ITR Filing 2025 Common mistakes: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ટેક્સ એક્સપર્ટ્સ કરદાતાઓને ટેક્સ ફાઇલ કરતી વખતે સાવચેત રહેવાની અને ભૂલોથી બચવાની સલાહ આપે છે જેથી તેમને દંડ, રિફંડમાં વિલંબ અને આવકવેરા વિભાગ દ્વારા ચકાસણી જેવી બાબતોનો સામનો ન કરવો પડે.
તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. છેલ્લી ઘડીની ભૂલોથી બચવા માટે તમારી જાતને તૈયાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
ઇનકમ ટેક્સ ફાઇલ કરતી વખતે આ ભૂલ કરવાનું ટાળો
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે થતી ભૂલોમાં સૌથી સામાન્ય એ ખોટા આઇટીઆર ફોર્મની પસંદગી છે. તમને જણાવી દઇયે કે, ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર આવકના પ્રકારો અને ટેક્સ પેટર કેટેગરી અનુસાર વિવિધ 7 ફોર્મ ઉપલબ્ધ છે. એક વાત ધ્યાનમાં રાખો કે ખોટા આઈટીઆર ફોર્મની પસંદગી કરવાથી તમારું રિટર્ન અમાન્ય થઈ જાય છે અને ત્યારબાદ રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.
બીજી મોટી ભૂલ એ છે કે સમયસર રિટર્ન ફાઇલ ન કરવું. આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2025 છે, અને તે ચૂકી જવાથી 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને નુકસાનને આગળ વધારવાની અથવા ચોક્કસ કપાતનો દાવો કરવાની તમારી ક્ષમતાને મર્યાદિત કરી શકાય છે.
કરદાતાઓ ઘણી વખત આવકના તમામ સ્ત્રોતો જેમ કે બચત અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળતા વ્યાજ, ભાડાની આવક અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ માંથી મળેલા નફાની જાણ કરવાનું ભૂલી જાય છે. આવકવેરા વિભાગને આવકની કોઈપણ માહિતી આપવામાં નિષ્ફળતા ખતરાની ઘંટી સમાન હોય છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ભર્યા બાદ તે વેરિફાઇ કરવું પણ એટલું જ જરૂરી છે. અનવેરિફાઇડ રિટર્ન અમાન્ય ગણવામાં આવે છે. આ પગલું આધાર ઓટીપી અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પૂર્ણ કરી શકાય છે અને તે ફરજિયાત છે.
આ પણ વાંચો | ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા જાણી લો ITR ફોર્મમાં શું થયા નવા સુધારા
ફોર્મ 26એએસ (Form 26AS) અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને વાર્ષિક માહિતી નિવેદન (એઆઈએસ)ની સમીક્ષા ન કરવાથી તમારા રેકોર્ડ્સ અને કરવેરા વિભાગના આંકડા બની શકે કે સુસંગત ન હોય. આ ફોર્મ ચૂકવેલ કર અને નાણાકીય વ્યવહારો વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરે છે, અને સબમિટ કરતા પહેલા તેની ઊલટતપાસ કરવી આવશ્યક છે.
ટેક્સ એક્સપર્ટ્સ કરદાતાને વિનંતી કરે છે કે તેઓ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પહેલા થી જ તૈયારીઓ શરૂ કરી જેથી કોઇ ભૂલ ન થાય અને છેલ્લી ઘડીની મુશ્કેલીથી બચી શકાય.





