ICICI Bank, PNB, Bank of India Hikes MCLR : લોનધારકો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. દેશની ત્રણ અગ્રણી બેંકોએ તેમની લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. આ 3 સરકારી બેંક અને ખાનગી બેંકોએ તેમના એમસીએલઆરમાં વધારો કરતા તેમની હોમ લોનના વ્યાજદર વધ્યા છે. પરિણામ આ બેંકો પાસેથી લોન લેનારના લાખો ગ્રાહકો પર લોન ઇએમઆઇનો બોજ વધશે.
ICICI બેંક, PNB અને BoIની લોન મોંઘી થઇ
દેશની અગ્રણી બેંકો – આઇસીઆઇસીઆઇ બેંક (ICICI બેંક), પંજાબ નેશનલ બેંક અને બેંકઓફ ઈન્ડિયાએ તેમના માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં વધારો કર્યો છે. એમસીએલઆરમાં વૃદ્ધિથી ઉપરોક્ત ત્રણેય બેંકોની વિવિધ લોનના વ્યાજદર વધી ગયા છે. લોનના નવા વ્યાજદર 1 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે.
MCLR શું છે?
MCLRનું પુરું નામ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ છે. આ એમસીએલઆર કરતા નીચા વ્યાજદર બેંકો લોન આપી શકતી નથી. MCLR એ ધિરાણદર નક્કી કરવાનો એક માપદંડ છે.
ICICI Bankની લોન કેટલી મોંઘી થઇ
આઇસીઆઇસીઆઇ બેંકે તમામ મુદ્દતના MCLRમાં 5 બેઝિસ પોઇન્ટ એટલે કે 0.05 ટકાનો વધારો કર્યો છે. 100 બેઝિસ પોઇન્ટ એટલે 1 ટકો થાય છે. આઇસીઆઇસીઆઇ બેંકની વેબસાઇટ અનુસાર ઓવરનાઇટ એટલે કે રાત માટેનો એમસીએલઆર 8.35 ટકાથી વધારીને 8.40 ટકા કરાયો છે. તેવી જ રીતે એક મહિનાનો MCLR 8.40 ટકા, ત્રણ મહિનાનો 8.45 ટકા, છ મહિનાનો 8.8 ટકા, એક વર્ષનો 8.90 ટકા કરવામાં આવ્યો છે. એમસીએલઆરમાં વધારો થવાથી લોનના હપ્તા પર સીધી થશે. લોનના ઇએમઆઇમાં વધારો થશે.

Punjab National bank એ MCLR કેટલો વધાર્યો
સરકારી માલિકીની ધિરાણકર્તા પંજાબ નેશનલ બેંકની વાત કરીયે તેણે ઓગસ્ટ મહિના માટે તેના MCLR યથાવત રાખ્યા છે. પીએનબીનો ઓવરનાઇટ MCLR 8.10 ટકા અને એક મહિના માટેનો 8.20 ટકા છે. તેવી જ રીત ત્રણ મહિના માટેનો એમસીએલઆર 8.30 ટકા, છ મહિનાનો 8.50 ટકા, એક વર્ષ માટેનો 8.60 ટકા અને ત્રણ વર્ષ માટેનો MCLR 8.90 ટકા છે.

Bank of Indiaએ લોનના વ્યાજદર વધાર્યા

બેંક ઓફ ઇન્ડિયાએ પણ MCLR વધારીને લોનધારકોને ઝટકો આપ્યો છે. બેંક ઓફ ઇન્ડિયા અમુક મુદ્દતની લોન માટેના MCLRમાં વધારો કર્યો છે અને તે 1 ઓગસ્ટમાં લાગુ થયો છે. બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર એક રાતની લોન માટેનો એમસીએલઆર 7.95 ટકા, એક મહિના માટે 8.15 ટકા, ત્રણ મહિનાનો 8.30 ટકા, છ મહિનાનો 8.50 ટકા, 1 વર્ષ માટે 8.70 ટકા અને ત્રણ વર્ષનો એમસીએલઆર 8.90 ટકા નક્કી કર્યો છે.





