scorecardresearch

હવે UPIથી શોપિંગ કરો અને EMIમાં પેમેન્ટ ચૂકવો, આ સુવિધા કોને અને કેટલી લિમિટ મળશે જાણો

UPI payments UPI payments : એક ખાનગી બેંકે QR કોડ સ્કેન મારફતે થતા UPI પેમેન્ટ માટે EMI સર્વિસની શરૂઆત કરી છે. આ યુનિક સર્વિસથી તાત્કાલિક પેમેન્ટ કરવાની ચિંતા દૂર થશે.

ICICI Bank UPI payments EMI
ICICI બેંકે QR કોડ મારફતે કરાતા UPI પેમેન્ટ માટે EMI ફેસિલિટીની શરૂઆત કરી.

ICICI બેંકે UPI પેમેન્ટ માટે EMIની સુવિધા શરૂ કરી છે. આ ખાનગી બેંક દ્વારા મંગળવાર, 11 એપ્રિલ 2023ના રોજ આ યુનિક ફાઇનાન્સિયલ ફેસિલિટીની ઘોષણા કરી છે. બેંકે કહ્યું કે, QR કોડને સ્કેન કરીને કરવામાં આવતા યુપીઆઇ પેમેન્ટ માટે EMI ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. બેંકે કહ્યુ કે, કસ્ટમર બેંકને ‘પે લેટર’ ઓપ્શન ‘બાય નાઉ, પે લેટર’નો ઉપયોગ કરીને EMI ફેસિલિટીનો લાભ ઉઠાવી શકે છે. જે કસ્ટમરની પેલેટર સુવિધાને પાત્ર હશે તેઓ આ ફેસિલિટી મારફતે યુપીઆઇ પેમેન્ટ કરી શકે છે. પેમેન્ટ બાદ કસ્ટમર પોતાની ફેસિલિટીની ગણતરી મુજબ હપ્તામાં બેંકને પરત ચૂકવણી કરશે.

બેંકે એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે, બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી આવા પ્રકારની પ્રથમ સુવિધા છે, જે બેંકના લાખો ગ્રાહકોની ચૂકવણી કરવાની ક્ષમતામાં વધારો કરે છે. આ સુવિધા મારફતે કસ્ટમરો કરિયાણાની દુકાનો, ગારમેન્ટ શોપ, ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ, મુસાફરી અને હોટેલ બુકિંગ પર UPI ચુકવણી કરવા માટે બેંકની EMI પેમેન્ટસુવિધાનો લાભ લઈ શકશે.

પ્રેસ રિલિઝમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હવે માત્ર કોઇ દુકાન પર આવશ્યક મર્ચન્ટ QR કોડ સ્કેન કરીને અને પેમેન્ટ કરીને પ્રોડક્ટ કે સર્વિસને તાત્કાલિક ખરીદી શકાય છે. આ ફેસિલિટી મારફતે ગ્રાહકો રૂ. 10,000 સુધીનું UPI પેમેન્ટ કરી શકે છે, જેની ત્રણ, છ કે નવ મહિનામાં સરળ હપ્તાઓમાં બેંકને પરત ચૂકવણી કરવાની રહેશે. બેંકે કહ્યું કે ટૂંક સમયમાં ઓનલાઈન શોપિંગ માટે પણ નવી સુવિધા શરૂ કરવામાં આવશે.

ICICI બેંકમાં ડિજિટલ ચેનલ અને પાર્ટનરશિપ હેડ બિજિથ ભાસ્કરે કહ્યું કે, ‘અમે ICICI બેંકમાં હંમેશા પોતાના ગ્રાહકોની સુવિધામાં સુધારો કરવા પ્રોડક્ટો અને સર્વિસ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવીયે છીએ તેમજ તેમની વધી રહેલી ક્રેડિટ ડિમાન્ડને પુરી કરવા માટે યુનિટ સોલ્યુશન ઉપલબ્ધ કરાવીયે છીએ. અમે જોયું કે આજકાલ મોટાભાગના પેમેન્ટ યુપીઆઇ મારફતે થાય છે. તે ઉપરાંત અમે જોયું કે, ગ્રાહકો ઝડપથી બેંકની PayLater સુવિધામાંથી ‘બાય નાઉ, પે લેટર’ UPI ટ્રાન્ઝેક્શનનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

ભાસ્કરે જણાવ્યું હતું કે, “આ બંને વલણોને જોડીને, અમે Paylater દ્વારા કરવામાં આવતી UPI પેમેન્ટ માટે તત્કાલ EMI ફેસેલિટીની ઓફર રજૂ કરી રહ્યા છીએ. આ યુનિક ક્રેડિટ સર્વિસ સાથે મર્ચન્ટ QR કોડ સ્કેન કરીને UPI પેમેન્ટ કરનાર અમારા કરોડો કસ્ટમરો ઉંચા મૂલ્યની ચીજવસ્તુઓની ખરીદી કરી શકે છે. અમારું માનવું છે કે આ સ્ક્રીમ બહુ સારી ક્રેડિટ સર્વિસ પૂરી પાડે છે અને અમારા ગ્રાહકોની ખરીદ ક્ષમતામાં સુધારો કરે છે કારણ કે તેઓ સુરક્ષિત, ત્વરિત અને ડિજિટલ રીતે EMI પર ઉંચા મૂલ્યની પ્રોડક્ટ્સ ખરીદી શકે છે.”

વર્ષ 2018માં બેંકે તેની Paylater સર્વિસ શરૂ કરી, જે મારફતે કસ્ટમર સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ રીતે ઓછા મૂલ્યની ચીજવસ્તુઓ ત્વરિત ખરીદી કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરી શકે છે, બીલ ચૂકવી શકે છે અને દુકાન પર કોઈપણ મર્ચન્ટ UPI આઈડી પર પેમેન્ટ કરી શકે છે.

Web Title: Icici bank upi payments emi facility

Best of Express