ICICI Prudential AMC IPO Review : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી આઈપીઓ 12 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. ICICI બેંકની પેટાકંપની અને દેશની બીજી સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની ICICI Prudential AMC આઈપીો દ્વારા ₹ 10,603 કરોડ એક્ત્ર કરવા મૂડીબજારમાં આવી રહી છે. આ પબ્લિક ઓફર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે, જેમા પ્રમોટર્સ દ્વારા 4.9 કરોડ ઇક્વિટી શેર વેચવામાં આવશે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી શેર ભાવમાં આઈપીઓ ખુલવાની પહેલા જ GMPમાં હલચલ દેખાય છે. અહીં આઈપીઓ વિશે તમામ વિગત આપી છે, જે દરેક રોકાણકાર માટે IPO સબ્સક્રાઇબ પહેલા જાણવી જરૂરી છે.
ICICI Prudential AMC Date : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ IPO મહત્વપૂર્ણ તારીખ
- આઈપીઓ ખુલશે : 12 ડિસેમ્બર
- આઈપીઓ બંધ થશે : 16 ડિસેમ્બર
- એંકર ઈન્વેસ્ટર્સ માટે બિડિંગ : 11 ડિસેમ્બર
- શેર એલોટમેન્ટ : 17 ડિસેમ્બર
- શેર લિસ્ટિંગ તારીખ : 19 ડિસેમ્બર (BSE અને NSE)
ICICI Prudential AMC IPO Issue Price : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ IPO ઇશ્યૂ પ્રાઇસ
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ IPOનું કુલ કદ 10,602.65 કરોડ રૂપિયા છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 2,061 થી 2,165 પ્રતિ ઇક્વિટી શેર અને લોટ સાઇઝ 6 શેર છે. આ આઈપીઓ સંપૂર્ણપણે OFS છે. જેમા કંપનીના પ્રમોટરો પૈકીના એક પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા 48,972,994 ઇક્વિટી શેર વેચવામાં આવશે. આઈપીઓમાં QIB ને 50 ટકા, નાના રોકાણકારો ને 35 ટકા ફાળવવામાં આવશે. આ મેઇનબોર્ડ આઈપીઓ છે અને શેર લિસ્ટિંગ 19 ડિસેમ્બરે BSE અને NSE પર થવાની ધારણા છે.
ICICI Prudential AMC IPO : મૂલ્યાંકન
ફાઈનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ બ્રોકરેજ ફર્મ મીરા એસેટ શેરખાને જણાવ્યું હતું કે, કંપનીનો બજાર હિસ્સો મજબૂત છે અને તે ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ નફાકારક AMC પૈકીની એક છે. નાણાકીય વર્ષ 2025ની કમાણીના આધારે IPO ની કિંમત આશરે 40x PE (ઉપલા ભાવ બેન્ડ પર) રાખવામાં આવી છે, જે અન્ય મોટી કંપનીઓની તુલનામાં વાજબી છે. કંપનીના સતત પ્રદર્શન અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ મૂલ્યાંકન વાજબી છે. તેથી, અમે મધ્યમથી લાંબા ગાળા માટે આ IPO માં સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.
ICICI Prudential AMC IPO : જોખમ પરિબળો
- ULIPs તરફથી સ્પર્ધા : ICICI પ્રુડેન્શિયલ AMC કહે છે કે વીમા કંપનીઓના ULIP પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી બજાર હિસ્સો છીનવી રહ્યા છે. નવા અને હાલના ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ આપતા પ્લેયર્સ વધતી સ્પર્ધા કંપનીના વિકાસ, બજાર હિસ્સો અને ફી ઘટાડી શકે છે.
- ETF તરફ આકર્ષણ : કંપનીનું કહેવું છે કે જો રોકાણકારો ETF તરફ વધુ આકર્ષાશે, તો AMCsની કુલ આવકનો વૃદ્ધિદર ધીમો પડી શકે છે, કારણ કે આનાથી એક્ટિવ ફંડના AUMમાં ઘટાડો અને ETFsના AUMમાં વધારો થઈ શકે છે.
- મંદીની અસર : જો બજારની સ્થિતિ બગડે છે અથવા આર્થિક મંદી આવે છે, તો આ મૂડી બજારની પ્રવૃત્તિ પર નકારાત્મક અસર કરશે. પરિણામે, કંપનીની કમાણી પર પણ અસર થઈ શકે છે.
- નિયમોમાં ફેરફારની અસર : જો નિયમનકાર મ્યુચ્યુઅલ ફંડના ખર્ચ ગુણોત્તર પર નવા નિયમો લાદે છે, તો તે કંપનીની નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
- વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ : વૈશ્વિક આર્થિક વાતાવરણમાં ફેરફા મૂડી બજારની પ્રવૃત્તિને અસર કરી શકે છે, જે રોકાણકારોના વિશ્વાસ અને કંપનીના વ્યવસાય વિકાસ બંનેને અસર કરી શકે છે.
ICICI Prudential AMC IPO : સકારાત્મક પરિબળો અને મુખ્ય વ્યૂહરચના
- ભારતમાં સૌથી મોટો ઇન્ડિવિઝ્યુઅલ ઇન્વેસ્ટર્સ બેઝ
- સતત નફા સાથે મજબૂત વૃદ્ધિ
- એક રાષ્ટ્રીય, મલ્ટી-ચેનલ અને વૈવિધ્યસભર વિતરણ નેટવર્ક
- અનુભવી મેનેજમેન્ટ ટીમ
- બેન્ચમાર્ક કરતાં વધુ સારા વળતર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરો
- વધુ સારા પ્રદર્શનના આધારે તમારા હાલના ગ્રાહકો સાથે અન્ય ખેલાડીઓના ગ્રાહકોને ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
- હાલના નેટવર્ક અને ટીમનો વધુ સારો ઉપયોગ
- SIP AUM વધારવા પર ભાર
આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. પ્રમોટર ફર્મ યુકે સ્થિત પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ્સ 4.89 કરોડ ઇક્વિટી શેર વેચશે. IPOમાં કોઈ નવા શેર જારી કરવામાં આવી રહ્યા ન હોવાથી, કંપનીને આ IPO માંથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં.
આ ICICI ગ્રુપની પાંચમી કંપની હશે જે લિસ્ટેડ થશે. અગાઉ, ICICI બેંક, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, ICICI સિક્યોરિટીઝ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની શેર બજારમાં લિસ્ટેડ થઈ ચૂકી છે.
ICICI Prudential AMC IPO GMP
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી IPO માટે 120 રૂપિયા આસપાસ ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાય છે. અપર પ્રાઇસ બેન્ડ 2165 રૂપિયાની તુલનામાં 6 ટકા વધારે છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો કંપનીનો શેર રૂ. 2290 પર લિસ્ટ થઈ શકે છે. જો કે, ગ્રે માર્કેટમાં પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે, અને KFin ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.
(Disclaimer : અહીં IPO વિશે આપેલી માહિતી બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે ઈન્ડિયન એક્સપ્રેસના અંગત અભિપ્રાય નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.)





