/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Gold-Investment-Income-Tax-Rules.jpg)
ભારતમાં રોકાણ માટે સોનું પરંપરાગત વિકલ્પ છે. (Photo - Freepik)
Gold Investment Planning On Dhanteras Diwali : ધનતેરસ પર સોનામાં રોકાણઃ ધનતેરસ - દિવાળી પર સોનું ખરીદવાની પરંપરા છે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. જો કે પહેલા લોકો ધનતેરસ - દિવાળી પર સોનું ખરીદવું શુભ હોવાનું માનીને સોનું સોનું ખરીદતા હતા, હવે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. લોકો હવે સોનું ખરીદે છે, પરંતુ તેને રોકાણના સલામત વિકલ્પ તરીકે ધ્યાનમાં લે છે. આ કારણોસર, રોકાણ હવે માત્ર ભૌતિક સોના સુધી મર્યાદિત નથી. ફિઝિકલ સોના ઉપરાંત, લોકો ડિજિટલ ગોલ્ડ, પેપર ગોલ્ડ, ગોલ્ડ બોન્ડ્સ અને ગોલ્ડ ઇટીએફમાં પણ નાણાંનું રોકાણ કરી રહ્યા છે. કોઈપણ રીતે, સોનું એક રોકાણ વિકલ્પ છે જે તમને લાંબા ગાળે સ્થિર વળતર આપી શકે છે. જો આપણે તેના વળતર ઇતિહાસ પર નજર કરીએ તો, તે સલામત રોકાણનો વિકલ્પ છે.
ભૌતિક સોના પર ઇન્કમ ટેક્સ (Income Tax On Gold Investment)
ભૌતિક સોનામાં નાણાંનું રોકાણ કરવાનો અર્થ છે સોનાના દાગીના, સોનાના બિસ્કિટ, સોનાના સિક્કા ખરીદવા. જો કે, ભારતમાં સોનામાં રોકાણ કરવા માટે ભૌતિક સોનું સૌથી લોકપ્રિય વિકલ્પ છે. ભૌતિક સોના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (એલટીસીજી) અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ (એસટીસીજી) ચૂકવવા પડે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/RBI-Governor-Shaktikanta-Das-2023-11-02T175033.978.jpg)
36 મહિના કે તેથી વધુ સમય માટે રાખવામાં આવેલા સોનામાંથી મળેલા વળતરને લાંબા ગાળાના મૂડી લાભ કહેવામાં આવે છે. ભારતીય આવકવેરાના નિયમ અનુસાર, તમારે સોનું વેચતી વખતે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) પર 20 ટકા ટેક્સ અને 4 ટકા સેસ ચૂકવવો પડશે. આમ ભૌતિક સોના પર કુલ 20.8 ટકા ટેક્સ લાગે છે. આ સમયગાળા કરતાં ઓછા સમય માટે રાખવામાં આવેલા સોનામાંથી મળેલા વળતરને ટૂંકા ગાળાના મૂડી લાભ કહેવામાં આવે છે. એસટીસીજીના કિસ્સામાં ટેક્સ તમારા આવકવેરા સ્લેબના આધારે વસૂલવામાં આવે છે.
ડિજિટલ સોના પર ઇન્કમ ટેક્સ (Income Tax On Digital Gold Investment)
તમે ઓનલાઈન ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. તેને ભૌતિક સોનાની જેમ સુરક્ષિત રાખવાની કોઈ ઝંઝટ નથી. ડિજિટલ સોનું તમારા ડિજિટલ વૉલેટમાં રહે છે. તમે તેને ખરીદી અને વેચી પણ શકો છો. જો જરૂરી હોય તો, કેટલાક વધારાના ચાર્જ ચૂકવીને ડિજિટલ ગોલ્ડને ભૌતિક સોનામાં રૂપાંતરિત કરી શકાય છે. ડિજિટલ ગોલ્ડ પર ભૌતિક સોના પર આવકવેરાના નિયમો અનુસાર જ ટેક્સ લાગે છે. એટલે કે ભૌતિક સોનાની જેમ જ ડિજિટલ ગોલ્ડ પર 20.8 ટકા ટેક્સ લાગશે. RBI અથવા SEBI જેવા સરકારી નિયમનકારો પાસે આ રોકાણ વિકલ્પને રેગ્યુલેટ કરવાની કોઈ સત્તા નથી.
પેપર ગોલ્ડ પર ઇન્કમ ટેક્સ (Income Tax On Paper Gold Investment)
પેપર ગોલ્ડમાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ ઇટીએફ, સોવરિન ગોલ્ડ બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ઇટીએફ અથવા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ વેચીને તમે જે આવક મેળવો છો તેને તમારો મૂડી લાભ કહેવાય છે. ભારતમાં સોના પર ટેક્સ નિયમો અનુસાર, જો તમે 36 મહિના પછી ગોલ્ડ ઇટીએફના યુનિટ વેચીને આવક મેળવો છો, તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) કહેવામાં આવે છે અને તેના પર 20.8 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 3 વર્ષથી ઓછા સમય માટે રાખવામાં આવેલા પેપર ગોલ્ડમાંથી મળતા વળતરને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કહેવામાં આવે છે. એસટીસીજીના કિસ્સામાં, ટેક્સ તમારા આવકવેરા સ્લેબના આધારે વસૂલવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-2023-10-31T174429.090.jpg)
ભેટ તરીકે મળેલા સોના પર કેટલો ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે (Income Tax On Gold Gift)
લોકો ધનતેરસ અથવા દિવાળી જેવા ખાસ પ્રસંગોએ તેમના મિત્રો અથવા સંબંધીઓને સોનું ભેટમાં આપે છે. જો તમે પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પાસેથી ભેટ અથવા વારસામાં સોનું મેળવી રહ્યાં છો, તો તમે તેના પર આવકવેરામાંથી મુક્તિ મેળવી શકો છો. આવકવેરા અધિનિયમની કલમ 56(2) મુજબ, માતા-પિતા, જીવનસાથી અથવા બાળકોને સોનાના દાગીના ગિફ્ટ કરવા પર કોઈ આવકવેરો લાગતો નથી.
આ પણ વાંચો | ધનતેરસ – દિવાળીમાં ગોલ્ડ ઇટીએફ કે સોવરિન ગોલ્ડ બોન્ડ શેમાં રોકાણ કરવાથી વધારે ફાયદો થશે?
જો તમે સંબંધીઓ સિવાય અન્ય કોઈ પાસેથી 50,000 રૂપિયાથી વધુની કિંમતની સોનાની ભેટ મેળવો છો, તો ટેક્સ ચૂકવવો પડશે. આવી આવક કરપાત્ર છે કારણ કે તેને અન્ય સ્ત્રોતોમાંથી આવક ગણવામાં આવે છે. ઉપરાંત તમે તમારા લગ્નમાં મળેલા સોનાના દાગીના પર ટેક્સ છૂટ પણ મેળવી શકો છો. પરંતુ જો તમે આ ભેટો વેચવા માંગતા હો, તો સરકાર મૂડી લાભના દર મુજબ ટેક્સ વસૂલશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us