Income Tax Planning Before 31 March: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો સમય નજીક આવી રહ્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2025માં નવા ઈન્કમ ટેક્સ લિમિટ વધારવાની સાથે સાથે ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ જાહેર કર્યા છે. ઈન્કમ ટેક્સ લિમિટ વાર્ષિક 12 લાખ રૂપિયા થવાથી કરદાતા ખુશ છે. પરંતુ ટેક્સ નિયમમાં આ ફેરફાર આગામી નાણાકીય વર્ષથી લાગુ થશે. તમારું નાણાકીય વર્ષ 2024-25નું આવકવેરા આયોજન જુના નિયમ મુજબ થશે. ચાલુ નાણાકીય વર્ષ સમાપ્ત થવામાં હવે 1 મહિનાનો સમય બચ્યો છે. આથી 31 માર્ચ આવે તેની પહેલા ટેક્સ સેવિંગ થી લઇ ઈન્કમ ટેક્સ રિટર્ન માટે જરૂરી કામગીરી પતાવવી પડશે, જો વિલંબ કરશો તો મુશ્કેલી પડશે અને દંડ પણ ચૂકવવો પડી શકે છે.
ઈન્કમ ટેક્સ રીઝિમની પસંદગી
પગારદાર કરદાતા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે નવી કર વ્યવસ્થા અને જુની કર વ્યવસ્થા વિકલ્પ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતા કર પ્રણાલી પસંદ કરી શકે છે. સામાન્ય રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. જુની ટેક્સ રીઝિમમાં પીપીએફ, ઇએલએસએસ સહિત લગભગ એક ડઝન જેટલી રોકાણ યોજનાઓમાં રોકાણ કરવા પર કર કપાત અને કર મુક્તિનો લાભ ઉઠાવી શકાય છે. પરંતુ આ ટેક્સ રીઝિમમાં ટેક્સ રેટ્સ વધારે છે. નવી ટેક્સ રીઝિમમાં વધારે ડિડક્શન ક્લેમ કરવાની સુવિધા નથી, પરંતુ ટેક્સ રેટ ઓછો છે. આથી જો પગારદાર કરદાતા છે તો સમજી વિચારીને નવી અને જુની કર પ્રણાલી બંને માંથી કોઇ એક ટેક્સ રીઝિમ પસંદ કરવાની રહે છે. જો તમને તેમા મુશ્કેલી પડે તો ટેક્સ એક્સપર્ટ્સની મદદ લઇ શકો છો.
જો તમે જુની કર પ્રણાલી પસંદ કરો છો તો તમે ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. ઉપરાંત તમે એનપીએસ માં વધારાના 50000 રૂપિયાના રોકાણ પર પણ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. તમે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80ડી હેઠળ 750000 રૂપિયા સુધી કર કપાતનો દાવો કરી શકો છો.
જો તમે પોતાના અને પરિવાર માટેની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ પર 25000 રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. ઉપરાંત માતા પિતા માટેની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ પર પણ 50000 રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. કલમ 80સી અને 80ડી સાથે તમે 2.25 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકે છે. તેમાં એનપીએસના વધારાના 50000 રૂપિયા ઉમેરો તો આ રકમ 2.75 લાખ રૂપિયા થઇ જાય છે.
હોમ લોન /HRA પર કર લાભ
જો તમે જુની કર પ્રણાલી પસંદ કરી છો તો હોમ લોન પર પણ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 24બી હેઠળ હોમ લોન વ્યાજદર પર મહત્તમ 2 લાખ રૂપિયા સુધી ડિડક્શન ક્લેમ કરી શકાય છે. જે લોકો ભાડાના મકાનમાં રહે છે તો હોમ રેટ એલાઉન્સ (HRA) પર કર લાભનો દાવો કરી શકે છે. તેનાથી કરદાતાની આવકવેરા જવાબદારી ઘણી ઘટી જાય છે. કર બચત કરવામાં HRA થી ઘણી મદદ મળે છે. ત
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પહેલા જરુરી દસ્તાવેજ એક્ઠા કરી લેવા જરૂરી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. જો તમે પગારદાર કરદાતાએ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે કંપની તરફથી ફોર્મ 16, ટીડીએસ ફોર્મ, બેંક સ્ટેટમેન્ટ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવવી લેવા જોઇએ.





