પેન્શનધારક માટે કઇ કર વ્યવસ્થા ફાયદાકારક રહેશે જૂની કે નવી ટેક્સ રિઝિમ ? જાણો

Tax Tips For Pension Holder Senior Citizen : કરદાતાઓ માટે બે ટેક્સ રિઝિમ ઉપલબ્ધ છે. બંને કર વ્યવસ્થાના અલગ અલગ ફાયદા છે. નવી ઇન્કમ ટેક્સ સિસ્ટમમાં 50000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપલબ્ધ છે, જે ગત વર્ષે મળતું નહોતું.

Written by Ajay Saroya
April 09, 2024 15:43 IST
પેન્શનધારક માટે કઇ કર વ્યવસ્થા ફાયદાકારક રહેશે જૂની કે નવી ટેક્સ રિઝિમ ? જાણો
સિનિયર સિટીઝન માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા નવી કર વ્યવસ્થા અને જૂની ટેક્સ સિસ્ટમ બંને ઉપલબ્ધ છે. (Photo - Freepik)

Tax Tips For Pension Holder Senior Citizen : કેન્દ્ર સરકારે 2023-24ના બજેટમાં આવકવેરા વ્યવસ્થામાં ફેરફાર કર્યા હતા. તેમાં એક નવી કર વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી, જે હેઠળ ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નવી કર વ્યવસ્થાની સૌથી ખાસ વાત એ હતી કે કર મુક્ત આવક મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જો કે, નવી ટેક્સ સિસ્ટમના પોતાના ફાયદા છે અને જૂની ટેક્સ સિસ્ટમના પોતાના ફાયદા છે.

ઘણા કરદાતાઓ છે જેઓ હજુ પણ જૂની કર વ્યવસ્થા અપનાવી રહ્યા છે, જેમાં પેન્શનરો પણ સામેલ છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે જો તમે સિનિયર સિટીઝન છો અને પેન્શન તમારી આવકનો સ્ત્રોત છે, તો તમારા માટે કઈ ટેક્સ સિસ્ટમ વધુ સારી રહેશે. નોંધનીય છે કે નિવૃત્તિ પછી, પગારની તુલનામાં પેન્શન ઓછું થઈ જાય છે.

વરિષ્ઠ નાગરિકો સમક્ષ બંને વિકલ્પો

વરિષ્ઠ નાગરિકોને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે નવી કર વ્યવસ્થા અને જૂની ટેક્સ સિસ્ટમ બંનેનો વિકલ્પ મળશે. તેમા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી ટેક્સ સિસ્ટમ ડિફોલ્ટ સેટિંગ્સમાં દેખાશે, જેને તમે તમારી જરૂરિયાત મુજબ બદલી શકો છો. આવકવેરા વિભાગ અનુસાર, જો કોઈ વ્યક્તિની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, પરંતુ 80 વર્ષથી ઓછી છે, તો તેને આવકવેરાના હેતુઓ માટે વરિષ્ઠ નાગરિક ગણવામાં આવે છે. જ્યારે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને સુપર સિનિયર સિટીઝન ગણવામાં આવે છે.

tax saving | tax Planning | itr filling | tax saving Investment tips | personal finance planning | personal finance tips
Tax Planning : ટેક્સ સેવિંગ એ ટેક્સ પ્લાનિંગનો એક હિસ્સો છે. (Photo – Freepik)

નવી કર વ્યવસ્થાના સ્લેબ, ટેક્સ રેટ અને લાભ

3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં3 લાખથી 6 લાખ રૂપિયાથી વધુની આવક પર 5 ટકા ટેક્સ6 લાખથી 9 લાખ રૂપિયાથી વધુની આવક પર 10 ટકા ટેક્સ9 લાખથી 12 લાખ રૂપિયાથી વધુની આવક પર 15 ટકા ટેક્સ12 લાખથી 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 20 ટકા ટેક્સ15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ

નવા ટેક્સ રિઝિમમાં કલમ 87A હેઠળ ટેક્સ રિબેટ મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને હવે નવી કર વ્યવસ્થામાં કોઈ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જૂની ટેક્સ વ્યવસ્થામાં આ લાભ માત્ર 5 લાખ રૂપિયા સુધીની આવક પર જ મળે છે. નવી ટેક્સ સિસ્ટમમાં પહેલીવાર સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સના દર દરેક માટે સમાન છે.

નવી કર વ્યવસ્થામાં સિનિયર સિટીઝને આ લાભ મળશે

નવી કર પ્રણાલી હેઠળ, વરિષ્ઠ નાગરિક કલમ 80D હેઠળ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર મહત્તમ 50,000 રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. જો આ ખર્ચ આશ્રિત વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવે છે, તો આ માટે એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને સુપર સિનિયર સિટીઝન કરદાતાઓને સેવિંગ્સ બેંક એકાઉન્ટમાંથી વ્યાજની આવક માટે કલમ 80TTA હેઠળ મહત્તમ 50,000 રૂપિયાની કર કપાતની મંજૂરી છે. સામાન્ય કરદાતાઓ માટે તે રૂ. 10,000 છે.

Income Tax | Tax News in Gujarati | Business News
Income Tax : આવકવેરા પ્રતિકાત્મક તસ્વીર (Photo – freepik)

જૂની ઈન્કમ ટેક્સ સિસ્ટમમાં સિનિયર સિટીઝનના ટેક્સ સ્લેબ (60 વર્ષથી 80 વર્ષ)

3 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં3 લાખ અને 5 લાખ રૂપિયા પર કર જવાબદારી 5 ટકા છે. જો કે, જો કરપાત્ર આવક રૂ. 5 લાખ સુધી હોય તો સેક્શન 87A હેઠળ રાહત માટે કર જવાબદારી શૂન્ય છે.5 લાખથી વધુ અને 10 લાખ રૂપિયા સુધીની આવક પર – 10000 રૂપિયા + રૂ. 5 લાખથી વધુની આવક પર 20 ટકા ટેક્સ.10 લાખથી વધુની આવક પર – 1.10 લાખ રૂપિયા + 10 લાખથી વધુની રકમ પર 30 ટકા ટેક્સજો કરપાત્ર આવક રૂ. 50 લાખથી વધુ હોય તો સરચાર્જ લાગુ થશે અને તે 10-37 ટકા સુધી અલગ અલગ શકે છે. હેલ્થ અને એજ્યુકેશન સેસ પણ છે, જે ઈન્કમ ટેક્સના 4 ટકા ઉપરાંત સેસ છે.

તમારી માટે કઇ કર વ્યવસ્થા લાભકારક છે?

એટલે કે, જો તમે વરિષ્ઠ નાગરિક છો અને તમારી આવક 7 લાખ રૂપિયા સુધીની છે, તો નવી ટેક્સ સિસ્ટમ તમારા માટે વધુ સારી છે, કારણ કે તમારે તેમા કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત, આ વર્ષથી નવી કર વ્યવસ્થામાં રૂ. 50,000 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ઉપલબ્ધ છે, જે ગયા વર્ષ સુધી મળતું નહોતું. પરંતુ વાર્ષિક રૂ. 7 લાખથી વધુ કમાણી કરનારાઓએ તેમની કર વ્યવસ્થા નક્કી કરતા પહેલા તેમના કર બચત રોકાણ અને કપાતની સ્થિતિ જોવી પડશે.

આ પણ વાંચો | જૂનો ફ્લેટ વેચવાથી થયેલા નફા પર કેટલો ટેક્સ લાગે છે? નવું મકાન ખરીદવા પર કર મુક્તિ મળશે?

નવી સિસ્ટમમાં 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની કર મુક્તિનો લાભ ઉપલબ્ધ નથી. જો તમે આ લાભ મેળવવા માંગતા હોવ તો જૂની ટેક્સ સિસ્ટમ વધુ સારી છે. 80સી સિવાય જો તમે હોમ લોન પર કર મુક્તિનો લાભ પણ મેળવો છો, તો જૂની કર વ્યવસ્થા તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ