેટ ટ્રિબ્યૂનલે નોંધ્યું છે કે, ચંદા કોચર લોન સેક્શન કમિટિના સભ્ય હતા, પરંતુ તેમણે એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે, જે કંપનીને 300 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે, તેના તેમના પતિ દીપક કોચર સાથે બિઝનેસ રિલેશન છે. આ નિર્ણય ICICI બેંકના નિયમ વિરુદ્ધ છે. એપેલેટ ટ્રિબ્યૂનલે આ કેસમાં નવેમ્બર 2020ના નિર્ણય માટે એડજ્યુડિકેટિંગ કમિટીને ફટકાર લગાવી છે. આ ઓથોરિટીએ ચંદા કોચર અને તેમની સાથે સંકળાયેલા લોકોની ટાંચમાં લેવાયેલી સંપત્તિ મુક્ત કરવા મંજૂરી આપી હતી.

લાંચ કેસ બાદ ચંદા કોચરનું ICICI બેંક માંથી રાજીનામું

લાંચ કેસના આરોપ બાદ ચંદા કોચરને ઓક્ટોબર 2018માં આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ અને એમડી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. હકીકતમાં લાંચ કેસનો તપાસ રિપોર્ટ આવે તેન પહેલા જ ચંદા કોચરે નિર્ધારિત સમય પૂર્વે બેંક પાસેથી નિવૃત્તિની માંગણી કરી હતી, જેને બેંકે મંજૂર કરી હતી. તપાસ દરમિયાન સપ્ટેમ્બર 2022માં ચંદા કોચર અને દીપક કોચરની સીબીઆઈ એ ધરપકડ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ