Income Tax Rates: માંગ વધારવા અને ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા સરકાર આવકવેરાના દરમાં ઘટાડો કરી શકે છે

Income tax reduction relief : ઈન્કમ ટેક્સમાં રાહત મળી શકે છે, સરકાર માંગ વધારવા અને રોકાણ પ્રોત્સાહન માટે બજેટ 2024 માં આવકવેરામાં ઘટાડો કરવાનું વિચારી રહી.

Written by Kiran Mehta
June 17, 2024 12:25 IST
Income Tax Rates: માંગ વધારવા અને ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા સરકાર આવકવેરાના દરમાં ઘટાડો કરી શકે છે
માંગમાં વદારા અને રોકાણને પ્રોત્સાહન આપવા સરકાર આવક વેરા દર ઘટાડી શકે છે

આંચલ મેગેઝિન | Income Tax Reduction Relief : ભારતીય અર્થતંત્ર વપરાશની અછતની સમસ્યાથી ઝઝૂમી રહ્યું હોવાથી, સરકારના નીતિ નિર્માતાઓ વર્તમાન આવકવેરા માળખાને તર્કસંગત બનાવવાની તરફેણમાં છે, ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા બે સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, એવી શક્યતા છે કે, ઓછી આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં ઘટાડો, મફતના ઉપહાર અથવા વધુ પડતા કલ્યાણકારી ખર્ચ પર પ્રાથમિકતાના ધોરણે નીતિ બનાવવામાં વી શકે છે, જેથી ફોકસ રાજકોષીય એકત્રીકરણ તરફ કરી શકાય.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કટોતી ડિસ્પોઝેબલ આવક વધારવા માટે ટેક્સ કાપ વધુ કાર્યક્ષમ ઉપાય હોઈ શકે છે, જેના પરિણામે વધુ વપરાશ થશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, માંગને પુનર્જીવિત કરવા માટે વપરાશમાં વધારો કરવો મહત્વપૂર્ણ છે, જે બદલામાં રોકાણ ચક્રને ફરીથી શરૂ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે, ખાસ કરીને ગ્રાહક-કેન્દ્રિત ક્ષેત્રોમાં ખાનગી મૂડી ખર્ચને પુનર્જીવિત કરીને. અલબત્ત, આનાથી જીએસટી કલેક્શનમાં પણ વધારો થઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “આ રીતે (કર તર્કસંગતતા), તમે વપરાશને અનલોક કરશો. વધુ ડિસ્પોઝેબલ આવક થશે, જેનો અર્થ વધુ વપરાશ, વધુ આર્થિક પ્રવૃત્તિઓ, વધુ GST સંગ્રહ થશે. તેથી તમે ખરેખર વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ આવક સંગ્રહને સક્રિય કરી શકો છો. આનો અર્થ એ પણ થશે કે, નિગમો માટે પણ પ્રત્યક્ષ કર વસૂલાતમાં વધારો થશે, કારણ કે તેમની પાસે જાણ કરવા માટે વધુ આવક હશે.”

ચર્ચાઓએ નોંધ્યું છે કે, વર્તમાન કર માળખામાં સીમાંત આવકવેરામાં વધારો “ખૂબ વધારે” છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યારે, નવી ટેક્સ સિસ્ટમમાં, તમારો 5 ટકાનો પ્રથમ સ્લેબ 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે તે રૂ. 15 લાખ સુધી પહોંચે છે, જે પાંચ ગણો છે, ત્યારે માર્જિનલ ટેક્સનો દર 5 ટકાથી વધીને 30 ટકા થાય છે – જે છ ગણો વધારો. તેથી જ્યારે આવક પાંચ ગણી વધે છે, ત્યારે સીમાંત કરનો દર છ ગણો વધે છે, જે ઘણો ઊંચો છે.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવા કોઈપણ પગલાથી થતી આવકના નુકસાનનું ગતિશીલ વિશ્લેષણ કરવાની જરૂર છે. અધિકારીએ જણાવ્યું હતું કે્, “આનાથી માંગમાં વધારો થવાની ધારણા હોવાથી, ચોખ્ખી અસરનું મૂલ્યાંકન કરવા માટે સામાન્ય સંતુલન વિશ્લેષણની જરૂર છે. લોકોના હાથમાં વધુ પૈસા હશે, જેનાથી વધુ સારો વપરાશ ખર્ચ થશે અને પ્રત્યક્ષ અને પરોક્ષ કરની વધુ આવક થશે. તેથી ભલે સરકારી આવકમાં નુકસાન થઈ શકે છે, તેમ છતાં ચોખ્ખી અસર હકારાત્મક રહેશે.”

કલ્યાણ ખર્ચમાં કેમ વધારો ન કરવો

જ્યારે કલ્યાણકારી ખર્ચમાં લિકેજ થાય છે, ત્યારે ઓછી આવકના સ્તરે કર દરમાં ઘટાડો ઘણીવાર વપરાશમાં વધારો કરે છે. આનાથી માંગમાં વધારો થાય છે, જે રોકાણને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ખાનગી ક્ષેત્ર દ્વારા, જે વર્ષોથી અસ્વસ્થ છે.

ટેક્સ સરળીકરણને કલ્યાણ યોજનાઓ પરના ખર્ચાઓ કરતાં વધુ સારા સાધન તરીકે પણ જોવામાં આવે છે, જેમાં સંભવિત લિકેજ હોઈ શકે છે. અન્ય અધિકારીએ કહ્યું કે, “આપણી ખાધ બહુ નાની નથી. રાજકોષિય અસ્થિરતાની કિંમત પર ગરીબોને લાભ મળી શકતો નથી. ઉપભોગ યોગ્ય સરકારી યોજનાઓ દ્વારા પેદા થતી આર્થિક પ્રવૃત્તિઓમાંથી આવવો જોઈએ, વાઉચર ખર્ચથી નહીં. આ કરમાં કાપ દ્વારા કરી શક્ય કરી શકાય છે, ખાસ કરીને ઓછી આવકના સ્તરો માટે.”

નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરે તેવી અપેક્ષા છે.

જ્યારે ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ GDP વૃદ્ધિ દર 7 ટકાથી વધુ નોંધ્યો છે, પરંતુ આનાથી ધીમી કૃષિ વૃદ્ધિ, નબળી નિકાસ અને નબળી વપરાશની માંગ વચ્ચે સુસ્ત ખાનગી રોકાણના નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યા છે. ખાનગી રોકાણ વધ્યું નથી અને માંગનો અભાવ ભારતીય ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે.

PFCE in GDP
ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) જીડીપીના હિસ્સા તરીકે ઘટીને 52.9 ટકા રહ્યો (ફોટો – એક્સપ્રેસ)

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 31 મેના રોજ જાહેર કરાયેલા સૌથી તાજેતરના જીડીપી ડેટામાં, વપરાશની માંગનો એક સંકેત, ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) જીડીપીના હિસ્સા તરીકે ઘટીને 52.9 ટકા રહ્યો હતો – જે 2011-12 ના બેઝ યર સિરીઝમાં સૌથી નીચું સ્તર છે.

સંપૂર્ણ નાણાકીય વર્ષ 2023-24 માટે, વપરાશ ખર્ચ 4 ટકા વધ્યો છે, જે મહામારીના વર્ષને બાદ કરતાં છેલ્લા બે દાયકામાં સૌથી ધીમો વૃદ્ધિ દર છે. 2024-25 માં રાજકોષીય ખાધને જીડીપીના 5.1 ટકા સુધી લાવવા અને 2025-26 માં તેને 4.5 ટકાથી નીચે લાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોષીય એકત્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

તેણીના 2021-22ના બજેટ ભાષણમાં, સીતારમણે 2025-26 સુધીમાં 4.5 ટકાના રાજકોષીય ખાધના લક્ષ્યની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું કે, “અમે એકીકરણ હાંસલ કરવાની આશા રાખીએ છીએ, પ્રથમ તો બહેતર અનુપાલન દ્વારા કરની આવકમાં વધારો કરીને અને બીજું, જાહેર ક્ષેત્રના સાહસો અને જમીન સહિતની અસ્કયામતોના મુદ્રીકરણથી રસીદ વધારીને.”

આ પણ વાંચો – ચિકન કરતાં પણ મોંઘી થઈ દાળ, ફળ-શાકભાજીના ભાવ પણ ભડકે બળ્યા, લોકસભા ચૂંટણી પછી સામાન્ય જનતાને ફટકો કેમ?

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ 2023-24 માટે, સરકાર અપેક્ષા કરતાં વધુ સારી કરવેરા આવક અને ઓછી સબસિડી ચૂકવણીને કારણે રાજકોષીય ખાધને જીડીપીના 5.6 ટકા સુધી ઘટાડવામાં સફળ રહી હતી, જે સુધારેલા અંદાજમાં ઉલ્લેખિત 5.8 ટકા કરતાં ઓછી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ