IIFL Securities: આઇઆઇએફએલ સિક્યોરિટીનો શેર 18 ટકા કેમ તૂટ્યો? સેબીએ બ્રોકરેજ ફર્મ પર કેમ પ્રતિબંધો લાદયા? જાણો વિગતવાર

IIFL Securities shares SEBI : સેબીના એક આદેશ બાદ આઇઆઇએફએલ સિક્યોરિટીઝના શેરમાં મંગળવારે ઇન્ટ્રા-ડે 18 ટકાથી વધારે કડાકો બોલાયો

IIFL Securities shares SEBI : સેબીના એક આદેશ બાદ આઇઆઇએફએલ સિક્યોરિટીઝના શેરમાં મંગળવારે ઇન્ટ્રા-ડે 18 ટકાથી વધારે કડાકો બોલાયો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Wealth Destroyers Stocks: આ 10 શેરમાં રોકાણકારોના લાખના બાર હજાર થયા, ટેલિકોમ શેરમાં સૌથી વધુ 1.34 લાખ કરોડનું નુકસાન

ચંદીગઢ સેક્ટર 17માં શેર માર્કેટનો ઈન્ડેક્સ જોઈ રહેલા નાના રોકાણકારો. (Express photo by Jaipal Singh)

IFFL Securities stock after SEBI barred : ભારતીય શેરબજાર નિયામક સેબીએ સ્ટોક બ્રોકર્સ માટેની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ બ્રોકરેજ ફર્મ આઇઆઇએફએલને બે વર્ષ સુધી કોઈપણ નવા ક્લાયન્ટનું રજિસ્ટ્રેશન કરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ મંગળવારે શેરબજારમાં IIFL સિક્યોરિટીઝના શેરમાં ઇન્ટ્રા-ડે 18 ટકાથી વધુનો કડાકો બોલાયો હતો.

IIFL સિક્યોરિટીઝના શેરમાં કેમ 18 ટકાનો કડાકો બોલાયો?

મંગળવારે આઇઆઇએફએલ સિક્યોરિટીઝનો શેર મંગળવારે બીએસઇ પર 18 ટકાથી વધુના ઇન્ટ્રા-ડે કડાકામાં 58 રૂપિયાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. કામકાજના અંતે શેર 16 ટકા કે 11 રૂપિયાના ઘટાડે 59.75 રૂપિયાના ભાવે બંધ થયો હતો.

આ કડાકાનું કારણ સેબી દ્વારા આઇઆઇએફએલ પર મૂકાયેલો પ્રતિબંધ છે. 19 જૂનના રોજ સેબીએ સ્થાનિક બ્રોકિંગ હાઉસને બે વર્ષ સુધી કોઈ નવા ક્લાયન્ટ બનાવવા પર પ્રતિબંધ મૂકવાના આદેશ બાદ આઇઆઇએફએલના શેરમાં કડાકો બોલાયો છે. સેબીએ તેની તપાસમાં બ્રોકરેજ ફર્મે ક્લાયન્ટ ફંડના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનું શોધી કાઢ્યું છે.

સેબીએ શા માટે IIFL સિક્યોરિટીઝ સામે પગલાં લીધાં?

ભારતીય શેરબજાર નિયામક સેબીએ 30 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી, 2014 દરમિયાન IIFLના એકાઉન્ટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં IIFLના 01 એપ્રિલ, 2011થી 31 ડિસેમ્બર, 2013 સુધીના રેકોર્ડ્સ અને પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સેબીની આ કવાયત ક્લાયન્ટના ફંડને પ્રોપ્રાઈટરી ફંડ્સ સાથે મિક્સ કરવા, ડેબિટ-બેલેન્સ ક્લાયન્ટ એકાઉન્ટ્સની જવાબદારીઓને સેટલ કરવા માટે ક્રેડિટ-બેલેન્સ ક્લાયન્ટ એકાઉન્ટનો ઉપયોગ કરવા અને પ્રોપરાયટરી- ટ્રેડ ઓબ્લિગેશન્સને સેટલ કરવા માટે ક્રેડિટ-બેલેન્સ ક્લાયન્ટ એકાઉન્ટનો ઉપયોગ કરવા સંબંધિત છે.

સેબીએ તેના આદેશમાં જણાવ્યુ, તપાસમાં જાણવા મળ્યું છે કે BSE દ્વારા ચેતવણી આપવા છતાં IIFL એ તેના 45 કસ્ટમરના એકાઉન્ટમાંથી 26 એકાઉન્ટને બેંક રેકોર્ડમાં 'ક્લાયન્ટ એકાઉન્ટ્સ' તરીકે નામ આપ્યા નથી.

ક્લાયન્ટ ફંડને મિશ્રિત કરવાના પુરાવા શોધવા અને પ્રોપરાયટરી એકાઉન્ટ્સની જવાબદારીઓનું સમાધાન કરવા માટે ક્લાયન્ટ ફંડનો ઉપયોગ કરવા મામલે સેબીએ એપ્રિલ 1, 2011 અને 30 જૂન, 2014 વચ્ચેના રેકોર્ડની પૂરક તપાસ શરૂ કરી. ત્રીજી પૂરક તપાસમાં, જેમાં 695 દિવસોના ટ્રેડિંગના ડેટા લેવામાં આવ્યો, “IIFL એ 687 દિવસમાં ડેબિટ બેલેન્સ ક્લાયન્ટની પતાવટની જવાબદારી માટે ક્રેડિટ ક્લાયન્ટ્સના ભંડોળનો દુરુપયોગ કર્યો હોવાનું જણાયું હતું જે કુલ ઉપરોક્ત સેમ્પલ દિવસોના 98.85 ટકા હતા”, એવું સેબીએ આદેશમાં જણાવ્યું હતું.

"તેવી જ આ સમયગાળા દરમિયાન 29 દિવસ IIFL એ પણ પ્રોપરાયટી ટ્રેડ્સની પતાવટની જવાબદારી માટે ક્રેડિટ ક્લાયન્ટના ફંડનો દુરુપયોગ કર્યો હોવાનું જણાયું હતું," તેવું સેબીએ તેના આદેશમાં કહ્યું છે.

IIFL સિક્યોરિટીઝ હવે કરી શકે છે?

સેબીના આદેશ બાદIIFL સિક્યોરિટીઝે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે તે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)માં બજાર નિયામકના આદેશની સામે અપીલ કરવા અંગે વિચારણા કરશે.

બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે, તેણે હંમેશા એક્સચેન્જો અને ગ્રાહકો પ્રત્યેની તમામ જવાબદારીઓ સમયસર પૂરી કરી છે. તેણે હંમેશા સૌથી પહેલા નિયમનું પાલન કરવાના અભિગમને અનુસર્યો છે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે સેબીના આદેશથી વર્તમાન ક્લાયન્ટ્સ સાથેના તેના હાલના બિઝનેસને અસર થશે નહીં.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિકકરો

Advertisment
એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ શેર બજાર