નાણાંકીય વર્ષ 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. પગારદાર કરદાતાઓ સામાન્ય રીતે તેમના એમ્પ્લોયર / નોકરી દાતા કે કંપની તરફથી મળેલા ફોર્મ- 16ના આધારે તેમના આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરે છે. ફોર્મ 16/16A એ તેમના કર્મચારીઓ વતી નોકરીદાતા તરફથી દ્વારા કરની કપાત પરના ટેક્સ ડિડક્શન એટ સોર્શનું (TDS)નું સર્ટિફિકેટ છે.
નોકરીદાતા કંપની દ્વારા સામાન્ય રીતે જૂનના પહેલા ભાગમાં ફોર્મ- 16 ઇશ્યૂ કરવામાં આવે છે કારણ કે 31 માર્ચે પૂરા થતા ક્વાર્ટર માટે TDS ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 મે, 2023 છે અને નોકરીદાતાઓએ આવા રિટર્ન ફાઇલ કર્યાના 15 દિવસની અંદર ફોર્મ -16 જારી કરવાનું જરૂરી છે.
આમ, પગારદાર વ્યક્તિઓ 15 જૂન સુધીમાં તેમનું ફોર્મ 16/16A ડાઉનલોડ કરી શકશે અને તે મુજબ આકારણી વર્ષ 2023-23 (નાણાકીય વર્ષ 2022-23) માટે તેમના રિટર્ન ફાઇલ કરી શકશે.
RSM ઇન્ડિયાના સ્થાપક ડો. સુરેશ સુરાના એ જણાવ્યું કે, “ફોર્મ 16 સામાન્ય રીતે એમ્પ્લોયરો દ્વારા જૂનના પહેલા ભાગમાં ઇશ્યૂ કરવામાં આવે છે કારણ કે માર્ચના અંતના ત્રિમાસિક ગાળા માટે TDS ફાઇલ કરવાનો છેલ્લો દિવસ 31 મે, 2023 છે અને ફોર્મ 16 આવા રિટર્ન ફાઇલ કર્યાના 15 દિવસની અંદર ઇશ્યૂ કરવામાં આવે છે.”
ચાલુ વર્ષે આઇટી રિટર્ન ફાઇલ ક્યાં સુધીમાં કરવું જોઈએ?
ટેક્સ એક્સપર્ટ્સ કહે છે કે, પગારદાર વ્યક્તિઓએ તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 મેળવતાની સાથે જ તેમનું ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ. એસેસમેન્ટ યર 2023-24 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે. પગારદાર કરદાતાઓ 15 જૂનથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું શરૂ કરી શકશે .
ડેલોઈટ હાસ્કિન સેલ્સ અને એલએલપીના વિજય ભરેચે જણાવ્યું કે, “ટેક્સ ઓથોરિટીએ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફોર્મ્સ ઇશ્યૂ કર્યા હતા. જેમ કે ફોર્મ અગાઉથી નોટિફાઇડ કરવામાં આવ્યા હતા, જેથી કરદાતાઓને આવશ્યકતાઓ માટે જરૂરી તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા માટે પૂરતો સમય મળી શકે. એકવાર ઓનલાઈન યુટિલિટી ફોર્મ્સ રિલીઝ થઈ જાય પછી કરદાતાઓ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશે. પગારદાર કરદાતાઓએ તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 મેળવવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2022-23 માટે, નોકરીદાતાઓએ 15 જૂન 2023 સુધીમાં ફોર્મ 16 મેળવવું જરૂરી છે. પગારદાર કરદાતાઓએ તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 પ્રાપ્ત કર્યા પછી તેમના ટેક્સ રિટર્ન ફાઇલ કરવા જોઈએ.”
ફોર્મ-16 મેળવતા પહેલા શું કરવું
તેઓ વધુમાં જણાવે છે કે, ફોર્મ 16 મેળવતા પહેલા, કર્મચારીઓએ અન્ય આવકની વિગતો પણ એકત્રિત કરવી જોઈએ જેમ કે બ્રોકરેજ પાસેથી કેપિટલ ગેઈન સ્ટેટમેન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજની આવક, ભાડાની આવક અને કપાતનો દાવો કરવા માટે કરવામાં આવેલ કોઈપણ રોકાણની વિગતો વગેરે.
વધારાના વ્યાજની જવાબદારી ટાળવા માટે કર્મચારીઓએ અંતિમ કર જવાબદારીની પણ ગણતરી કરવી જોઈએ અને જો જરૂરી હોય તો બાકીના કર ચૂકવવા જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, “ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે, કરદાતાઓએ તેમના એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) (Annual Information Statement) અને ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી (TIS) (Taxpayer Information Summary) માં નોંધાયેલી વિગતોની ચકાસણી કરવાની જરૂર છે. કરદાતાઓએ આવકની વિગતો આ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ સાથે સુસંગત થાય છે કે નહી તેની પણ ખાતરી કરવી જોઇએ. છેલ્લી ઘડીની મુશ્કેલીઓને ટાળવા માટે કરદાતાઓએ તમામ આવકની વિગતો તૈયાર રાખવી જોઈએ . સૌથી અગત્યનું કરદાતાઓએ તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર્સ (PAN) અને આધાર નંબર લિંક છે કે નહીં તેની પણ તપાસ કરીલ લેવી જોઇએ. જો ન હોય તો આધાર-પાન કાર્ડને લિંક કરી લેવા નહીત્તર પાન કાર્ડ અમાન્ય થઇ જશે. આધાર-પાન કાર્ડને લિંક કરવાની તારીખ 30 જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે.”
Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો