Income Tax Refund: ઈન્કમ ટેક્સ રિફંડ ક્યારે મળશે? આ રીતે ચેક કરો ઓનલાઇન સ્ટેટ્સ

Income Tax Refund Status Check : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ કરદાતાઓ ITR રિફંડ મળવાની રાહ જોઇ રહ્યા છે. અહીં આપેલી સરળ ટીપ્સ વડે કરદાતા પોતાના ઈન્કમ ટેક્સ રિફંડનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.

Written by Ajay Saroya
September 23, 2025 16:31 IST
Income Tax Refund: ઈન્કમ ટેક્સ રિફંડ ક્યારે મળશે? આ રીતે ચેક કરો ઓનલાઇન સ્ટેટ્સ
Income Tax Return Refund : ઈન્કમ ટેક્સ રિટર્ન રિફંડ. (Photo: freepik)

ITR Refund Status : આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર હતી. આવકવેરો દાખલ કર્યા બાદ કરદાતાઓ હવે તેમના ટેક્સ રિફંડની રાહ જોઇ રહ્યા છે. ઘણા લોકોને રિફંડ મળી ગયું છે, પરંતુ કેટલાક કરદાતા હજી પણ બેંક એકાઉન્ટમાં ટેક્સ રિફંડ જમા થવાની રાહ જોઇ રહ્યા છે. ટેક્સ રિફંડ મળવામાં વિલંબ પાછલ ઘણા કારણો જવાબદાર છે. જો તમને હજી સુધી ITR રિફંડ મળ્યું નથી તો અમુક રીતે જાણી શકાય છે કે ઈન્કમ ટેક્સ રિટર્ન રિફંડ ક્યા સુધી મળશે.

જો કરદાતાએ વિતેલ નાણાકીય વર્ષ માટે વધારે આવકવેરો ચૂકવ્યો છે, તો તમને ઇન્કમ ટેક્સ રિફંડ મળી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે ટીડીએસ, ટીસીએસ, એડવાન્સ ટેક્સ કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ દ્વારા જેટલો ટેક્સ ચૂકવ્યો છે, તે મૂળભૂત કર જવાબદારી કરતા વધારે હોય. ટેક્સ રિફંડના પૈસા સરકાર તરફથી પરત મળે છે. ક્યારેક ક્યરેક આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ રિફંડ કરવાની પ્રક્રિયામાં વિલંબ થઇ શકે છે.

ઈન્કમ ટેક્સ રિટર્નનું ઇ વેરિફાઇ થયા બાદ જ ટેક્સ રિફંડની પ્રક્રિયા થાય છે. સામાન્ય રીતે આવકવેરો દાખલ કર્યા બાદ 4 થી 5 સપ્તાહની અંદર રિફંડના પૈસા કરદાતાના બેંક ખાતામાં જમા થઇ જાય છે. જો તમને ટેક્સ રિફંડના પૈસા મળ્યા નથી, તો કરદાતાએ પોતાનું ITR ચેક કરવું જોઇએ અને આવકવેરા વિભાગ તરફથી આવેલા ઇમેલ કે નોટિફિકેશનનું ધ્યાન રાખવું જોઇએ.

ITR રિફંડ સ્ટેટ્સ ચેક કરવાની રીત

પગલું 1: સૌથી પહેલા Income Tax e-filing ની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in ખોલો.

પગલું 2 : હવે લોગીન કરો. જો તમારું PAN આધાર સાથે લિંક નથી, તો એક નોટિફિકેશન આવશે. તેને લિંક કરવા માટે Link Now પર ક્લિક કરો, અથવા Continue કરી આગળ વધો.

પગલું 3 : લોગીન કર્યા બાદ, e-File ટેબમાં જાઓ અને Income Tax Returns પર ક્લિક કરો.

પગલું 4 : View Filed Returns પસંદ કરો. અહીં કરદાતા તેના સંબંધિત આકારણી વર્ષના રિફંડનું સ્ટેટ્સ ચેક કરી શકે છે. View Details પર ક્લિક કરી કરદાતા તેમના દ્વારા ફાઇલ કરાયેલા ITRનું સંપૂર્ણ સ્ટેટ્સ ચેક કરી શકે છે.

ITR રિફંડ ન મળવાના કારણ

  • કરદાતાની વાસ્તવિક કર જવાબદારી અને ચૂકવેલા ટેક્સમાં ભારે વિસંગગતા
  • ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલની વિગતમાં ખામીઓ
  • PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન હોવું.
  • બેંક એકાઉન્ટ પ્રી વેલિડેટેડ ન નથી.
  • કરદાતાના PAN કાર્ડ અને બેંક ખાતાનું નામ અલગ અલગ હોવા.
  • બેંકના IFSC કોડ ની ખોટી વિગત.
  • ITR માં ઉલ્લેખિત બેંક ખાતું બંધ થઇ ગયું હોવું.

આવી રીતે કરદાતા સરળતાથી જાણી શકે છે કે, તેનું ITR રિફંડ ક્યારે આવશે અને જો કોઇ સમસ્યા હાય તો તેને સુધારી શકે છે. તેનાથી લાંબા સુધી કરદાતાએ ઇન્કમ ટેક્સ રિફંડ મળવાની ચિંતા કરવી પડશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ