Income tax slabs: બજેટ 2023 રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમને વ્યક્તિગત કરદાતાઓને મોટી રાહત આપી છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમને કરદાતાઓની વર્ષો જુની માંગ સંતોષી હોય એમ ઇન્કમ ટેક્સ સ્લેબમાં મોટા સુધારા કર્યા છે. નાણાં મત્રી ઇન્કમ ટેક્સ સ્લેબની કરમુક્ત આવકની મર્યાદા વધારવાની સાથે સાથે ઇન્કમ ટેક્સના સ્લેબની સંખ્યા પણ ઘટાડી દીધી છે. જો કે અહીંયા કરદાતાઓમાં સૌથી વધારે મુંઝવણ એ વાતની છે કે જો 7 લાખ રૂપિયાની વાર્ષિક આવક કરમુક્ત કરી છે. ઇન્કમ ટેક્સ નવો સ્લેબ કેવો છે અને એની ગણતરી કેવી રીતે કરાય. તમારા તમામ પ્રશ્નનો જવાબ અહીંયા મળશે.
કરમુક્ત આવકની મર્યાદા વધારી
બજેટ 2023-24માં નાણાં મંત્રી નિર્મલા સીતારમને નવી ટેક્સ સિસ્ટમ હેઠળ હવે કરમુક્ત વાર્ષિક આવકની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરી છે જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી. નવા ઇન્કમ ટેક્સ સ્લેબમાં નોકરીયાત વર્ગને 50000 રૂપિયા અને પેન્શનધારકને 15,000 રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન તેમજ આઇટી એક્ટ 80સી હેઠળ પ્રાપ્ત કરમુક્તિ અને કર રાહતો મળવા પાત્ર રહેશે. ઉપરાંત 7 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ઇન્કમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને 80Cની કરરાહતને આવરી લેવામાં આવી છે.
ઉપરાંત નવી ટેક્સ સિસ્ટમ હેઠળ હાઇએસ્ટ સરચાર્જને 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો છે, એટલે કે હવે હાઇએસ્ટ ટેક્સ રેટ 42.74 ટકાના બદલે હવે 39 ટકા થઇ જશે.
ઇન્કમ ટેક્સના સ્લેબની સંખ્યા પણ ઘટાડી
નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ 2023-24ની રજૂઆત કરતી વખતે ઇન્કમ ટેક્સના સ્લેબની સંખ્યા પણ ઘટાડવામાં આવી હોવાનું જણાવ્યુ છે. અગાઉ ભારતમાં ઇન્કમ ટેક્સના સ્લેબ 6 ટકા હતા જેની સંખ્યા ઘટાડીને હવે 5 કરવામાં આવી છે.

7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3થી 6 લાખની આવક પર 5 ટકા ટેક્સ કેમ?
બજેટ 2023-24ની ઘોષણા અનુસાર હવે વાર્ષિક સાત લાખ સુધી કોઇ ટેક્સ નહીં લાગે., જો કે 3થી 6 લાખ સુધીની આવક પર પાંચ સ્લેબની જાહેરાતથી અનેક લોકો મુંઝવણમાં મુકાયા છે. તો સમજી લો કે જો તમે વાર્ષિક સાત લાખ સુધીની કમાણી કરો છો તો તમારે ટેક્સ ભરવાની જરૂર નથી. પરંતુ, જેવી જ તમારી આવક સાત લાખ એક રૂપિયા થશે, તો તમે ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવી જશો અને સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે.
જાણો હવે કેટલા લાખની આવક પર કેટલો ટેક્સ લાગશે?
ઉદાહરણ તરીકે સમજીયે તો કોઇ વ્યક્તિની વાર્ષિક આવક 25 લાખ રૂપિયા છે. આમ કરદાતાએ 7 લાખ સુધીની ટેક્સ ફ્રી આવકને બાદ કર્યા પછી હવે બાકીની 18 લાખ રૂપિયાની આવક કરપાત્ર બનશે અને તમારે નવા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે કરવેરો ચૂકવવો પડશે.
વાર્ષિક 7 લાખ રૂપિયાની ટેક્સ ફ્રી આવકને બાદ કર્યા કરપાત્ર 18 લાખ રૂપિયાની આવકમાં કરદાતાએ સૌથી પહેલા 3થી 6 લાખ રૂપિયાની આવક પણ પાંચ ટકાના લેખે 15000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. ત્યારબાદની 6થી 9 લાખ રૂપિયાની સુધીની આવક પર 10 ટકા લેખે 30000 રૂપિયા ટેક્સ લાગશે. તેવી જ રીતે 9થી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકાના લેખે 45 હજાર રૂપિયા ટેક્સ, ત્યાર પછીની 12થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકાના લેખે 60 હજાર રૂપિયા અને 15થી 18 લાખ રૂપિયાની આવક પર કરદાતાએ 30 ટકાના લેખે 90 હજાર રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.
આમ કરદાતાએ તેની વાર્ષિક 25 લાખ રૂપિયાની આવક પર 7 લાખ રૂપિયાની ટેક્સ ફ્રી ઇન્કમને બાદ કર્યા પછી બાકી વધતી 18 લાખ રૂપિયાની આવક પર લગભગ 2.40 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.
