Income Tax Return After Due Date Penalty: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે. હવે 31 જુલાઇ સુધીની ડેડલાઈન બાદ આઈટીઆર ફાઈલ કરનાર કરદાતાએ દંડ, પેનલ્ટી ચૂકવવી પડે છે. દર વર્ષે લાખો કરદાતા વિવિધ કારણોસર સમયસર આઈટી રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જો તમે આ ડેડલાઈન ચૂકી ગયા છો તો ગભરાવાની જરૂરી નથી, તમને 31 ડિસેમ્બર સુધી વિલંબિત આઈટી રિટર્ન ફાઇલ કરવાની તક મળે છે, જો કે આ માટે કરદાતા એ ટેક્સ અને વ્યાજ ઉપરાંત દંડના સ્વરૂપમાં વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે.
જો 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ ન કરો તો શું થશે? (What Happens When ITR Is Not Filed)
જેમ તમે જાણો છો, નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. જો તમે ડેડલાઈન ચૂકી જાઓ છો, તો તમને 31 ડિસેમ્બર સુધી બિલેટેડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તક મળશે, પરંતુ ટેક્સ અને વ્યાજ સિવાય, તમારે દંડના સ્વરૂપમાં વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે.
જો કે, સૌથી વધુ નુકસાન જુની કર પ્રણાલી પસંદર કરનાર એવા કરદાતાને થશે જેમણે પહેલાથી જ ટેક્સ જમા કરાવ્યો છે. આ ઉપરાંત, આ ટેક્સ રિઝિમ મુજબ રોકાણ અને આવકનો પુરાવો પણ સબમિટ કરવામાં આવ્યો છે, જો તમે 31 જુલાઈ સુધીમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં અસફળ રહો છો તો જુની કર પ્રણાલી સંબંધિત કર લાભ સમાપ્ત થશે શકે છે અને આવા કરદાતાઓને આપમેળે નવી કર પ્રણાલીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. નવી કર પ્રણાલી એક ડિફોલ્ટ વિકલ્પ છે.

કર પ્રણાલીમાં આ ફેરફારથી 31મી જુલાઈ સુધીમાં આઈટી રિટર્ન ફાઈલ ન કરનાર કરદાતાને મોટું નુકસાન થઈ શકે છે. હકીકતમાં જે કરદાતાઓએ કપાત અને મુક્તિ જેવા કર લાભો માટે જુની કર પ્રણાલી પસંદ કરી હતી, તેઓ નવી વ્યવસ્થા હેઠળ આ કર લાભો મેળવી શકશે નહીં.
બિલેટેડ રિટર્ન શું છે અને તેના માટે કેટલો દંડ થશે? (Belated ITR Filing)
જેઓ 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરી શકતા નથી તેમના મનમાં એક પ્રશ્ન હશે કે ડેડલાઇન બાદ પણ આઈટી રિટર્ન ફાઈલ થઈ રહ્યું છે જેને બિલેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન તરીકે ઓળખવામાં આવે છે. બિલેટેડ આઈટીઆર ફાઈલ શું છે અને ITR મોડું ફાઈલ કરવા માટે શું દંડ છે? ચાલો તેના વિશે જાણીએ.
એવા કરદાતા જેમને તેમના એકાઉન્ટનું ઓડિટ કરાવવાની જરૂર નથી, તેના માટે નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. જો આ ડેડલાઈન સુધી તમે આઈટી રિટર્ન ફાઈલ કરી શક્યા નથી તો તેઓ 31 ડિસેમ્બર, 2024 સુધી બિલેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે.

જો કે, વિલંબિત રિટર્ન માટે એટલે કે 31 જુલાઈ પછી ITR ફાઇલ કરવા માટે, આવકવેરાની કલમ 234A અને 234B હેઠળ વિલંબ માટે વ્યાજ વસૂલવામાં આવે છે. આ વ્યાજ કોઈપણ પ્રકારની અનપેડ કર જવાબદારી અને દંડ પર પણ લાગુ થશે.
ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે કલમ 234A લાગુ થાય છે. બાકી ટેક્સની રકમ પર દર મહિને 1%ના દરે વ્યાજ વસૂલવામાં આવે છે. જ્યારે સેક્શન 234B એડવાન્સ ટેક્સના હપ્તા જમા કરાવવામાં ડિફોલ્ટ પર લાગુ થાય છે અને બાકી એડવાન્સ ટેક્સ હપ્તા પર દર મહિને 1%ના દરે વ્યાજ વસૂલવામાં આવે છે.
આઈટીઆર ફાઈલ કરવામાં વિલંબ માટે કેટલી લેટ ફી અને દંડ થશે? (ITR Filing Penalty)
જો તમે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ચૂકી ગયા હોવ તો પણ તમે તમારું મોડું રિટર્ન ફાઇલ કરી શકો છો. આવકવેરાની કલમ 234F હેઠળ 5000 રૂપિયા લેટ ફાઇલિંગ ચાર્જ વસૂલવામાં આવી શકે છે, જો કે, જો તમારી આવક રૂપિયા 5 લાખથી વધુ ન હોય, તો લેટ ફાઇલિંગ ચાર્જ ઘટીને 1000 રૂપિયા થઈ જાય છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે કલમ 234A લાગુ થાય છે. બાકી ટેક્સની રકમ પર દર મહિને 1%ના દરે વ્યાજ વસૂલવામાં આવે છે. સ્વ-મૂલ્યાંકન કર ચૂકવવામાં નિષ્ફળતા અથવા ઓછી ચુકવણી કલમ 140A(3) હેઠળ દંડમાં પરિણમી શકે છે. એ નોંધવું અગત્યનું છે કે દંડ બાકી રકમમાં કર જવાબદારી કરતાં વધું હોઇ શકે નહીં.
આ પણ વાંચો | 31 જુલાઇ બાદ કોણ દંડ વિના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે? જાણો નિયમ
જો કરદાતા બિલેટેડ આઈટી રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળ જાય તો શું થાય?
જો તમે બિલેટેડ રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જાઓ તો પણ કરદાતાઓ પાસે અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ હોય છે. સંબંધિત આકારણી વર્ષ પૂર્ણ થયા પછી બે વર્ષમાં અપડેટેડ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, નાણાકીય વર્ષ 2021-2022 (FY22) એટલે કે આકારણી વર્ષ 2022-23 (AY23) માટે અપડેટેડ રિટર્ન 31 માર્ચ, 2025 સુધીમાં ફાઇલ કરી શકાય છે. જો તમે આકારણી વર્ષના અંત પછી એક વર્ષની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરો છો, તો કુલ કર અને વ્યાજ પર 25% વધારાનો ટેક્સ વસૂલવામાં આવશે. જો અપડેટેડ રિટર્ન એક વર્ષ પછી ફાઈલ કરવામાં આવે પરંતુ બે વર્ષની અંદર, તો કુલ ટેક્સ અને વ્યાજ પર 50% વધારાનો ટેક્સ વસૂલવામાં આવશે.





