Income Tax Return Filing Benefits: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા થાય છે. નોકરિયાત હોય કે વેપારી – બિઝનેસ મેન દરેકે દર વર્ષે સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઇએ. આવકવેરા કાયદામાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિની વાર્ષિક આવક એક મર્યાદા કરતા વધારે હોય તો તેના માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે.
આ આવક મર્યાદના બેઝિટ એક્ઝમ્પ્શન લિમિટ કહેવામાં આવે છે. એટલે કે જો કોઇ વ્યક્તિની વાર્ષિક આવક મૂળભૂત કર મુક્તિ મર્યાદાથી વધારે હોય તો તેણે રિટર્ન ભરવું પડશે. ઉપરાંત અમુક શરતો છે, જે તમને લાગુ પડતી હોય તો પણ તમારે તમારી વાર્ષિક આવક મૂળભૂત કરમુક્તિ મર્યાદાથી ઓછી હોય તો પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફાયદાકારક રહેશે.

ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો વ્યક્તિની વાર્ષિક આવક બેઝિક એક્સ્પ્શન લિમિટથી ઓછી હોય તો તેણે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઇએ. આવકવેરો રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા છે, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
ટેક્સ રિફંડ (Tax Refund)
નોકરિયાત કે પગારદાર કર્મચારીની સેલેરીમાંથી દર મહિને કંપની ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ) કાપે છે. આ આવકમાં પગાર, કમિશન, ફી થતી કમાણી પણ સામેલ હોઇ શકે છે. ઇવાય ઇન્ડિયાના ટેક્સ પાર્ટનર રામા કરમાકર કહે છે, ઘણી વખત વ્યક્તિની આવક કરતા વધારે ટીડીએસ કાપવામાં આવે છે. આ વધારાા ટીડીએસનું રિફંડ મેળવવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. જો તમે ઇનકમ ટેક્સ ફાઇલ નહીં કરો તો તે પૈસા આવકવેરા વિભાગે પાસે જ રહેશે. આથી ટીડીએસ રિફંડ મેળવવા માટે તમારે દર વર્ષે સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઇએ.
લોસ કેરી-ફોરવર્ડ કરવા માટે
જો તમને કોઇ નાણાકીય વર્ષમાં નુકસાન થયું હોય, તો તેને ત્યારપછીના વર્ષોમાં નફા સાથે એડજસ્ટ કરી શકાય છે. ટેક્સ એક્સપર્ટ કહે, જો કોઇ વ્યક્તિ પોતાની ખોટ કેરી-ફોરવર્ડ કરવા ઇચ્છે છે તો તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. ત્યારે જ ઘર મિલકત અથવા મૂડી સંપત્તિ વેચવાથી થયેલી ખોટને આગામી વર્ષોમાં કેપિટલ ગેઇન સામે એડજસ્ટ કરી શકાય છે. જે નાણાંકીય વર્ષમાં તમને નુકસાન થયું હોય તેનું ઈન્કમ રિટર્ન ફાઇલ નહીં કરો તો લોસ એડજસ્ટ નહીં કરી શકાશે નહીં.

લોન લેવા માટે (Bank Loan)
હાલના સમયમાં ઘર – મકાન થી લઇ વેપાર – ધંધા માટે લોકો બેંક પાસેથી લોન લે છે. જો તમારે લોન લેવી છે તો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરેલું હોવું જોઇએ. બેંકો અથવા એનબીએફસી ઈન્કમ ટેક્સ રિટર્નને આવકનો સૌથી મજબૂત પુરાવો માને છે. જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરેલું નહીં તો તમને બેંક લોન આપશે નહીં અથવા તો વ્યાજદર ઘણો ઉંચો હશે.
આ પણ વાંચો | ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા આ 8 ડોક્યુમેન્ટ તૈયાર રાખો, છેલ્લી ઘડીએ દોડવું નહીં પડે
વિદેશ જવા માટે
આજકાલ ઘણા લોકો વિદેશમાં નોકરી કરવા કે સ્થાયી થવા તેમજ ફોરેન ટુર જવાની ઇચ્છા રાખે છે. જો તમે પણ વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઇએ. વિદેશ જવા માંગતા વ્યક્તિને તેમની વિઝા એપ્લિકેશન સાથે ઈન્કમના પ્રુફ રજૂ કરવાનું કહેવામાં આવી શકે છે. જો કોઇ વેપારી કે બિઝનેસ એટલે કે સ્વ-રોજગાર વ્યક્તિ વિદેશ જવા માટે વિઝા માટે અરજી કરે છે, તો તેની વિઝા એપ્લિકેશન પર ઈન્કમ પ્રુફ રજૂ કર્યા બાદ જ પ્રક્રિયા કરવામાં આવે છે. ઈન્કમ ટેક્સ રિટર્ન આવકનો સૌથી મજબૂત પુરાવો છે.





