બોમ્બે હાઇકોર્ટે આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને ન્યાયિક કસ્ટડીમાંથી મૂક્ત કરવા માટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે તેમની ધરપકડ કાયદા પ્રમાણે ન્હોતી. કોચર દંપતિને એક લાખ રૂપિયાના બોન્ડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
કલમ 41A અનુસાર ધરપકડ નથી
ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ કે ચવ્હાણની (Justice Revati Mohite-Dere and Justice Prithviraj K Chavan) ડિવિઝન બેચે કહ્યું કે “અરજીકર્તાની ધરપકડ કાયદા અનુસાર ન્હોતી અને ક્રિમિનલ પિનલ કોડની કલમ 41Aનું પાલન થયું નથી.” બોમ્બે હાઇ કોર્ટે શુક્રવારે ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચરની સીબીઆઈ દ્વારા કથિત કેરગાયદે ધરપકડ મુદ્દા પર દાખલ અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
ચંદા કોચરની 25 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી
સીબીઆઈએ વીડિયોકોલ – આઇસીઆઇસી બેન્ક લોન મામલામાં ચંદા કોચરની 25 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. કોચર દંપતિ આ આધાર પર પણ વચગાળાની રાહ માંગતા હતા કે તેમના પુત્રના આ મહિને જ લગ્ન થવાના છે. કોચર પરિવારે કોર્ટમાં તર્ક આપ્યો હતો કે સીબીઆઇની ધરપકડ એ જ આધાર પર મનમાની અને ગેરકાયદે હતી. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 46(4)નું પાલન કર્યા વિના કથિત રીતે તેની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે ધરપકડ વખતે કોઈ મહિલા પોલીસ અધિકારી હાજર નહોતા.