Income Tax Rules : 1 એપ્રિલ 2024 થી નવા નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2024-25)ની શરૂઆત થશે. આ સાથે ભારતના આવકવેરાના નિયમોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થશે. આ ફેરફારો, જે 1 એપ્રિલ, 2024 થી અમલમાં આવશે, તેનો ઉદ્દેશ્ય ટેક્સ પ્લાનિંગને સરળ બનાવવા અને કરદાતાઓને રાહત આપવાનો છે.
નવી કર વ્યવસ્થા 1 એપ્રિલ, 2024 થી ડિફોલ્ટ ઓપ્શન બનશે
1 એપ્રિલ, 2024 ના રોજથી સરકાર ડિફોલ્ટ સેટિંગ તરીકે નવા ટેક્સ રીજમનો અમલ કરશે. આનો અર્થ એ થયો કે જો કોઇ કરદાતા જૂની કર વ્યવસ્થા પસંદ નહીં કરે તો તે આપમેળે નવી ટેક્સ સિસ્ટમ અંતર્ગત આવી જશે. નવી ટેક્સ સિસ્ટમના ઈન્કમ ટેક્સ રેટ અને નિયમો લાગુ થશે.
નવી કર વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના છેલ્લા બજેટ (2022-23) પ્રવચનમાં જાહેરાત કરી હતી કે જ્યારે નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ હશે, ત્યારે કરદાતાઓ જૂની કર વ્યવસ્થા પસંદ કરી શકે છે. સીતારમણે નવી કર વ્યવસ્થામાં રિબેટ મર્યાદા રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેથી, જો કોઈ વ્યક્તિએ નવી કર વ્યવસ્થા પસંદ કરી હોય, તો તેણે રૂ. 7 લાખની વાર્ષિક આવક સુધી કોઈ કર ચૂકવવાની જરૂર રહેશે નહીં.

સંશોધિત ટેક્સ સ્લેબ નવી ટેક્સ સિસ્ટમ પર લાગુ થાય છે. અહીં અપડેટ કરેલ ઈન્કમ ટેક્સ રેટ :
કુલ આવક (Total Income Rate Slabs) :
₹ 3 લાખ સુધી : કોઇ ટેક્સ નહીં₹ 3,00,001 થી ₹ 6 લાખ સુધી : 5 ટકા ટેક્સ₹ 6,00,001 થી ₹ 9 લાખ સુધી : 10 ટકા ટેક્સ₹ 9,00,001 થી ₹ 12 લાખ સુધી : 15 ટકા ટેક્સ₹ 12,00,001 થી ₹ 15 લાખ સુધી : 20 ટકા ટેક્સ₹ 15 લાખ થી વધુ આવક : 30 ટકા ટેક્સ
નવી કર વ્યવસ્થાના ફાયદા (New Tax Regime Advantages) :
નવી કર વ્યવસ્થામાં કરદાતાઓને ઘણા ટેક્સ બેનેફિટ્સ મળે છે:
સરળ ટેક્સ પ્લાનિંગ (Tax Planning) :
નવી ટેક્સ રીજમમાં કરદાતાઓએ હવે મુસાફરી ટિકિટ અને ભાડાની રસીદોનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખવાની જરૂર નથી.કરવેરાના નિયમમાં ફેરફારોનો હેતુ ટેક્સ પ્લાનિંગને સરળ બનાવવાનો છે.
મૂળભૂત કર મુક્તિ મર્યાદામાં વધારો (Basic Exemption Limit) :
મૂળભૂત કર મુક્તિ મર્યાદા ₹ 2.5 લાખ થી વધારીને ₹ 3 લાખ કરવામાં આવી છે.આ કર મુક્તિ મર્યાદા નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવે છે.
સરચાર્જ દર ઘટાડો (Surcharge Rate) :
5 કરોડ રૂપિયા થી વધુ આવક ધરાવતી વ્યક્તિઓ માટે સરચાર્જ દર 37 ટકા થી ઘટીને 25 ટકા થયો છે.આ ઘટાડેલો સરચાર્જ દર ફક્ત નવા કર વ્યવસ્થા પસંદ કરનારાને જ લાગુ પડે છે.

રિબેટ લિમેટમાં વધારો (Rebate Limit) :
નવી ટેક્સ રીજમ હેઠળ રિબેટ લિમિટમાં વધારો કરાયો છે.હવે 7 લાખ રૂપિયા સુધીની આવક માટે લાગુ રિબેટ લિમિટે હવે ₹ 25,000 રૂપિયા છે.
આ પણ વાંચો | ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ સંપૂર્ણ કર મુક્તિ નથી, જાણો કેવી રીતે અને કેટલો ટીડીએસ કપાય છે?
ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં (Income Tax slabs)
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે કરવેરામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.અને આયાત શુલ્ક સહિત સમાન પ્રત્યક્ષ અને પરોક્ષ કર દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રિફંડ માટેનો સરેરાશ સમય 2013-2014ના 93 દિવસથી ઘટાડીને છેલ્લા વર્ષમાં માત્ર 10 દિવસ કરવામાં આવ્યો છે. તેમણેએ ઉમેર્યું હતું કે લોકોની સરેરાશ વાસ્તવિક આવકમાં 50 ટકા નો વધારો થયો છે.





