scorecardresearch

ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય? કેટલા રૂપિયા સુધીની ગિફ્ટ સ્વીકારી શકાય? જાણો ઇન્કમ ટેક્સનો નિયમ

IT Rules on Transaction : ઘણા બધા લોકોને રોકડ રકમ આઇટી એક્ટના નિયમોની જાણકારી હોતી નથી, આવી પરિસ્થિતિમાં તેઓ આવકવેરા વિભાગની કાર્યવાહીની ભોગ બની શકે છે.

Case Transaction
ઘણા લોકો આકસ્મિક ખર્ચ કે અચાનક આવી પડનાર મુશ્કેલી માટે ઘરમાં રોકડ નાણાં રાખતા હોય છે.

આપણે બધા આકસ્મિક ખર્ચ કે અચાનક આવી પડનાર મુશ્કેલી માટે ઘરમાં રોકડ નાણાં રાખવાનું પસંદ કરીયે છીએ. ભારતમાં સામાન્ય રીતે એવી ધારણા પ્રવર્તે છે કે મુશ્કેલીના સમયે કોઇની પાસે મદદ ન માંગવી પડે અથવા બેંક કે એટીએમમાં જવું ન પડે તેની માટે ઘરમાં થોડાંક રોકડ નાણાં રાખવા જરૂરી છે. આમ તો ઘરમાં રોકડ રાખવા અંગે કોઇ મર્યાદા નથી, પરંતુ આ રકમ તમારા ઇન્કમ ટેક્મ રિટર્ન સાથે સુસંગત હોવી જોઇએ. જો તેમાં વિસંગતતા હશે તો તમે આવકવેરા વિભાગના શંકાના દાયરામાં આવી શકો છો. ઉપરાાંત રોકડ નાણાંકીય વ્યવહાર અંગે પણ આવકવેરા વિભાગે મર્યાદા નક્કી કરી છે, જો તેનું પાલન ન થાય તો તમારે 100 ટકા જેટલો દંડ ચૂકવવો પડી શકે છે.

ઘરમા કેટલી રોકડ રકમ રાખી શકાય?

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઘરમાં કેશ રાખવા અંગે કોઇ મર્યાદા જણાવી નથી, પરંતુ તે તમારી આવક અનુસાર હોવી જોઇએ અથવા તો તેનો યોગ્ય સ્ત્રોત હોવો જોઇએ. જો તમે યોગ્ય કામગીરી કરીને કમાણી કરી છે અને તેના પુરતા દસ્તાવેજો છો, તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. જો આવકવેરા વિભાગની તપાસ આવે તો તમે રોકડ નાણાં ક્યાંથી આવ્યા તેની સાચી હકિકત રજૂ કરી શકો છો.

2 લાખ રૂપિયાથી વધારે રોકડ લેવડ-દેવડ

ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ 2 લાખ રૂપિયાથી વધારે રોકડની લેવડ-દેવડ અંગે નિયમ છે. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 269ST કોઇ પણ વ્યક્તિને એક વ્યક્તિ સાથે એક જ દિવસમાં બે લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ સ્વીકારવા પર મનાઇ ફરમાવે છે. ઉપરાંત આ કલમ એક જ ઘટના સંબંધિત એક વ્યક્તિ સાથે વધારે લેવડદેવડના મામલે પણ નિયંત્રણો મૂકે છે. રોકડ નાણાના બદલે ચેક, કાર્ડ કે ઓનલાઇન બેંક ટ્રાન્સફર મારફતે ચૂકવણી કરવી જોઇએ.

કેટલી રકમ સુધીની ગિફ્ટ સ્વીકારી શકાય?

જ્યારે મોંઘા અને વધારે ભેટ-સોગાદની વાત આવે છે, તો કોઇ પણ વ્યક્તિ અન્ય કોઇ વ્યક્તિ પાસેથી બે લાખ રૂપિયાથી વધારે રકમની રોકડ રકમનો સ્વીકાર કરી શકતો નથી. આ નિયમ કોઇ વ્યક્તિને તેના સગાસંબંધી પાસેથી મળનાર નાણાં પર પમ લાગુ થાય છે, જે લોકો આ નિયમનું ઉલ્લઘન કરે છે અને બે લાખ રૂપિયાથી વધારે રોકડ રકમનો સ્વીકાર કરે છે, તેમને મેળવેલી રકમ જેટલો દંડ ફટકારવામાં આવી શકે છે.

બિઝનેસ રોકડ લેવડદેવટનો નિયમ

બિઝનેસ માટે એક વ્યક્તિને એક જ દિવસમાં ખર્ચ પેટે 10,000 રૂપિયાથી વધારે કેશ પેમેન્ટ કરી શકાય નહીં. જો કે ટ્રાન્સપોર્ટ્સની માટે આ મર્યાદા 35,000 રૂપિયા છે.

લોનની ચૂકવણી મામલે શું નિયમ છે?

લોનની ચૂકવણીના મામલે, કોઇ વ્યક્તિ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 269SS અને 269T હેઠળ રોકડમાં 20,000 રૂપિયાથી વધારે રકમનો સ્વીકાર કરી નહી, અથવા તો કોઇ સંસ્થા કે વ્યક્તિને પેમેન્ટ / રિપેમેન્ટ કરી શકાય નહીં. આ નિયમ દેવાની ચૂકવણીના કિસ્સામાં પણ લાગુ થાય છે. અહીંયા સુધી કે સંપત્તિના ખરીદ-વેચાણમાં એડવાન્સ પેમેન્ટ સહિત રોકડ નાણાંકીય લેવડ-દેવડ માટે 20,000 રૂપિયાની ટોચ મર્યાદા નક્કી કરાઇ છે. જો નિયમનું ઉલ્લંઘન કર્યું તો રકમ જેટલો 100 ટકા દંડ વસૂલવામાં આવી શકે છે.

20 લાખ રૂપિયાથી વધારે લેવડ-દેવડના કિસ્સામાં

જો તમે આવકના સ્ત્રોતની સંતોષજનક જાણકારી ન આપી તો એક નાણાંકીય વર્ષમાં 20લાખ રૂપિયાથી વધારે રોકડ લેવડ-દેવડના કિસ્સામાં દંડ થઇ શકે છે. એક વર્ષમાં તમે બેંક એકાઉન્ટમાં 20 લાખ રૂપિયાથી વધારે રોકડ નાણાં ડિપોઝિટ કરાવી શકો છો, તે સમયે તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ બેંકમાં રજૂ કરવું પડશે. બેંકમાં એક વખતમાં 50,000 રૂપિયાથી વધારે રકમના જમા-ઉપાડ માટે તમારે પાન કાર્ડ દેખાડવું પડશે. શોપિંગ કરવાના સમયે 2 લાખથી વધારે પેમેન્ટ રોકડમાં કરી શકા નહીં. તેની માટે પણ તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ રજૂ કરવું પડશે.

મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ

સરકારે એવું નક્કી કર્યું છે કે, કરદાતાએ તેના મેડિકલ ઇન્સ્યોરન્સનું પેમેન્ટ કરતી વખતે લિમિટનું પાલન કરવું જોઇએ. તમામ મેડિકલ પ્રીમિયમની ચૂકવણી કરવા રોકડ સહિત ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં ડિફોલ્ટ થાવ તો કરદાતા સેક્શન 80ડી હેઠળ કરકપાતનો દાવો કરવા માટે અયોગ્ય બની જશો.

Web Title: Income tax limit cash transaction and gift payment it rules

Best of Express