Old VS New Tax Regime Benefits And Disadvantages : ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની શરૂઆત થઇ રહી છે. આવકવેરા વિભાગ તરફથી કરદાતા માટે આઈટીઆર 1, આઈટીઆર 2 અને આઇટીઆર 4 જારી કરવામાં આવ્યા છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે કરદાતા ને બે વિકલ્પ મળે છે – જુની કર વ્યવસ્થા (Old Tax Regime) અને નવી કર વ્યવસ્થા (New Tax Regime). કરદાતા એ બંનેમાંથી કોઇ એક ટેક્સ રિઝિમ પસંદ કરવાની હોય છે. બંને ટેક્સ રિઝિમના અલગ અલગ ફાયદા છે. કઇ કર વ્યવસ્થા પસંદ કરવાથી સૌથી વધુ ફાયદો થશે તેના વિશે વિગતવાર સમજીયે
નવી ટેક્સ રિઝિમની રજૂઆત
ગત વર્ષ એટલે કે ફેબ્રુઆરી 2023માં બજેટ રજૂ કરતી વખતે દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થાને ડિફોલ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તમામ કરદાતા એ જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા – બંનમાંથી કોઇ એક ટેક્સ રિઝિમ પસંદ કરવી ફરજિયાત છે. આ દરમિયાન તેમણે નવી આવકવેરા વ્યવસ્થામાં કર મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવાની પણ ઘોષણા કરી હતી. એટલે કે, જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક ₹3 લાખ કે તેનાથી ઓછી છે, તો તેણે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

કર મુક્ત આવકની મર્યાદા
આ દરમિયાન આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 87A હેઠળ નવી કર વ્યવસ્થામાં ટેક્સ રિબેટ લિમિટ 5 લાખ રૂપિયા થી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી હતી. સરળ શબ્દોમાં કરીયે તો જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા સુધીની છે, તો તેણે કોઇ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેને નવી ટેક્સ રિલિઝમાં કર જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવશે.
નવી કર વ્યવસ્થાના ઈન્કમ ટેક્સ સ્લેબ
ઉપરાંત જુની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થાના ટેક્સ સ્લેબ પણ અલગ અલગ છે. નવી કર વ્યવસ્થાના ટેક્સ સ્લેબ અનુસાર 3 લાખ થી 6 લાખ રુપિયાની આવક પર 5 ટકા, 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.
જુની કર વ્યવસ્થાના ઈન્કમ ટેક્સ સ્લેબ
જુની કર વ્યવસ્થામાં 87એ હેઠળ માત્ર માત્ર 5 લાખ સુધીની આવક પર કર મુક્તિ મળે છે. જુની કર વ્યવસ્થાના ટેક્સ સ્લેબ મુજબ 2.5 લાખ થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ, 5 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ અને 10 લાખ રૂપિયા કે તેથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડે છે.

કર મુક્તિના વિકલ્પ
જુની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે, તમે જુની ટેક્સ રિઝિમ હેઠળ ઈન્કમ ટેક્સ ફાઇલ કરતી વખતે ઉપલબ્ધ 80સી, 80ડી અને 80ટીટીએ હેઠળ કોઇ છુટછાટ મળતી નથી. તો નવી ટેક્સ રિઝિમમાં કોઇ છુટછાટ મળતી નથી. જો તમે ઇન્કમ ટેક્સ ડિડક્શનનો ફાયદો લેવા માંગો છો તો જુની ટેક્સ રિઝિમ તમારી માટે કર વ્યવસ્થા યોગ્ય વિકલ્પ છે.
ટેક્સ સ્ટાન્ડર્ડ ડિડક્શન
આ બંને ટેક્સ રિઝિમમાં એક સમાન વાત એ છે કે આ બંને કર વ્યવસ્થામાં કરદાતાને 50000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે.
આ પણ વાંચો | પેન્શનધારક માટે કઇ કર વ્યવસ્થા ફાયદાકારક રહેશે જૂની કે નવી ટેક્સ રિઝિમ ? જાણો
જો તમે ઘણી સ્થળોએ રોકાણ કર્યુ છે અને ટેક્સ ડિડક્શન ક્લેમ કરવા માંગો છો તો તમારે જુન કર વ્યવસ્થા પસંદ કરવી જોઇએ. જો તમે જુની ટેક્સ રિઝિમ વિકલ્પ પસંદ કરવા માંગો છો તો ઉતાવળ રાખ જો, કારણ કે આ વખતે નવી ટેક્સ રિઝિમ જ ડિફોલ્ટ રિઝિમ છે. એટલે કે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઇ ટેક્સ રિઝિમ પસંદ નહીં કરો તો તમે ઓટોમેટિક નવી કર વ્યવસ્થામાં જતા રહેશો.





