Cash Limit At Home: ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય? જાણો ઈન્કમ ટેક્સના નિયમ અને દંડની જોગવાઇ

Income Tax Rules For Cash Limit At Home: ભારતમાં ઘરની અંદર રોકડ રકમ રાખવાનું ચલણ છે. ઘણી વખત ઈન્કમ ટેક્સ વિભાગ દરોડામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવે છે. જાણો ભારતમાં રોકડ રકમ રાખવાની મર્યાદા અને ઈન્કમ ટેક્સના કાયદા અને દંડ

Income Tax Rules For Cash Limit At Home: ભારતમાં ઘરની અંદર રોકડ રકમ રાખવાનું ચલણ છે. ઘણી વખત ઈન્કમ ટેક્સ વિભાગ દરોડામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવે છે. જાણો ભારતમાં રોકડ રકમ રાખવાની મર્યાદા અને ઈન્કમ ટેક્સના કાયદા અને દંડ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Indian Currency Notes | indian notes | indian cash limit

Indian Currency Notes : ભારતની ચલણી નોટ. (Express Photo)

Income Tax Rules For Cash Limit At Home: ભારતમાં ઘરની અંદર રોકડ રકમ રાખવાનું ચલણ છે. ઘણી વખત ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા દરમિયાન લાખો કરોડો રૂપિયાની રોકડ રકમ મળી હોવાના થવાના સમાચાર આવતા હોય છે. ઘણા કેસોમાં રોકડ રકમ જપ્ત કરવાની સાથે સાથે વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં લોકોના મનમાં સવાર ઉદભવે છે કે, શું ઘરમાં રોકડ રકમ રાખવી ગુનો છે? ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય? ચાલો જાણીયે આવકવેરા વિભાગના નિયમ અને જોગવાઇ

Advertisment

ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય?

આ વિશે ટેક્સ અને કાયદાના નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતમાં ઘરની અંદર કેટલી રોકડ રકમ રાખી શકાય તેની કોઇ મર્યાદા ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી નથી. વ્યક્તિ તેના ઘરમાં ગમે જેટલી રોકડ રકમ રાખે શકે છે. જો કે આ રોકડ રકમ ક્યાંથી આવી તેના કાયદેસરની આવકના પુરાવા એટલે કે ઇન્કમનો સોર્સ હોવો જોઇએ. આ આવકનો તે વ્યક્તિના ઈન્કમ ટેક્સ રિટર્નમાં પણ ઉલ્લેખ હોવો જરૂરી છે.

ઈન્કમ ટેક્સ અધિનિયમની કલમ 68 થી 69બી સુધી સોર્સ વગરની આવક વિશે જોગવાઇ છે. જો તમે રોકડ રકમ ક્યાંથી આવી તેનો સોર્સ નહીં જણાવો તો, તેને બિનકાયદેસરની આવક માનવામાં આવશે અને તેના પર જંગી ટેક્સ અને દંડ વસૂલવામાં આવી શકે છે.

ટેક્સ રિટર્ન અને રેકોર્ડમાં ઉલ્લેખ

કાયદેસરની રોકડ રકમ રાખવાની મહત્તમ મર્યાદા વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી. પરંતુ જો કોઇની પાસે જરૂરિયાથી વધારે રોકડ નાણાં હોય અને તેના સોર્સનો ઉલ્લેખ ન હોય તો શંકા થવી વાજબી છે. કોઇ પણ પ્રકારની તપાસની સ્થિતિમાં આ નાણાં ક્યાંથી આવ્યા તે સાબિત કરવું પડશે. ઉપરાંત તમારા બેંક સ્ટેટમેન્ટ અને ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ ઉલ્લેખ હોવો જોઇએ.

Advertisment

78 ટકા ટેક્સ અને દંડ

જો તમે રોકડ નાણાંના કાયદેસરનો સોર્સ જણાવવામાં અસફળ થાઓ છો, તો તે રકમન અનડિસ્કલોઝ્ડ ઇન્કમ માનવામાં આવશે અને તેના પર 78 ટકા ટેક્સ અને દંડ લાડવામાં આવી શકે છે.

જો તમે વેપાર ધંધો કે બિઝનેસ કરો છો તો તમારા બેંક સ્ટેટમેન્ટ અને ઈન્કમ ટેક્સ રિટર્નમાં ઉલ્લેખિત રકમ સુસંગત હોવી જોઇએ. જો તમે વેપાર નથી કરતા તો પણ તમારે આવકનો સોર્સ જણાવવો પડશે.

ટેક્સ બિઝનેસ