Income Tax Refund: માત્ર 12 કલાકમાં ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું, વહેલું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના અઢળક ફાયદા

Income Tax Refund after ITR Filing: તાજેતરમાં એક કરદાતાએ તેને ઇન્કમ રિટર્ન ફાઇલ કર્યાના 12 કલાકની અંદર તેનું ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યુ હોવાનો સોશિયલ મીડિયામાં દાવો કર્યો છે.

Written by Ajay Saroya
Updated : July 31, 2023 17:51 IST
Income Tax Refund: માત્ર 12 કલાકમાં ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું,  વહેલું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના અઢળક ફાયદા
Income Tax Refund: ઇન્કમ ટેક્સ રિફંડ (Photo: FE)

Income Tax Refund after ITR Filing: ઇન્કમ ટેક્સ રિફંડની પ્રક્રિયા અગાઉ કરતા હાલના સમયમાં ઘણી ઝડપી બની ગઇ છે. કરદાતાઓ કે જેમણે આકારણી વર્ષ 2023-24 માટે તેમના રિટર્ન ફાઇલ કર્યા હતા તેઓને રિફંડની પ્રક્રિયા માટે થોડા અઠવાડિયા રાહ જોવી પડી હતી. જ્યારે જુલાઈમાં ઘણા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓને અમુક જ દિવસો બાદ તેમના રિફંડ મળ્યા હતા. જ્યારે તાજેતરમાં ગત ગુરુવારે એક કરદાતાએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે, તેને 12 કલાકની અંદર તેનું ટેક્સ રિફંડ મળી ગયું છે.

તેના ITR ફાઇલિંગ અને રિફંડ ડિપોઝિટના સ્ક્રીનશૉટ્સ શેર કરતા, ટ્વિટર યુઝર્સ નિર્ણય કપૂરે લખ્યું કે તેણે આટલું ઝડપી રિફંડ ક્યારેય જોયું નથી. નિર્ભયે 27 જુલાઈની સવારે તેનું ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું અને તે જ દિવસે સાંજ સુધીમાં રિફંડ જમા થવાનો મેસેજ મળ્યો હતો.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગમાં છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળો

ચાલુ મહિનાની શરૂઆતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ટેક્સ-ફાઇલિંગ રિફોર્મ્સને પગલે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં અને રિફંડ આપવાની કામગીરીમાં તેજી આવી છે. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં ફાઇલિંગના એક દિવસમાં પ્રોસેસ કરાયેલા ITRમાં એકંદરે 100 ટકાનો વધારો થયો છે. ટેક્સ એક્સપર્ટ્સના મતે, રિટર્ન ફાઇલ કરનારાઓએ ક્યારેય રિફંડ પ્રોસેસિંગ વિશે ચિંતા ન કરવી જોઈએ કારણ કે સિસ્ટમ પાછલા વર્ષો કરતાં ઘણી ઝડપી બની છે. તેના બદલે, કરદાતાઓએ વહેલા રિફંડ માટે પાત્ર બનવા માટે શક્ય તેટલું વહેલું તેમનું રિટર્ન ફાઈલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને છેલ્લી ઘડીની ફાઇલિંગની મુશ્કેલીઓ ટાળવી જોઈએ.

આ પણ વાંચો| જો કરદાતા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરે તો શું થાય, જાણો

વહેલા ITR ફાઈલ કરવાના ફાયદા

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંહ વહેલાસર કરવાના ઘણા નાના ફાયદા છે. જ્યારે કોઇ કરદાતા દ્વારા નિયત તારીખ પહેલાં ITR ફાઇલ કરવામાં આવે છે, ત્યારે આવકવેરા વિભાગ રિફંડ પર દર મહિને 0.5 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. આ વ્યાજની ગણતરી 1 એપ્રિલથી રિફંડની તારીખ સુધી કરવામાં આવે છે. કરદાતાઓ માટે જેમના એકાઉન્ટઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી, ITR ફાઇલ કરવાની નિયત તારીખ 31 જુલાઈ છે. 30 જુલાઈ સુધીમાં કરદાતાઓ દ્વારા 6.13 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. વધુમાં, આવકવેરા વિભાગે 2.69 કરોડથી વધુ વેરિફાઈડ આઈટીઆરનું પ્રોસેસ કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ